નમો લક્ષ્મી યોજના 🎓✨ | Namo Laxmi Yojana For std 9 to 12 Girls in Gujarat

નમો લક્ષ્મી યોજના 🎓✨ | Namo Laxmi Yojana For std 9 to 12 Girls in Gujarati


📢 ગુજરાતની જાહેર જનતાને નમ્ર અપીલ 📢

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગની સરહાનીય પહેલ 🎉🎉

📅 તારીખ 27/5/2024 સોમવારના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ લોન્ચ થવા જઈ રહ્યું છે.

💁‍♀️ આ યોજનાના લાભ વિશે 

📚 ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.

💸 આપની દીકરીને અન્ય કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ મળશે.

📅 જૂન 2024 થી જ આ યોજનાનો લાભ મળશે.

📖 ધોરણ 9 થી 12 સુધીના ચાર વર્ષ દરમ્યાન 50,000 રૂપિયાની શિષ્યવૃતિ દીકરીના માતાના/દીકરીના ખાતામાં જમા થશે.


📋 યોગ્યતા

ધોરણ 8 માં સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ  શાળામાં અભ્યાસ કરેલ હોય અથવા નોન ગ્રાન્ટેડ ખાનગી શાળામાં આર.ટી.ઈ. અંતર્ગત પ્રવેશ મેળવેલ હોય.

વર્ષિક આવક મર્યાદા: જો ધોરણ 8 માં નોન ગ્રાન્ટેડ/સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે અભ્યાસ કરેલ હોય તો 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા છે.

📑 આવશ્યક દસ્તાવેજો

🧾 દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર
🆔 દીકરીનું આધારકાર્ડ
🆔 દીકરીના માતાનું આધારકાર્ડ
🏦 માતાનું બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક
🏦 માતા ન હોય/માતાની વિગત ના હોવાના કિસ્સામાં દીકરીના બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક
🧾 જો દીકરીએ ધોરણ 8 માં સેલ્ફ ફાઈનાન્સ શાળામાં અભ્યાસ કરેલ હોય તો વાલીની 6 લાખ સુધીની આવકનો દાખલો (ગુજરાત સરકાર દ્વારા માન્ય નમૂનાનો)

⚠️ ખાસ સૂચના
જન ધન યોજના અંતર્ગત ખોલાવેલ બેન્ક એકાઉન્ટ પણ માન્ય રહેશે.
80% હાજરી શાળામાં અનિવાર્ય છે.

📞 સંપર્ક

જો રાજ્યની કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે સીબીએસઈ બોર્ડની શાળા આ યોજનાનો લાભ આપની દીકરીને આપવામાં ઉદાસીનતા દાખવે તો જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની  કચેરીનો સંપર્ક કરવો.


મહત્ત્વપૂર્ણ લિંક્સ

👉 નમો લક્ષ્મી યોજના ની શાળા કક્ષાએ ઑનલાઇન એન્ટ્રી કરવા માટેની માર્ગદર્શિકા જુઓ

🔍 વિસ્તૃત માહિતી માટે પરિપત્ર સામેલ છે.

Website

👉 ગુજરાત સરકારની વેબસાઈટ.

Customer Care

👉 ગુજરાત શિક્ષણ વિભાગ હેલ્પલાઈન નંબર

Information Brochure

👉 ગુજરાત નમો સરસ્વતી યોજના માર્ગદર્શિકા.


🙏 આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો અને રાજ્યની દીકરીઓને આ યોજનાથી લાભાન્વિત કરશો.

🤝 સમાજની દીકરીઓને આ યોજનાનો લાભ અપાવવામાં મદદરૂપ થશો એવી અપેક્ષા....

أحدث أقدم