Search Suggest

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના ભયંકર સંકટ બંદરો પર 10 નંબરનું સિગ્નલ અપાયા. જાણો સિગ્નલનો શું થાય છે અર્થ ?

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના ભયંકર સંકટ વચ્ચે દરિયાકાંઠાના મોટા મોટા બંદરો પર હવે 10 નંબરનું સિગ્નલ આપવામાં આવી રહ્યું છે. જાણો કયા નંબરના સિગ્નલનો શું થાય છે અર્થ ?

Cyclone વિશે તમામ માટે વાંચવા જેવી માહિતી

વાવાઝોડુ આવે તો શુ કરવુ, શુ ન કરવુ ???
વાવાઝોડા સમયે શુ કરવુ ?
વાવાઝોડુ ગયા બાદ શુ કરવુ ??
ઈમેજમા સરસ માહિતી👇


સાવચેતી એ જ સલામતી / વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું 

વાવાઝોડા પહેલાં શુ સાવચેતી રાખવી

  • અફવાઓથી દૂર રહેવું અને ખોટું પેનિક ન કરવું 
  • મહત્વના સામાના અને દસ્તાવેજ વોટરપૂક બોક્સમાં મૂકવા 
  • મોબાઈલ ફોન પૂરો ચાર્જ કરી લેવો 
  • જરૂરી ચીજવસ્તુઓની ઇમર્જન્સી કીટ તૈયાર રાખવી 
  • ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ સુરક્ષિત મુકવી
  • ઘર સુરક્ષિત ન હોય તો સ્થળાંતરિત થાઓ 

વાવાઝોડા સમયે અને ત્યારબાદ શુ સાવચેતી રાખવી

  • વીજળી અને ગેસનો સપ્લાય બંધ કરવો 
  • અધિકારીક અને સાચા સમાચાર પર વિશ્વાસ કરો 
  • બારી - બારણાં બંધ રાખવા
  • જે બહાર છો તો અસુરક્ષિત બિલ્ડિંગ કે મકાનમાં જવું નહીં
  • બહાર તૂટેલાં વીજળીના થાંભલા , વાયર , તીક્ષ્ય વસ્તુઓથી દૂર રહેવું
  • ઉકાળેલું અને ક્લોરિનયુક્ત પાણી પીઓ

વરસાદની આગાહિ
8 જુનથી મૃગશીર્ષ નક્ષત્રનો આરંભ થશે.
❓ કઈ કઈ  તારીખોમા કેવો વરસાદ પડી શકે તેની આગાહિ.
સમગ્ર ચોમાસાની તારીખવાઈઝ આગાહિ.

👉 વરસાદની આગાહીના ન્યુઝ અહીંથી વાંચો

વાવાઝોડું કેટલે પહોંચ્યું અને હવે કઈ બાજુ આગળ વધશે તે જાણવા માટેની લિંક

👉 Live જોવા અહીં ક્લિક કરો

અત્યારે ગુજરાતમાં વાવાઝોડાના ભાટે સંકટ વચ્ચે દરિયાકિનારાના બંદરો પર હવે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ગુજરાતના માથે તોફાનની તબાહીનું સંકટ તોળાઈ રહ્યુ છે ત્યારે, 
દરિયાકિનારાના મોટા બંદરો પર અત્યંત ભયજનક સ્થિતિના સિગ્નલ અપાયા છે. 

અમરેલી અને વેરાવળમાં પણ 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે

જ્યારે કોરોના વાયરસનો કહેર દેશમાં વારતાઇ રહયો છે એવામાં ગુજરાત રાજ્ય ના માથે વાવાઝોડાનું એક બીજું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન પણ વધુને વધુ ભયંકર બની રહ્યું છે અને હવે તેવામાં વાવાઝોડાના હવાની ઝડપ પણ વધી રહી છે. ગઇકાલથી દક્ષિણ ભારતના વિસ્તારોમાં દરિયો અત્યંત ગાંડોતૂર બની રહ્યો છે જ્યારે ગોવા સહિતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદ સાથે તબાહી સ્વરૂપ થયો હતો જેના પછી હવે વાવાઝોડું સીધું ગુજરાત રાજ્યની તરફ આગળ વધી રહ્યું છે, હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં અત્યતં ભયજનક સ્થિતિના સિગ્નલ પણ આપી દેવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદના બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યના દરિયાકિનારે અત્યંત ભારેથી અતિભારે સ્થિતિમાં પવન ફૂંકાવાની શક્યતા હોવાના કારણે અમરેલીના જાફરાબાદના બંદર પર અત્યારે 10નું સિગ્નલ આપવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયા કિનારામાં સવારથી ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે અત્યારે દરિયાની આસપાસ પણ જોવા જવા પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે.

વેરાવળ બંદર ઉપર પણ 10 નંબરનું ભયજનક સિગ્નલ લાગ્યું

અમરેલી જિલ્લાની જેમ જ ગીર સોમનાથના દરિયા કિનારે પર પણ વાવાઝોડાનું મોટું સંકટ વર્તતું હોવાથી વેરાવળના બંદર પર પણ 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.


જાણો કયા નંબરના સિગ્નલનો શું અર્થ થાય છે ?

1. નંબરનું સિગ્નલ
વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપતી નિશાની દર્શાવે છે.

2. નંબરનું સિગ્નલ
વાવાઝોડું અત્યારે સક્રિય છે, દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડી શકે છે, તે દર્શાવે છે

3. નંબરનું સિગ્નલ
સપાટીવાળી હવાથી બંદર ભયમાં હોવાનું જણાવે છે

4. નંબરનું સિગ્નલ
વાવાઝોડાથી આ બંદર ભયમાં રહેલ છે, પરંતુ ભય એવો ગંભીર જાણતો નથી, કે જેના કારણે અત્યારે કોઈ સાવચેતીના વિશેષ પગલા લેવાની જરૂર પડે.

5. નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું અત્યારે બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારો ઓળંગવાની સંભાવના દર્શાવે છે.

6. નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર દિશા તરફ કિનારો ઓળંગવાની સંભાવના રહેલી છે તેમ દર્શાવે છે.

7. નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી થોડા નજીક અથવા બંદરની માત્ર ઉપરથી પસાર થવાની સંભાવના છે, બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે તેમ દર્શાવે છે

8. નબરનું સિગ્નલ
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાની સંભાવના છે. અને બંદરે તોફાની હવાનો અનુભવ થાય તેવી શક્યતા વધારે છે

9. નંબરનું સિગ્નલ
અતિ ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવી સંભાવના દર્શાવવા માટે વપરાય છે

10. નંબરનું સિગ્નલ
અતિ ભારે જોરવાળું વાવાઝોડું બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા દર્શાવે છે

11. નંબરનું સિગ્નલ
તાર ટેલિફોન અને મોબાઈલ વ્યવહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ થાય, અત્યંત ભયજનક સ્થિતિ સર્જાઈ શકે તેવી સંભાવના ગણાય.

અત્યારે ગુજરાતથી 250 થી 300 કિલોમીટર દૂર છે `તૌકતે' વાવાઝોડું

ગયા સોમવારના સવારની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું ગુજરાતથી દૂર દરિયાની અંદર લગભગ 250 થી 300 કિમી દૂર રહેલું હતું અને આજે સાંજનાથી જ તેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શરૂઆત થઈ જાય તેવી મોટી સંભાવના છે. જ્યારે વહેલી સવારે જ આ વાવાઝોડું ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પસાર થવાની શરૂઆત થશે.. જેમાં કયા જિલ્લાઓ છે ? તો, પોરબંદર, અમરેલી તથા મહુવાથી આ વાવાઝોડું પસાર થતાં ત્યાં સૌથી વધારે અસર આ જિલ્લાઓમાં જોવા મળી શકશે.


તૌકતે વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી


વર્તમાન પરિસ્થિતિ મુજબ આ વાવાઝોડું આવતીકાલ એટલે કે મંગળવાર / બુધવાર સવાર સુધીમાં ગુજરાત પહોંચી જશે. આ વાવાઝોડું ગુજરાતના પોરબંદર, અમરેલી તથા મહુવા જિલ્લાઓ વચ્ચેથી પસાર થવાની શક્યતાઓ છે. વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ ભારે એવો વરસાદ પડવાની શક્યતાઓ છે. વાવાઝોડાની અસર જોકે સોમવારે સાંજથી દેખાવાની શરૂ થઈ ગઈ છે. તો તેની સાથે આખા ગુજરાત રાજ્યમાં પણ વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે.