Search Suggest

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે CM રૂપાણીની મોટી જાહેરાત, જુઓ, કોરોના કાળમાં કિસાન હિતકારી નિર્ણય

  • પાક ધિરાણની રકમ ભરપાઈ કરવાની મુદત 30મી જૂન સુધી લંબાવવાની જાહેરાત.
  • રાજ્ય સરકારના 4 અને ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજની રકમ રાહત દરે ગુજરાત સરકાર આપશે.
ગુજરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વર્તમાન કોરોનાના કપરા સમયમાં રાજ્યના તમામ ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપવા બાબત ખેડૂતો માટે હિતકારી નિર્ણય લીધો છે. અત્યારે ખેડૂતો માટે પાક ધિરાણની રકમ ભરપાઈ કરવાની મુદત 30મી જૂન સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે

CM Rupani's big announcement for Gujarat farmers, see, farmer friendly decision in Korona period

ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અત્યારના covid-19 ના આવા કપરા સમયમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને પોતાના પાક ધિરાણની જે રકમ હોય તે ચૂકવવામાં મોટી રાહત આપતો ખેડૂત પક્ષીય લાભકારી નિર્ણય લીધો છે. જેે મુજબ હવે ખેડૂતો માટે પોતાના પાક ધિરાણની રકમ પરત કરવાની મુદત 30મી જૂન 2021 સુધી લંબાવવામાં આવેેલી છે.

વધુમાં જોઈએ તો ગુજરાત રાજ્યના સહકારી ધિરાણ માળખા પ્રમાણેના ખેડૂતો માટે રાજ્ય સરકારના 4 અને ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજની રકમ રાહત દરે ગુજરાત સરકાર આપશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ સાથે કોરોના મહામારીના મુશ્કેલ આ સમયે રાજ્યના ધરતી પુત્ર એવા ખેડુઓને આર્થિક સહાયક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય આપ્યો છે. CM રૂપાણીના આ ખેડૂત તરફી લાભકારી નિર્ણયના કારણે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતમાં વધારાનો કુલ 16.30 કરોડનો ખર્ચ પણ ભોગવશે.

CM Rupani's big announcement for Gujarat farmers, see, farmer friendly decision in Korona period

News Source : Zee News