- બ્લેક ફંગસ માટે સ્ટીરોઈડ જવાબદાર છે
- આંખ અને નાકની કોષિકાઓને નષ્ટ કરી ફંગસને ઉગવા માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરે છે.
- ઈમ્યુનિટી નબળી થવા પર અટેક કરે છે આ બ્લેક ફંગસ
- આવા નકલી સેનિટાઈઝરથી બચવાની જરૂર છે
- કઈ રીતે જાણશો કે સેનિટાઈઝર અસલી છે કે નકલી ?
સેનેટાઈઝર જ મ્યુકર મયકોસીસ (બ્લેક ફંગસ) નું મિત્ર નિકળ્યું , તો સેનિટાઈઝર વાપરતા પહેલા આટલું જરૂર વાંચી લેજો અને સેનિટાઈઝરનો ઉપયોગ કરતા સાવધાન થઈ જજો...
Sanitizer is a friend of mucosal mycosis (black fungus), be careful before use
બ્લેક ફંગસ માટે સ્ટીરોઈડ જવાબદાર છે.. પણ તેના ઉપરાંત બજારમાંથી મળતું સેનિટાઈઝર પણ એટલું જ જવાબદાર છે .
સસ્તા પ્રકારના એવા સેનિટાઈઝરમાં મેથેનોલનું પ્રમાણ વધારે હોય છે . જે આવી ફંગસને વધવામાં પણ મદદ કરે છે. જ્યારે કોરોના સંક્રમણથી બચવા માટે આપણે આ સેનેતાઈઝરનો જ ઉપયોગ કરીએ છીએ. જો તમે પણ આવું સસ્તું સેનિટાઈઝર બજારથી લાવી રહ્યા છો તો ચેતી જજો. આવુ સસ્તુ સેનિટાઈઝર તમારી હેલ્થને ભારે નુકશાન પહોંચાડી શકે છે.
અત્યારે કોરોનાના સંક્રમિત હોય એવા વ્યક્તિઓમાં વધતા બ્લેક ફંગસના કિસ્સાઓમાં આ સેનિટાઈઝરની ભૂમિકા પણ મહત્વની જોવા મળી રહી છે. એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે બ્લેક ફંગસ માટે સ્ટીરોઈડ એક ઉપરાંત ધૂળના નાના નાના કણની સાથે સાથે બજારમાં મળતા વિવિધ નકલી સેનિટાઈઝર પણ એટલું જવાબદાર છે. આવા સસ્તા સેનિટાઈઝરમાં મેથેનોલની માત્રા જરૂરથી ઘણી વધારે હોય છે.
આંખ અને નાકની કોષિકાઓને નષ્ટ કરી ફંગસને ઉગવા માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરે છે.
એક રિસર્ચમાં એવો ખુલાસો થયો છે અને IIT BHU માં સિરામિક એજીન્યર વિભાગના વૈજ્ઞાનિક એવા ડો. પ્રીતમ સિંહે જણાવ્યું હતું કે જ્યારે આપણે આવા પ્રે સેનિટાઈઝરને પોતાના ચહેરાની આસપાસ લઈ જઈએ અને લગાવીએ છીએ તો ત્યારે તેમાંથી થોડી ગણી માત્રા એ આંખો અને નાકમાં પણ જતી હોય છે. તેના થકી તેના રેટિના સાથે આંખો અને નાકની કોષિકાઓ પણ મૃત થઈ જાય છે. આવા નકલી સેનિટાઈઝરમાં લગભગ 5 ટકાની આસપાસ મિથેનોલ રહેલું છે જે ફંગસના ઉગવા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરે છે. જેના કારણે આંખોનું રેટિના પણ ખરાબ થવાની સાથે સાથે આંખોની રોશની ધીમે ધીમે ઓછી થતી જાય છે અને વ્યક્તિ સમયાંતરે અંધ થઈ જાય છે .
ઈમ્યુનિટી નબળી થવા પર અટેક કરે છે આ બ્લેક ફંગસ
આગળ જાણ્યું તે હકીકતે, અહીં પ્રોટીલિસિસ પ્રક્રિયા થાય છે એટલે કે પ્રોટીનનું લિક્વિડ નીકળતું થઈ જાય છે અને સુકાયેલા કે મૃતપ્રાય હોય તેવા પ્રોટીન ઝડપથી એક બીજા સાથે નજીક જોડાવા લાગે છે. તેના પછી ત્યાં ફંગસ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ત્યારથી આપણી રોગ પ્રતિકારક શક્તિ / ક્ષમતા ઓછી થઈ હોય તો બ્લેક ફંગસ પોતાની અસર ત્યાં દેખાડવા લાગે છે.
જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ / ક્ષમતા નબળી થાય ત્યારે બ્લેક ફંગસ તેનો અસરકારક પ્રભાવ બતાવવાનું શરૂ કરે છે.
આવા નકલી સેનિટાઈઝરથી બચવાની જરૂર છે
આજે દરેક જગ્યા પર જે વેચાતા સેનિટાઈઝરમાં પાંચ ટકાની આસપાસ મથેનોલ હોય છે. જે સીધા આપણી ચામડીને નુકસાન પહોંચાડે છે. ઘણા એવા સેનિટાઈઝર અત્યારે ગમે ત્યાં કોઈ પણ પ્રકારના ટૂલ્સ કે રેગ્યુલેશન વગર વેચવામાં આવી રહ્યા છે. તો આવા સસ્તા, નકલી અને પ્રે સેનિટાઈઝરનો ઉપયોગ શક્ય ત્યાં સુધી ન કરો.
કઈ રીતે જાણશો કે સેનિટાઈઝર અસલી છે કે નકલી ? નકલી એવા સેનિટાઈઝરમાં આઈસો પ્રોફાઈલ આલ્કોહોલની માત્રા તો ઓછી હોય છે. પણ જ્યારે અસલી સેનીટાઈઝરમાં આલ્કોહોલની માત્રા એ 70% હોય છે. જો તમે આવા નકલી સેનિટાઈઝરને વારંવાર છાંટો છો તો એવું કરવા પર તે તમને સારી સુગંધ પણ આપે છે. હવે જ્યારે તમે આ નકલી સેનિટાઈઝરનો ઉપયોગ કરશો એટલે તેમાંથી અજીબ ગંધ આવવાની શરૂ થઈ જશે. ઓરીજનલ સેનિટાઈઝર હાથમાં જલ્દી જલ્દી ફેલાય છે, જ્યારે નકલી સેનેતાઈઝર જલ્દીથી ફેલાતું નથી. આ સાથે જ અસલી સેનિટાઈઝર હોય તે હાથ પર લગાવ્યા બાદ થોડીક જ વારમાં ઝડપથી સુકાઈ જાય છે જ્યારે નકલી સેનિટાઈઝરથી હાથ વધુ સમય સુધી ભીના રહે છે અને તે સુકાતું નથી.
Sanitizer is a friend of mucosal mycosis (black fungus), be careful before use
Source : www.dailyhunt.in