Search Suggest

પ્રાથિમક અને ઉચ્ચ પ્રાથિમક શાળાઓ શરૂ કરવાની SOP

COVID-19 Printable Posters For Schools pdf | Download covid-19 school safety posters in Gujarati

School re open sop

શાળા શરુ કરતાં પહેલાં કરવાની થતી કાર્યવાહી

  • શાળામાં સ્વચ્છતા અને સફાઈની સુવિધાઓ સુનિશ્ચિત કરવી . 
  • શાળામાં સેનિટાઈઝર , સાબુ વગેરે ઉપલબ્ધ રાખવું . 
  • શારીરિક / સામાજિક અંતર જળવાય તે માટે શાળામાં સંકેતો / સૂચનાઓ દર્શાવવી . 
  • શાળામાં હાજર રહેવા માટે વિદ્યાર્થીના માતા - પિતા / વાલીની લેખિત સંમતિ ફરજિયાત મેળવવી . 
  • શાળાથી નજીકના સ્થળે ઉપલબ્ધ દાક્તરી સુવિધાઓની ખાતરી કરવી . સંબંધિત મેડીકલ ઓફિસરનો સંપર્કસૂત્ર મેળવી રાખવો . 
  • સ્થાનિક PHc / CHC / URC દ્વારા સરકારી / ગ્રાન્ટ - ઈન - એઈડ શિક્ષણ સંસ્થાઓ સાથે આ અંગે સંકલન કરવું .
શાળાઓ ખૂલ્યા બાદ કરવાની થતી કાર્યવાહી 
  • SOP પાલન અંગે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ,શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ન રાખવી . 
  • શાળા પરિસરમાં અને આસપાસના ભાગમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદસ્થિતિની સતત જાળવણી અને દેખરેખની ખાતરી કરવી . 
  • હાથ ધોવાની જગ્યાઓ પર સાબુ અને શુધ્ધ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી . 
  • શાળામાં પ્રવેશ વખતે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો . 
  • બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ફેસ માસ્ક પહેરીને શાળામાં આવે અને સતત પહેરી રાખે તેમજ શારીરિક / સામાજિક અંતરના ધોરણોનું પાલન કરે તે જોવું . 
  • વિદ્યાર્થી પોતાનું માસ્ક , પાણીની બોટલ , પુસ્તકો વગેરે ઘરેથી લાવે તે હિતાવહ છે . અન્ય વિદ્યાર્થીઓ સાથે આપ - લે ન કરે તે મુજબની માર્ગદર્શક સૂચનાઓ વારંવાર આપવી .
બેઠક વ્યવસ્થા
  • SOP મુજબ વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર રાખવું . 
  • જો પ્રાપ્ય હોય તો , કામચલાઉ ધોરણે બહારની જગ્યા ( સારા હવામાનની સ્થિતિમાં ) નો . વર્ગખંડ તરીકે ઉપયોગ કરી શકાશે . જેમાં વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા માટે શારીરિક અંતરના પ્રોટોકોલ્સનું પાલન કરવું . 
  • વર્ગોનું કદ નાનું હોય તેવા કિસ્સાઓમાં વર્ગો મોટા ખંડો જેવા કે કમ્યુટર હૉલ , પુસ્તકાલય , પ્રયોગશાળા ... વગેરે જેવા ખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે છ ફૂટ શારીરિક , સામાજિક અંતરને જાળવીને બેઠક વ્યવસ્થા કરી શકાય . 
  • શાળામાં આવતી - જતી વખતે એક સાથે વધારે વિદ્યાર્થીઓ એકઠા ન થઈ જાય તે માટે શાળા કક્ષાએ જરૂરી આયોજન ગોઠવવાનું રહેશે . આ અંગે શાળાના આચાર્યએ વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણય કરવો .
શિક્ષણ કાર્યની પદ્ધતિ
  • જે બાળકો શાળામાં આવી શકે તેમ ન હોય તે બાળકો શિક્ષણથી વંચિત રહીન જાય તે માટેનું આયોજન કરવું .
  • શિક્ષણ વિભાગના તા .18 / 11 / 2020 , 13/02/2021 ના ઠરાવ મુજબ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણકાર્ય માટે હાજર રાખવાની વ્યવસ્થા કરવી .
  • શાળાઓ દ્વારા ઓનલાઈના એજ્યુકેશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે તે ચાલુ રાખવી .
  • શાળામાં સામુહિક પ્રાર્થના / મેદાન પરની રમતગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિન કરવી .
છાત્રાલયની વ્યવસ્થા
  • વિદ્યાર્થીઓની પથારીઓ વચ્ચે યોગ્ય અંતર જાળવવું . વિદ્યાર્થીઓને અલગ રાખવા જરૂરી કામચલાઉ વ્યવસ્થા કરવી .
  • છાત્રાલયમાં દરેક સમયે સામાજિક અંતર ફરજિયાત પણે . જળવાવું જોઈએ . મહત્વના સ્થળોએ આ અંગે સંકેતો અને સંદેશાઓ દર્શાવવા .
  • વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહેવા માટે આવે તે પહેલાં તેઓનું તમામ રીતે સ્ક્રીનીંગ કરવું જોઈએ .
  • જેઓને રોગના ચિહ્નો ન હોય તેમને જ રહેવા માટે મંજૂરી આપવી .
  • છાત્રાલયમાં સ્વસ્થ આરોગ્ય ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ સિવાય અન્ય તમામ વ્યક્તિઓ માટે પ્રવેશ નિષેધ હોવો જોઈએ .
  • રસોડામાં અનાજ , કઠોળ , શાકભાજી રસોઈના વાસણો તેમજ અન્ય વસ્તુઓની સ્વચ્છતાની કાળજી રાખવી . 
  • ભોજનખંડમાં પણ soP અનુસાર નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું .
વાહન વ્યવસ્થા / ટ્રાન્સપોર્ટેશન
  • વાલીઓ તેમના વ્યક્તિગત પરિવહનનો ઉપયોગ તેમના બાળકોને શાળાએ પહોચાડવા માટે કરે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા .
  • વિદ્યાર્થીઓ વાહનમાં બેસે ત્યારે માસ્ક પહેરે તેમજ હાથ સેનેટાઈઝ કરે તે સુનિશ્ચિત કરવું .
  • બાળકોને શાળાએ લઈ જતા વાહનને દિવસમાં બે વાર - વિદ્યાર્થીઓ તેમાં મુસાફરી કરે તે પહેલાં અને પછી સેનેટાઈઝ કરવા સૂચનાઓ આપવી .
  • વિદ્યાર્થીઓને વાહનમાં બિનજરૂરી કોઈ જગ્યાએ સ્પર્શન કરવા સૂચના આપવી . 
  • શાળાના પરિવહનના ડ્રાઈવર અને કંડકટરે વિદ્યાર્થીઓ વચ્ચે શારીરિક સામાજિક અંતરને સુનિશ્ચિત કરવું જોઈએ .
  • વાહનની બધી બારીઓ ખુલ્લી રાખવી હિતાવહ છે . જે વિદ્યાર્થીઓ સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરે છે તેમને શાળા દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવું .
SOP નું પાલન
  • કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની SOP સંપૂર્ણપણે સ્વીકારીને તેનું પાલન કરવાનું રહેશે .
  • જિલ્લા કક્ષાએ તેમજ શાળા કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિ મુજબ સ્થાનિક sOP તૈયાર કરવી .
  • ગુજરાત રાજ્યમાં આવેલી તમામ સરકારી , ગ્રાન્ટ - ઈન એઈડ તેમજ સ્વનિર્ભર શાળાઓ , કે.જી.બી.વી. , સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓએ આ sOP લાગુ પાડવાની હેશે .
Title of the document

Schools re-open Official SOP PDF