Search Suggest

SRG Exam 2022 Paripatra : State Resource Group (SRG) Parixa Babat

SRG Exam 2022 Paripatra : State Resource Group (SRG) Parixa Babat

GCERT , ગાંધીનગર દ્વારા ધોરણ 1 થી 8 ના SRG સ્ટેટ રીસોર્સ ગ્રુ૫ ) પેડાગોજી માટે યોજાનાર કસોટી બાબત શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જીસીઇઆરટી દ્વારા દ્વારા રાજ્ય કક્ષાના રીસોર્સ ગ્રુપ ( SRG ) પેડાગોજીની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે . 

State Resource Groups (SRG) Kasoti Google Form Link

આ કસોટી શિક્ષકો , મુખ્ય શિક્ષકો , BRCC ડ તેમજ CRCC ડ , કેળવણી નિરીક્ષકશ્રીઓ આપી શકશે . SRG નો મૂળભૂત આશય ધોરણ 1 થી 8 ના અભ્યાસક્રમ , પાઠ્યપુસ્તક લેખન , પરામર્શન , સમીક્ષા , તાલીમ માટે શૈક્ષણિક સાહિત્ય નિર્માણ જેવા કાર્યો માટે GCERT , SSA અને શાળા પાઠયપુસ્તક મંડળને મદદરૂપ થવાનો છે . પ્રાથમિક શિક્ષણમાં કાર્યરત શિક્ષકો , મુખ્ય શિક્ષકો BRCC ડ તેમજ CRCCS , કેળવણી નિરીક્ષકશ્રીઓ વગેરેમાં ઉપરોક્ત કામગીરી કરવાની ક્ષમતા અને દક્ષતા છે ઉપરાંત અનુભવ પણ છે . 

SRG માં જોડાયા બાદ તેઓના જ્ઞાન , અનુભવે અને કૌશલ્યોનો લાભ રાજ્યના શિક્ષણક્ષેત્રને મળી શકે તેમ છે . તે માટે આગામી સમયમાં SRG પસંદગી કસોટી લેવામાં આવનાર છે . આ કસોટી પ્રથમ તબક્કાની છે . આ કસોટીમાં ઉત્તિર્ણ થયેલ સભ્ય પસંદગી પામેલ છે તેવું માની લેવું નહિ . આ કસોટી ઉત્તિર્ણ થયા બાદ બીજા બે તબક્કામાંથી પસાર થવાનું રહેશે . 

તમામ તબક્કમાંથી પસાર થયા બાદ પસંદગીના ધોરણો રાજ્યકક્ષાની SRG પસંદગી સમિતિ દ્વારા નક્કી થયા મુજબ યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે . ધોરણ 1 થી 8 ના વિષયો પૈકી ગુજરાતી , હિન્દી , અંગ્રેજી , સંસ્કૃત , પર્યાવરણ , સામાજિક વિજ્ઞાન , વિજ્ઞાન અને ટેક્નોલોજી , ગણિત , આઇ.સી.ટી. , શારીરિક શિક્ષણ અને કલાઓ વિષય .

આ પૈકી કોઇ પણ એક વિષયની કસોટી આપી શકશે . બધા વિષયોની કસોટી એક સાથે એક જ સમયે યોજાશે . કસોટીમાં જે - તે વિષયનું ધોરણ 1 થી 8 નું વિષયવસ્તુ તેમજ શૈક્ષણિક નવીન પ્રવાહો આવરી લેવાશે . 

આ કસોટી સરકારી પ્રાથમિક શાળાઓ , જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ , મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ , ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ , ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા અન્ય વિભાગ દ્વારા સંચાલિત શાળાઓ જેમ કે મોડેલ સ્કૂલ , સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ , ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ વગેરે સંચાલિત શાળાઓના શિક્ષકો જ આપી શકશે . 

SRG એ કોઇ નવી જગ્યા નથી SRG માં પસંદગી માત્ર ધોરણ 1 થી 8 ના અભ્યાસકમ , પાઠ્યપુસ્તક લેખન , પરામર્શન , સમીક્ષા , તાલીમ માટે શૈક્ષણિક સાહિત્ય નિર્માણ જેવા કાર્યો કરવા માટે જ કરવામાં આવે છે . આ કસોટી ફરજિયાત નથી માત્રને માત્ર સ્વૈચ્છિક છે , તેથી કસોટીના દિવસે કસોટી આપનારને કોઇ પણ પ્રકારના ભાડા ભથ્થા અને રજા મળવા પાત્ર નથી . 

આ કસોટી આપવા ઇચ્છતા ઉમેદવારોએ

  • પોતાનું નામ
  • લાયકાત
  • શાળાનું નામ
  • તાલુકો
  • જિલ્લો
  • મેનેજમેન્ટ
  • મોબાઇલ નંબર
  • ઇ - મેઇલ એડ્રેસ
  • અને કયા વિષયની કસોટી આપવા માંગે છે 

SRG Google Form ભરવા અહીં ક્લિક કરો

વગેરે વિગતો ઓનલાઇન જીસીઇઆરટીની વેબસાઇટ gcert.gujarat.gov.in પર મુકેલ ગૂગલ ફોર્મમાં આપેલ સૂચના મુજબ માત્ર અંગ્રેજી ભાષામાં તા.05-12-2022 ના રોજ બપોરના 02:00 કલાક થી તા.31-12-2022 ના રોજ બપોરના 03:00 કલાક સુધીમાં ભરવાની રહેશે . હાલ કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાને લેતા કસોટીની તારીખ પછીથી જણાવવામાં આવશે . . 

આ કસોટીમાં ઉમેદવારી નોંધાય તે માટે વધુમાં વધુ પ્રચાર - પ્રસાર થાય તે માટે આપના જિલ્લાના તમામ કે.નિ. , બી.આર.સી. , સી.આર.સી. , સી.આર.સી.સી. મારફત સી.આર.સી.માં સમાવિષ્ટ થતી તમામ પ્રકારની શાળાઓના મુખ્ય શિક્ષકો , શિક્ષકોને આપની કક્ષાએથી જાણ કરવા જણાવવામાં આવે છે .

SRG Exam 2022 Paripatra : State Resource Group (SRG) Parixa Babat

Download Paripatra