UDISE+ ફોર્મ ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ | How to fill the UDISE+ Form step by step information in Gujarati

UDISE PLUS FORM IN GUJARATI LANGUAGE  - PERFECT :  How to fill the UDISE+ Form step by step information in Gujarati

પ્રાથમિક & માધ્યમિક શાળાઓ માટે UDISE+ ભરવા બાબત માર્ગદર્શન. 


  સમગ્ર દેશની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓની માહિતી એકત્રીકરણ માટે પ્રતિ વર્ષ સમગ્ર શિક્ષા કચેરી તરફથી શાળાઓને Unified District Information System for Education Plus ( UDISE + ) ફોરમેટ પુરા પાડવામાં આવે છે. શાળા તરફથી મળેલ સાચી અને સચોટ માહિતીને આધારે શિક્ષા મંત્રાલય – નવી દિલ્હી તરફથી વિવિધ શૈક્ષણિક યોજના / કાયદાને આકાર આપવામાં આવે છે. – પ્રતિ વર્ષ માટેનું ( UDISE + ) ફોરમેટ મોકલવામાં આવે છે. તેમાં શાળાની કક્ષાએથી શું - શું કરવાનું છે, તેની વિગતવાર જાણકારી આ સાથે આપવામાં આવેલ છે. માર્ગદર્શક બાબતોને ધ્યાને રાખી, ( UDISE + ) ફોરમેટમાં સુધારવા લાયક બાબતોનો સુધારો કરી તથા ખૂટતી માહિતી ઉમેરીને અત્રેની કચેરીને મળી જાય, તે અંગે યોગ્ય કાર્યવાહી કરવી.

UDISE+ 2022-23ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે તથા મહત્વપૂર્ણ માહિતી

UDISE+UDISE+ 2022-23ની કામગીરી કરવા બાબત. 2022-23ની કામગીરી કરવા બાબત. સંદર્ભ:- ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના પત્ર


ક્રમાંક: D.O.No. 23-7/2022-Stats, તા. ૩૦/૦૮/૨૦૧૨.


શ્રીમાન,

આપ સુવિદિત છો કે, સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતિએ રાજયની ધોરણ ૧ થી ૧૨ ધરાવતી તમામ શાળાઓની UDISE ફોર્મમાં માહિતી મેળવી એકત્રીકરણની કામગીરી કરવામાં આવે છે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯થી UDISE ને વિસ્તૃત કરી ઓનલાઈન UDISE+ (Extended UDISE) કરવામાં આવેલ છે. National Education Policy, 2020 અંતર્ગત ૨૦૩૦ સુધીમાં પ્રિ-શાળા (પૂર્વ પ્રાથમિક) થી માધ્યમિકનો ૧૦૦% Gross Enrolment Ratio કરવા સુધીનો ધ્યેય સિધ્ધ કરવા તેમજ શાળા છોડી ગયેલા ડ્રોપઆઉટ બાળકોને ઓળખીને તેઓને શિક્ષણ પ્રણાલીમાં પરત લાવવાનું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી UDISE+ victold sletoll Data Capture Format (DCF) Profile & Facility, Teacher Student એમ ૩ (ત્રણ) વિભાગમાં વહેંચેલ છે જેમાં Student wise Data નો નવો વિભાગ ઉમેરેલ છે જેથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં આપના જિલ્લાની પૂર્વ પ્રાથમિક થી ધોરણ ૧૨ સુધીના ધોરણ ધરાવતી તમામ શાળાઓના વિદ્યાર્થીઓના નામ સહિતની વિગતો મેળવવાની રહેશે.

સમગ્ર શિક્ષા યોજના અન્વયે જિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષાએ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના શૈક્ષણિક આયોજન માટે તૈયાર કરવામાં આવતા વાર્ષિક અંદાજપત્રમાં તથા શૈક્ષણિક નીતિ આયોજન તેમજ શિક્ષણને લગતા નીતિ વિષયક નિર્ણયો લેવામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ U-DISEની માહિતીને આધારભૂત ગણી તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત RTE અધિનિયમ ૨૦૦૯ ની કલમ-૧૨(૧)(સી) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામુલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયામાં, NMMS- National Means Cun Merit Scholarship Scheme Exam અન્વયે શાળા કક્ષાએ ઓનલાઈન ભરતા વિદ્યાર્થીઓના ફોર્મમાં શાળાનો U-DISE કોડ ફરજીયાત છે તેમજ શિક્ષકોની ભરતી

પ્રક્રિયામાં શિક્ષકોના અનુભવનો આધાર તરીકે માત્ર UDISEના વર્ષવાર શિક્ષક રેકર્ડને જ આધારભૂત ગણવામાં આવે છે.

વધુમાં, આપના જિલ્લાનો નામાંકન દર, ડ્રોપઆઉટનો દર, શાળાઓની માહિતી, નામાંકન અને શિક્ષકોની માહિતી UDISE માંથી સરળતાથી મેળવી શકો છો. ઉપરાંત Performance Grading Index (PGI) Ranking UDISEની માહિતી પરથી કરવામાં આવે છે જેના પરથી સમગ્ર ભારતમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય/જિલ્લાનો ક્રમ નકકી થાય છે. આમ UDISE DATA ની અગત્યતાથી આપ વાફેક છો.

શિક્ષણનો અધિકાર (RTE) અધિનિયમ ૨૦૦૯ ની કલમ-૧૨(૩) તથા ગુજરાત રાઈટ ટુ એજ્યુકેશનલ રૂલ્સ ૨૦૧૨ માં નિયમ-૧૩(૧)(૪)(ઝ) અને તે સાથેના પરિશિષ્ટ-ર ના નમુના-રની શરતોની શરત-૧૦ અને ૧૭ અનુસાર દરેક શાળાએ આ માહિતી આપવી ફરજીયાત છે. આ અંગે ઉપરોક્ત તમામ શાળાઓની નોંધણી UDISE+ અંતર્ગત થવી જરૂરી છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં તમામ શાળા UDISEની માહિતી આપે તે રીતનું આયોજન કરવા જણાવવામાં આવે છે. જો કોઈ શાળા આ માહિતી આપવાની ના પાડે તો જે તે વિસ્તારના બી.આર.સી. કો.ઓ. અને સી.આર.સી. કો.ઓ. ને રૂબરૂ મોકલી UDISE ફોર્મની અગત્યતા અને RTE અધિનિયમની સમજ અપાવવી, શાળા પાસેથી UDISEની માહિતી મેળવવાની પ્રાથમિક જવાબદારી સી.આર.સી. કો.ઓ. અને બી.આર.સી. કો.ઓ.ની છે. તેમ છતાં પણ જે શાળા માહિતી ન આપે તો માન્યતા આપેલ અધિકારીશ્રીએ આવી શાળાની માન્યતા તાત્કાલીક રદ કરવા સુધીના શિક્ષાત્મક પગલા લેવા જણાવવામાં આવે છે.

જિલ્લાકક્ષાએ UDISE+ ની કામગીરી અંગે નીચેની બાબતો ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

(૧). જિલ્લા એમ.આઈ.એસ. કો.ઓર્ડિનેટરએ UDISE+ ઓનલાઈન એપ્લીકેશનમાં જિલ્લાના Username

અને Password થી Login થઈ પોતાની બ્લોક વાર શાળાઓની વિગતની ખરાઈ કરવાની રહેશે. (૨). જિલ્લા એમ.આઈ.એસ. કો.ઓ.એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં કાર્યરત શાળાઓની યાદી બનાવી UDISE+ ઓનલાઈન એપ્લીકેશનમાં યાદી મુજબ શાળાઓની વિગત જેવી કે, શાળાનું સંચાલન, શાળાની કેટેગરી તેમજ શાળાની સ્થિતિ (Operational, Close, Merge and Sanctioned but Not Operational) વગેરેની ખરાઈ કરી સુનિશ્ચિત કરવાનું રહેશે.

(૩). બ્લોક એમ.આઈ.એસ. કો.ઓ.એ UDISE+ School Management Moduleમાં પોતાના બ્લોક્ના Username અને Password થી Login થઈ User Management માં જઈ પોતાના બ્લોકની તમામ સરકારી, આશ્રમ શાળા, સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ), ખાનગી શાળા (બિન અનુદાનિત), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, રેલ્વે શાળા, સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત

શાળાઓના LOGIN ID Create કરવાના રહેશે. (૪). જિલ્લા પ્રોજેકટ કચેરી/જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના તમામ સ્ટાફ, તાલુકાના સ્ટાફને સંકલનમાં રાખી સી.આર.સી.કો.ઓર્ડિનેટર સાથે UDISE+ વેબસાઈટ પર LOGIN કરવાં તેમજ UDISE+ના ફોર્મની વિગતો ઓનલાઈન ભરવા અંગેની તાલીમનું આયોજન કરવાનું રહેશે.

(૫). તમામ સરકારી, આશ્રમ શાળા, સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ), ખાનગી શાળા (બિન અનુદાનિત), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, રેલ્વે શાળા, સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓની શાળા કક્ષાએથી UDISE+ ઓનલાઈન એપ્લીકેશનમાં એન્ટ્રી કરાવવાની રહેશે. (૬). સી.આર.સી. કો.ઓર્ડિનેટરએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી, આશ્રમ શાળા, મોડલ સ્કૂલ, મોડલ ડે સ્કૂલ, RMSA શાળા, ગ્રાન્ટેડ (અનુદાનિત) અને ખાનગી (બિન અનુદાનિત), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, રેલ્વે શાળા, સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં

રૂબરુ ઉપસ્થિત રહીને શાળાના આચાર્ય તથા અન્ય જવાબદાર સ્ટાફને શાળા કક્ષાએ LOGIN થઈ UDISE+ ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ સમજણ આપવાની રહેશે.

(૭). સી.આર.સી.કો.ઓર્ડિનેટરએ રાજ્ય કચેરી દ્વારા નકકી કરવામાં આવેલ સમય મર્યાદામાં શાળાએ UDISE+ ફોર્મની તમામ માહિતી ઓનલાઈન એન્ટ્રી પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તેમજ શાળાએ ઓનલાઈન એપ્લીકેશનમાં ભરેલ UDISE+ DCF Formની હાર્ડ કોપીમાં શાળાએ ભરેલ વિગતોની ખરાઈ શાળાના આચાર્ય, શિક્ષક તથા એસ.એમ.સી.ના અધ્યક્ષ/સભ્યની હાજરીમાં સ્થળ પર જ કરવાની રહેશે. જો કોઈ ક્ષતિ જણાય તો તુરંત આચાર્યશ્રીનું ધ્યાન દોરી તેમાં સુધારો કરવાનો રહેશે. ત્યારબાદ જ

શાળાએ ભરેલ UDISE+ DCF Form આચાર્યના સહી-સિક્કા સાથે જમાં લેવાનું રહેશે. તેમ છતાં જો ભરેલ માહિતીમાં કોઈ ક્ષતિ જણાશે તો તેની તમામ જવાબદારી સી.આર.સી.કો.ઓર્ડિનેટરની રહેશે. (૮). ભરાયેલ ફોર્મ સી.આર.સી. કક્ષાએથી તાલુકા કક્ષાએ પરત લેતાં પહેલા બી.આર.સી.કો.ઓ. એ તમામ સી.આર.સી.કો.ઓ. પાસેથી તેમના તાબા હેઠળની તમામ શાળાઓના UDISE+ ફોર્મ ૧૦૦% ચકાસેલ છે તેવું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

(૯). તમામ બી.આર.સી.કો.ઓ, એ તેમના તાલુકાની તમામ શાળાઓ પૈકીના ૧૫% ફોર્મ જાતે તપાસવાનાં રહેશે, જો કોઈ ક્ષતિ જણાય તો સી.આર.સી.કો.ઓ. નું ધ્યાન દોરી તે ક્ષતિ દૂર કરાવવાની રહેશે.

(૧૦), માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાની તમામ શાળાના UDISE+ ફોર્મની જિલ્લા શિક્ષાધિકારીશ્રીના તમામ સ્ટાફ, AEI અને EI દ્વારા ચકાસણી કરવાની રહેશે. (૧૧), જિલ્લા કક્ષાની સમગ્ર શિક્ષા કચેરીની દરેક શાખાના કો.ઓર્ડિનેટરે તેમની શાખાને લાગુ પડતી

વિગતો ચકાસવાની રહેશે, જેમાં.. .. જિલ્લા પ્રોજેકટ ઇજનેર તેમજ TRPએ સિવિલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી તમામ વિગતોની

ચકાસણી કરવાની રહેશે. જિલ્લા હિસાબી અધિકારીએ શાળાઓને મળતી વિવિધ ગ્રાન્ટ તથા ખર્ચની વિગતોની ચકાસણી કરવાની રહેશે.

જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓ.એ શાળાનું સરનામું, પિનકોડ, અક્ષાંશ-રેખાંશ, શાળાની કેટેગરી, શાળાનું મેનેજમેન્ટ, જ્ઞાનકુંજ, સ્માર્ટ કલાસ, ICT લેબ, કમ્પ્યુટર લેબ, ઇન્ટરનેટ સુવિધા, DTH/KU Band વગેરે જેવી મુખ્ય માહિતી ખાસ ચકાસવાની રહેશે. ઉપરાંત તમામ શાખાઓની વિગતોમાં

કોઈ ક્ષતિ છે કે કેમ તે પણ ચકાસવાનું રહેશે. જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન કો.ઓર્ડિનેટરએ કન્યાઓનું નામાંકન અને કન્યાઓને લગતી સેનીટેશનની સુવિધા, કે.જી.બી.વી.ને લગતી તમામ બાબતો ચકાસવાની રહેશે. Iv.

v. જિલ્લા આઈઈડી આઈઈડી કો.ઓર્ડિનેટરએ શાળામાં કેટેગરીવાર દિવ્યાંગ બાળકની ખરાઈ કરવાની રહેશે જેમાં શાળાએ દર્શાવેલ દિવ્યાંગ બાળકો તેની સાચી કેટેગરી મુજબ છે કે નહિ તે ચકાસવાનું રહેશે.

VI. જિલ્લા કવોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ) કો.ઓ.એ બી.આર.સી./સી.આર.સી.કો.ઓ.ને મળતી તાલીમ તથા શાળા મુલાકાતની સંખ્યાની વિગતો, શાળાના શિક્ષકોને મળતી તાલીમ, શાળા સંકુલમાં આવેલ આંગણવાડી તથા બાળ વાટિકાની વિગત, પ્રિ-પ્રાયમરી વિભાગ (નર્સરી, જુનીયર કે.જી. અને સિનીયર કે.જી.) ની વિગતો તેમજ શાળાને મળેલ પાઠ્ય પુસ્તકની માહિતીની ચકાસણી કરવાની રહેશે.

VII. જિલ્લા અલ્ટરનેટીવ સ્કૂલીંગ/એકસેસ કો.ઓ.એ શાળાના બાળકોને મળતી ટ્રાન્સપોર્ટેશન, નિવાસી શાળાની વિગત, શાળા બહારના બાળકોની વિગત, સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત વોકેશનલ એજ્યુકેશનને લગતી તમામ વિગતો ચકાસવાની રહેશે.

VIII. વર્ષ ૨૦૨૧-૨૨થી Performance Grading Index (PGI) Rankingને લગતી ૯૯% માહિતી UDISE+ માં દર્શાવેલ ડેટા પરથી કરવામાં આવે છે. જેથી Performance Grading Index (PGI)માં આવરી લેવામાં આવેલ UDISE સૂચકાંકોની તમામ જિલ્લા કો.ઓર્ડિનેટરએ વિગતો ચકાસવાની રહેશે.

(૧૨). તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સરકારી શાળાઓના શિક્ષકોના મહેકમ તથા નામાંકનની વિગતો, RTE હેઠળ ૨૫% મુજબ ખાનગી શાળામાં પ્રવેશ મેળવેલ બાળકોની માહિતીની ચકાસણી કરવાની રહેશે. (૧૩), UDISE+ અંગેની તમામ મિટીંગ અને તાલીમ પ્રોગ્રામમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા

પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સાથે મળી આયોજન કરવું તેમજ બન્ને અધિકારીશ્રીએ સમયાંતરે આ અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરવાની રહેશે.

(૧૪). UDISE+ ને લગતી તાલીમનો ખર્ચ ચાલુ વર્ષના બજેટમાં મેનેજમેન્ટ હેડ હેઠળ ઉધારવાનો રહેશે.

સમગ્ર શિક્ષાના તમામ સ્ટાફે સદર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીએ UDISE+ની માહિતીની અગત્યતા સમજી દર અઠવાડિયે આ કામગીરીની પ્રગતિ અંગેની રિવ્યુ બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવી. સમગ્ર જિલ્લાની શાળાઓના Profile & Facility, Teacher વિભાગની ઓનલાઈન કામગીરી 10 February, 2023 સુધીમાં જયારે Student wise Data ની ઓનલાઈન કામગીરી 31 March, 2023 સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.

UDISE+ 2022-23ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે તથા મહત્વપૂર્ણ માહિતી

UDISE + ભરવા માટેની માર્ગદર્શક બાબતો 

* આ સાથે આપવામાં આવેલ UDISE + દરેક શૈક્ષણિક વર્ષ માટે ભરવાનું થાય છે. 
* તેમાં કોઇ માહિતી ખોટી હોય, તો તેની ફરતે લાલ પેનથી રાઉન્ડ કરવો. 
* રાઉન્ડ કરેલ ખોટી માહિતીની બાજુમાં સાચી માહિતી ફકત લાલ પેનથી જ લખવી. 
* જો કોઇ માહિતી ઉમેરવાની થતી હોય, તો તે ફકત લીલી પેનથી જ લખવી. 
* સુધારવાની કે ઉમેરવાની માહિતી ફકત અંગ્રેજી ભાષામાં જ લખાય, તે ઇચ્છનીય છે. 
* ભરાયેલ UDISE + આચાર્યશ્રીનું નામ, હોદ્દો, સહી અને સિકકો એકુન કરીને પરત કરવું. 
* ફોરમેટ પરત મોકલતી વખતે શાળાનો જાવક સિકકો લગાવી, જાવક નંબર અવશ્ય આપવો. 
* શાળાએ પોતાની પાસે એક નકલ અવશ્ય રાખવી, જેથી જરૂરીયાતના સમયે માહિતી મેળવી શકાય. 
* ખાનગી શાળાએ પોતાની એન્ટ્રી જાતે કરવાની રહેશે. UDISE + ની ઝેરોક્ષ સી.આર.સી. – તરસાઇને આપવી. 

વિભાગઃ— ૧ શાળાનું વિવરણ સ્થાન, સંચાલન અને શૈક્ષણિક માધ્યમ સહિત ) 

• શાળાનો યુ – ડાયઝ કોડ, અંગ્રેજીમાં શાળાનું નામ, જિલ્લો, તાલુકો, વિસ્તાર, ગ્રામ પંચાયતનું નામ વગેરે વિગતો તપાસી લેવી. 
• ગ્રામીણ શાળાએ મ્યુનિસીપલ કોર્પોરેશન / નગરપાલિકામાં માહિતી ભરવાની નથી. તે ફકત શહેરી વિસ્તાર માટે છે. 
• વોર્ડની વિગત ભરવની નથી. આ ખાનું ખાલી છોડવું. વિભાગઃ —૧ ના મુદ્દા નંબર ૧.૫ થી ૧.૮ ( બી ) સુધી તપાસી લેવા. જો ખાલી હોય તો અંગ્રેજીમાં ભરવા. 
• મુદ્દા નંબર ૧.૧૦ માં મોબાઇલ નંબર, મેઇલ એડ્રેસ લખવા. જો શાળાની વેબસાઇટ કે બ્લોગ હોય, તો દર્શાવવું. 
• મુદ્દા નંબર ૧.૧૧ માં કોડ નંબર – ૧ લખવો. ( બી ) માં આચાર્યનું નામ અને ( સી ) માં આચાર્યનો મોબાઇલ નંબર. 
• મુદ્દા નંબર ૧.૧૩ થી ૧.૧૫ ( એ ) સુધી તપાસી લેવા. લાગુ પડતા કોડ ત્યાં બાજુમાં આપેલા છે. 
• ૧.૧૫ ( બી ) સરકારી શાળા / ગ્રાન્ટેડ શાળા / ખાનગી શાળાએ ભરવાનું નથી. તે બન્ને ખાના ખાલી છોડવા. 
• મુદ્દા નંબર ૧.૧૬ ( એ ) ( બી ) ( સી ) ની ત્રણેય કોલમ ભરવાની છે. તેમાં લાગુ પડતી સાચી માહિતી ભરવી. 
• મુદ્દા નંબર ૧.૧૭ માં મોટાભાગની શાળાઓએ એક – એક વર્ગ દર્શાવવાનો થશે. જો વધારે વર્ગો હોય, તો તે મુજબ માહિતી ભરવી. 
• મુદ્દા નંબર ૧.૧૯ ( એ ) માં શાળા સ્થાપના વર્ષ લખવું તથા ( બી ) માં ધોરણઃ– ૮ મંજૂર થયા વર્ષ લખવું. 
• મુદ્દા નંબર ૧.૨૨ થી ૧.૨૯ પૈકી કેટલીક કોલમો ખાલી હશે. દરેક કોલમ ભરવી ફરજિયાત નથી. તમામ કોલમ વાંચી, જાણી ભરવી જો શાળાને લાગું પડતી હોય, તો જ ભરવી.
• ૧.૩૦ માં જે ભાષા જે ધોરણમાં શીખવવામાં આવતી હોય, તે લખવું ઉદાહરણઃ– ૩ ગુજરાતી ધોરણઃ— ૧ થી ૮ દરેક ભાષા શીખતા બાળકોની સંખ્યા 2022 માટે ૩૧ માર્ચ ૨૦૨૧ ની સ્થિતિ પરથી ભરવાનો રહેશે.
• મુદ્દા નંબર ૧.૩૧ થી ૧.૩૩ ( ડી ) ની કોલમ તપાસી લેવી. ભૂલ હોય, તો સુધારી લેવી. 
• મુદ્દા નંબર ૧.૩૫ ( એ ) – ( બી ) તથા ૧.૩૬ ( એ ) – ( બી ) ની વિગતો શાળા દફતરેથી ખરાઇ કરીને લખવી. સી.આર.સી. સાથે ચર્ચા કરી લેવી. 
• કોલમ નંબર ૧.૩૭ ( એ ) માં ૫.૦૦ કલાક અને ( બી ) માં ૫.૧૫ કલાક દર્શાવવું. 
• મુદ્દા નંબર ૧.૩૮ માં પ્રાથમિક ( ધોઃ —૩ થી ૫ ) માં લેવાયેલ ગત વર્ષની એકમ કસોટીની સંખ્યા લખવી. ઉચ્ચ પ્રાથમિક ( ધોઃ —૬ થી ૮ ) માં લેવાયેલ ગત વર્ષની એકમ કસોટીની સંખ્યા લખવી. 
• મુદ્દા નંબર ૧.૩૮ ( એ ) માં વાલી સાથે પરીણામની ચર્ચા કરવામાં આવે ત્યાં કોડ – ૧ લખવો. ( બી ) માં કોડ – ૨ લખવો . 
• કોલમ નંબર ૧.૩૯ માં જુન લખવું . 
ખાનગી શાળાએ ૧.૪૧ થી ૧.૫૩ સુધીના મુદ્દા ભરવાના નથી. ખાલી છોડવા. 
• મુદ્દા નંબર ૧.૪૧ માં કોડ – ૨ લખી, તેની નીચે આપવામાં આવેલ કોષ્ટક ખાલી છોડવું. 
• મુદ્દા નંબર ૧.૪૨ અને ૧.૪૩ માં કોડ – ૨ લખવો. કોલમ ( એ ) થી કલોમ ( એફ ) ખાલી છોડવી. 
• મુદ્દા નંબર ૧.૪૪ ( ઉપચારાત્મક શિક્ષણ ) અને ૧.૪૫ ( શીખવાની અભિવૃધ્ધિ ) માં વા.લે.ગ. માં આવરી લીધેલ વિદ્યાર્થીઓની સંખ્યા લખવી. 
• કોલમ ૧.૪૬ માં ( એ ) સ્કૂલ ઇન્સપેકટરની મુલાકાત, ( બી ) સી.આર.સી. ની શાળા મુલાકાત, ( સી ) બી.આર.સી. અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મુલાકાત, ( ડી ) જિલ્લા / રાજય કક્ષાના અધિકારીની મુલાકાતની સંખ્યા લખવી. 
•  મુદ્દા નંબર ૧.૪૭ ( સી ) માં ગત વર્ષની એસ.એમ.સી. ની બોલાવવામાં આવેલ બેઠકની સંખ્યા લખવી. ( ડી ) માં કોડ – ૧ લખવો. નીચેવર્ષના ખાનામાં ૨૦૨૧ લખવું. 
• મુદ્દા નંબર ૧.૪૮ ( એ ) થી ( સી ) માં કોડ – ૨ લખવો. 
• મુદ્દા નંબર ૧.૪૯ શાળામાં ઉપલબ્ધ વર્ગખંડની સંખ્યા અને શાળામાં ભણતા બાળકોની સંખ્યાને ધ્યાને રાખી ભરવું. તેના પરથી નીચે આપેલ કોષ્ટક ભરવાનું રહેશે. ( જો હા હોય, તો જ ) 
• મુદ્દા નંબર ૧.૫૦ માં કોડ – ૧ લખવો. 
• કોલમ નંબર ૧.૫૧ ફકત તાલુકા શાળા / પગાર કેન્દ્ર શાળાએ ભરવાની છે. 
• મુદ્દા નંબર ૧.૫૨ અને ૧.૫૩ નો તમામ શિક્ષકમિત્રોએ સાથે મળી અભ્યાસ કરી ભરવાની રહેશે. જો કોઇ મુદ્દા વિશે સમજણ ન પડે, તો સી.આર.સી. – તરસાઇનો ટેલીફોનિક સંપર્ક કરવો.

વિભાગઃ– ૨ ભૌતિક સવિધાઓ, સાધનો, કમ્પ્યુટર અને ડીઝીટલ ક્ષેત્રે પહેલ 

ભાગ ( A ) શાળામાં ભૌતિક સુવિધાઓ અને સાધનોઃ

> મુદ્દા નંબર ૨.૨ ના કોષ્ટકમાં શાળા પરીસરમાં ઉપલબ્ધ બિલ્ડીંગનું સંખ્યાત્મક વિવરણ કરવાનું છે. 
> મુદ્દા નંબર ૨.૩ ના ખાનમાં નીચે પૈકી લાગુ પડતો કોડ લખવો. ખાનું ખાલી છોડવાનું નથી. 
> મુદ્દા નંબર ૨.૪ ( એ ) માં શાળામાં ઉપલબ્ધ રૂમનો ઉપયોગ વર્ગીકૃત કરવાનો છે. મુદ્દા નંબર ૨.૪ ( એ ) માં શાળા ના વર્ગખંડની સ્થિતિ સ્પષ્ટ કરવાની રહેશે. મુદ્દા નંબર ૨.૪ ( સી ) માં વધારાના વર્ગખંડ હોય, તો સંખ્યા દર્શાવવી . 
> મુદ્દા નંબર ૨.૫ ( એ ) માં મુતરડી / સંડાસની વિગતો આપવામાં આવેલ છે. તપાસી જરૂરી સુધારો હોય, તો કરવો. મુદ્દા નંબર ૨.૫ ( બી ) માં પાણીની સુવિધા હોય, તો કોડ – ૧ લખવો. પાણીની સુવિધા ન હોય, તો કોડ – ૨ લખવો. કોલમ ( સી ) અને ( ડી ) તપાસી લેવી હિતાવહ છે. 
> મુદ્દા નંબર ૨.૬ ( એ ) માં ઉપલબ્ધતા કોલમમાં કોડ – ૧ આવે, તો જ કાર્યરત કોલમમાં લાગુ પડતો કોડ લખવો. કોલમ ( બી ) અને ( સી ) આર.ઓ. પ્લાન્ટ વિશેની છે. 
> મુદ્દા નંબર ૨.૭ વરસાદી પાણીના સંગ્રહ / ભોં ટાંકા અંગેની છે. લાગુ પડતી માહિતી આ કોલમમાં લખવી. 
> મુદ્દા નંબર ૨.૮ માં હાથ ધોવા માટેની સગવડની કોલમ આપેલ છે. ખાલી હોય, તો સાચી માહિતી ભરવી. 
> મુદ્દા નંબર ૨.૯ ( એ ) માં કોડ – ૧ હશે. મુદ્દા નંબર ૨.૯ ( બી ) માં કોડ – ૨ હશે / લખવો.
> મુદ્દા નંબર ૨.૧૦ માં ડેડસ્ટોક રજીસ્ટરના પુસ્તક વિભાગ પરથી ઉપલબ્ધ પુસ્તકોની સંખ્યા લખવી. કોઇ શાળા બુક બેંક ચલાવતી હોય, તો તેની સંખ્યા લખવી. મુદ્દા નંબર ૨.૧૦ ( બી ) અને ( સી ) ની વિગત તપાસી લેવી. – 
> મુદ્દા નંબર ૨.૧૧ શાળા વિસ્તરણ માટે પરીસરની બાજુમાં જમીન હોય, તો કોડ – ૧ અન્યથા કોડ – ૨ લખવો. 
> મુદ્દા નંબર ૨.૧૨ શાળાને રમતનું મેદાન હોય, તો કોડ – ૧ લખવો . મેદાન વિહીન શાળાએ કોડ – ૨ લખવો. 
> મુદ્દા નંબર ૨.૧૩ ( એ ) થી ( ડી ) શાળા આરોગ્ય તપાસણી વિશે માહિતી ભરવાની છે. જો શાળામાં આ વર્ષ દરમ્યાન થયેલ હોય તો જ લાગુ પડતી વિગતો ભરવી. જો કોલમ ૨.૧૩ ( એ ) માં કોડ —૧ લખેલ હોય, તો જ ( ઇ ) થી ( જી ) કોલમમાં કોડ – ૧ લખવો અન્યથા ખાલી છોડવું 
> મુદ્દા નંબર ૨.૧૪ શાળાના દિવ્યાંગ બાળકો માટે રેમ્પ અને રેમ્પની એક બાજુ લોખંડ પાઇપ ( હેન્ડ રેઇલ ) વિશે. 
> મુદ્દા નંબર ૨.૧૫ માં કોડ – ૩ આવશે. 
> મુદ્દા નંબર ૨.૧૬ ( એ ) માં શાળામાં કીચન ગાર્ડન હોય તો કોડ – ૧, ના હોય તો કોડ – ૨ લખવાનો રહેશે. ( બી ) માં કીચન શેડ ( મ.ભો.યો. રસોડું ) હોય તો કોડ – ૧, ના હોય તો કોડ – ૨ લખવો. 
> મુદ્દા નંબર ૨.૧૭ કચરા પેટી અંગેની ( એ ) થી ( સી ) કોલમમાં કોડ – ૧ લખવો. 
> મુદ્દા નંબર ૨.૧૮ વિદ્યાર્થીઓ માટે શાળામાં ઉપલબ્ધ ફર્નિચર વિશે લાગુ પડતો કોડ લખવો .
> મુદ્દા નંબર ૨. ૧૯ શાળા સુવિધાની વિવિધ માહિતી આપવાની છે. જો હોય તો કોડ –૧, ના હોય તો કોડ – ર લખવો. 
> મુદ્દા નંબર ૨.૨૧ કયા સાધનો છે, તેની માહિતી આપવાની છે, જો હોય તો કોડ –૧, ના હોય તો કોડ – ર લખવો. 

ભાગ ( B ) કમ્પ્યુટરર્સ અને ડીઝીટલ ક્ષેત્રે પહેલઃ 

✦ મુદ્દા નંબર ૨.૨૨ માં ( એ ) થી ( ઓ ) સુધીની માહિતી ભરવા કોડ લખવાનો નથી, પરંતુ ઉપલબ્ધ સંખ્યા અને ચાલુ કોય તેવા સાધનોની સંખ્યા લખવાની છે. ( ડેડ સ્ટોક રજીસ્ટર પર નોંધાયેલ સાધનોને ધ્યાને રાખીને ) 
> મુદ્દા નંબર ૨.૨૩ ઇન્ટરનેટ સુવિધામાં મોટાભાગની શાળામાં કોડ -૧ આવશે. ( નેટવર્ક ન આવતું હોય, તે શાળા એ કોડ – ર લખવો ) ઇન્ટરનેટના પ્રકાર માટે ફોર્મમાં નીચે આપેલ કોડમાંથી યોગ્ય કોડ પસંદ કરી લખવો. 
> મુદ્દા નંબર ૨.૨૪ ના કોષ્ટકમાં જો સુવિધા હોય તો કોડ -૧ અને સુવિધા ન હોય તો કોડ –૨ લખવો.
> મુદ્દા નંબર ૨.૨૫ માં ડીઝીટલ લાઇબ્રેરીના પહેલા ખાનામાં કોડ – ર લખવો. તેની નીચેનું ખાનું ખાલી છોડવું. 
> મુદ્દા નંબર ૨.૨૭ માં ના ICT પહેલા ખાનામાં કોડ – ર લખવો. નીચે આપેલ ( I ) થી ( IV ) ખાલી છોડવા. 

વિભાગ : - ૩ શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફની વિગતઃ 

+ મુદ્દા નંબર ૩.૧ ( એ ) થી ( જી ) સુધી શાળામાં બીન શૈક્ષણિક સ્ટાફ જો ફરજ બજાવતો હોય, તો દરેકની સંખ્યા લખવી. અન્યથા ખાલી છોડી દેવું. 
+ મુદ્દા નંબર ૩.૨ માં શાળામાં હાલની સ્થિતિએ ફરજ નિયુકત શિક્ષકોની સંખ્યા લખવાની છે. ( એ ) કોલમમાં પુરા પગારવાળા શિક્ષકોની સંખ્યા, ( બી ) કોલમમાં વિદ્યાસહાયક અને પ્રવાસી શિક્ષકોની સંખ્યા, નીચે સરવાળો કરી કોલમ ( સી ) માં કુલ પૈકી કોઇ જાતિ બદલાવેલ શિક્ષક હોય તો કોડ –૧ લખવો, ના હોય તો કોડ – ર લખવો. 
+ મુદ્દા નંબર ૩.૩ નો અભ્યાસ કરી જવો. તેમાં દર્શાવેલ કોડ આગળ શિક્ષકની વ્યકિતગત માહિતીમાં વાપરવા. 
+ શાળામાં આજની તારીખે કાર્યરત શિક્ષકોની સીટનો ભાગઃ– A છાપેલ આપેલો છે. તેમાં કોઇ ભૂલ હોય, તો લાલ પેનથી સુધારી બાજુમાં લખવું. આ ભાગની કેટલીક કોલમ ખાલી છે, જે ફકત લીલી પેનથી જ લખવી. શિક્ષકોની સીટનો ભાગઃ– B નો વ્યવસ્થિત અભ્યાસ કરી ભરવો. ( આ માહિતી જે તે શિક્ષક પાસે ભરાવવી હિતાવહ છે
+ ફોરમેટમાં દર્શાવેલ શિક્ષકો પૈકી કોઇની બદલી થયેલ હોય, તો વિગત ઉપર લાલ પેનથી ટ્રાન્સફર લખવું. નિવૃત થયેલ હોય, તો લાલ પેનથી નિવૃત લખવું.
+ બદલીથી આવેલ કે નવી નિમણૂંક થયેલ શિક્ષકોની માહિતી સાથે આપેલ કોરી સીટ ભાગઃ– A અને ભાગઃ— B બન્ને ફકત લીલી પેનથી જ ભરવા. 

વિભાગ : – ૪ નામાંકન અને પનઃપ્રવેશ ( રીપીટર ) : 

મુદ્દા નંબર ૪ માં જાતિ બદલાવેલ બાળકો હોય તો કોડ –૧, આવા બાળકો ના હોય તો કોડ – ર લખવો. 
√ મુદ્દા નંબર ૪.૧.૧ માં પૂર્વ પ્રાથમિકની આંકડાકીય માહિતી લખવી. સરકારી પ્રામિક શાળાઓમાં નહીં આવે. 
√ મુદ્દા નંબર ૪.૧.૨ માં ધોરણઃ -૧ ની તાઃ- ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ સંખ્યા દર્શાવવી.
√ મુદ્દા નંબર ૪.૨ ( એ ) માં ધોરણઃ —૧ થી ધોરણઃ —૮ સુધીની જાતિવાર / કુમાર કન્યાવાર તાઃ- ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ સંખ્યા લખવી. આંગણવાડી ન હોય, તો તે ખાનું ખાલી છોડવું. 
√ મુદ્દા નંબર ૪.૨ ( બી ) માં ધોરણઃ —૧ થી ધોરણઃ —૮ સુધીની લધુમતિ સમુદાય પ્રમાણે તાઃ- ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ સંખ્યા લખવી. આંગણવાડી ન હોય, તો તે ખાનું ખાલી છોડવું. 
√ મુદ્દા નંબર ૪.૨ ( સી ) માં ધોરણઃ —૧ થી ધોરણઃ —૮ સુધીના આધારકાર્ડ ધરાવતા અને બી.પી.એલ. કાર્ડ ધરાવતા બાળકોની તાઃ– ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ સંખ્યા લખવી. આંગણવાડી ન હોય, તો તે ખાનું ખાલી છોડવું. 
√ મુદ્દા નંબર ૪.૩ માં તાઃ- ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ ધોરણઃ -૧ થી ધોરણઃ -૮ ના બાળકોની કુમાર કન્યાવાર અને ઉમર પ્રમાણેની સંખ્યા વિવેક બુધ્ધિથી દર્શાવવી. 
√ મુદ્દા નંબર ૪.૪ માટે જો ગુજરાતી માધ્યમવાળી શાળા હોય, તો ધોરણઃ —૧ થી ધોરણઃ —૮ ના બાળકોની સંખ્યા મીડીયમ – ૧ માં લખવી. આંગણવાડી ન હોય, તો તે ખાનું ખાલી છોડવું 
√ અહીં ખાસ નોંધવું કે મુદ્દા નં ૪.૨ ( એ ), મુદ્દા નં ૪.૩ અને મુદ્દા નં ૪.૪ ની સંખ્યા સમાન જ હોવી જોઇએ
√ મુદ્દા નંબર ૪.૫ ( એ ) માં તાઃ- ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ ધોરણઃ —૧ થી ધોરણઃ —૮ માં પુનઃપ્રવેશ આપેલ બાળકો ની જાતિવાર / કુમાર કન્યાવાર સંખ્યા લખવી. આંગણવાડી ન હોય, તો તે ખાનું ખાલી છોડવું. 
√ મુદ્દા નંબર ૪.૫ ( બી ) માં પુનઃનામાંકન દર્શાવેલ ( કોષ્ટક ૪.૫ એ ) બાળકો પૈકી ધોરણઃ -૧ થી ધોરણઃ -૮ ના બાળકોની લઘુમતિ સમુદાયવાર / કુમાર કન્યાવાર સંખ્યા લખવી. આંગણવાડી ન હોય, તો તે ખાનું ખાલી છોડવું. 
√ મુદ્દા નંબર ૪.૬ માં શાળામાં ભણતા દિવ્યાંગ બાળકોની પ્રકાર પ્રમાણે / કુમાર કન્યાવાર તાઃ- ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ ધોરણઃ —૧ થી ધોરણઃ -૮ ની સંખ્યા લખવી. ( દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષકની મદદ લેવી ) 

વિભાગઃ– ૫ બાળકોને આપવામાં આવેલ પ્રોત્સાહક લાભો અને સવિધા ( ફકત સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા માટે ) 

•  આ વિભાગ ખાનગી શાળાએ ભરવાનો નથી. 
• મુદ્દા નંબર ૫.૧ માં ધોઃ— ૧ થી ૫ ( પ્રાથમિક વિભાગ ) ના બાળકોને તાઃ– ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ સરકાર તરફથી મળેલ વિવિધ પ્રોત્સાહક લાભોની જાતિવાર / કુમાર કન્યાવાર સંખ્યા દર્શાવવી. 
• મુદ્દા નંબર ૫.૨ માં ધોઃ- ૬ થી ૮ ( ઉચ્ચ પ્રાથમિક વિભાગ ) ના બાળકોને તાઃ– ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ સરકાર તરફથી મળેલ વિવિધ પ્રોત્સાહક લાભોની જાતિવાર / કુમાર કન્યાવાર સંખ્યા દર્શાવવી. ધોઃ— ૧ થી ૫ વાળી શાળાએ આ ભાગ ખાલી છોડવો. 
• મુદ્દા નંબ ૨ ૫.૩ માં શાળાના દિવ્યાંગ બાળકોને સરકાર તરફથી આપવામાં આવેલ વિવિધ સામગ્રી / સહાયની આંકડાકીય માહિતી દર્શાવવી. 
( ઉપરોકત માહિતી પાઠય પુસ્તક વિતરણ પહોંચ, શિષ્યવૃતિ રોજમેળ, સાહિત્ય વિતરણ રજીસ્ટર વગેરે પરથી મળશે )

વિભાગઃ– ૬ વાર્ષિક પરીક્ષા પરીણામ 

✦ આ પત્રકમાં ધોરણઃ— ૩, ૫, ૮ ના પરીણામની માહિતી લખવાની છે. 
✦ વાર્ષિક પરીક્ષાના પરીણામના પ્રથમ પાના ઉપરથી માહિતી મળી જશે. 
✦ પરીક્ષામાં બેઠેલ વિદ્યાર્થીઓ અને પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સરખી હોવી જોઇએ. 
✦ ધોરણઃ— ૩, ૫, ૮ ના પરીણામ ઉપરથી જાતિવાઇઝ અને કુમાર – કન્યા વાઇઝ સંખ્યા દર્શાવવી. 

વિભાગ : - ૮ મળેલ ગ્રાન્ટ અને ખર્ચની વિગત ( ફકત સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા માટે ) 

* મુદ્દા નંબર ૮.૧ ની માહિતી એસ.એમ.સી. રોજમેળ ખાતાવહી / ખર્ચ પત્રક ઉપરી મળી રહેશે. 
* મુદ્દા નંબર ૮.૧.૧ થી ૮.૧.૭ માહિતી તારીખઃ- ૩૧/૦૩/૨૦૨૨ ની સ્થિતિએ ભરવી. 
* મુદ્દા નંબર ૮.૨ માં અન્ય રીતે શાળાને મળેલ અનુદાન દર્શાવવું. 
* મુદ્દા નંબર ૮.૩ માં લાગુ પડતા કોડ લખવા. 

વિભાગઃ— ૧૦ PGI અન્ય સૂચકાંક ( ફકત સ૨કા૨ી શાળા અને ગ્રાન્ટેડ શાળા માટે ) 

♦ મુદ્દા નંબર ૧૦.૧.૧ થી ૧૦.૧.૪ માં લાગુ પડતા કોડ યોગ્ય પુરાવા તપાસી લખવા. 
♦ મુદ્દા નંબર ૧૦.૨.૧ થી ૧૦.૨.૩ માં લાગુ પડતા કોડ યોગ્ય પુરાવા તપાસી લખવા. 
♦ મુદ્દા નંબર ૧૦.૩.૧ થી ૧૦.૩.૬ માં લાગુ પડતા કોડ યોગ્ય પુરાવા તપાસી લખવા. 

વિભાગઃ— ૧૧ શાળા સલામતી

  • મુદ્દા નંબર ૧૧.૧ થી ૧૧.૧૨ નો સંપૂર્ણ અભ્યાસ કરી, લાગુ પડતા કોડ લખવો.

વિભાગઃ— ૧૨ પ્રતિભાશાળી બાળકોની વિગત

♦ મુદ્દા નંબર ૧૨.૧ માં શાળાના કેટલા બાળકોને પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર મળેલ છે ? સંખ્યા લખવી. 
♦ મુદ્દા નંબર ૧૨.૨ માં ઉપરના કોલમમાં લખેલ સંખ્યા લખવી. 
♦ મુદ્દા નંબર ૧૨.૩ અને ૧૨.૪ ખાલી છોડવું. 
અંતિમ પાના ઉપર શાળાનું નામ, સ્થળ અને તારીખ અંગ્રેજીમાં લખવી . શાળાના આચાર્યશ્રીનું પુરૂ નામ, હોદ્દો અંગ્રેજીમાં લખવો. આચાર્યશ્રીએ સહી કરી સિકકા એકૂન કરીને અસલ નકલ સી.આર.સી. — તરસાઇને પરત કરવી.

UDISE+ ફોર્મ ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓની PDF ડાઉનલોડ કરો 


UDISE PLUS FORM GUJARATI  : (UDISE+)

how to fill udise plus form ? , how to fill u dise online, udise form pdf, student data capture format u-dise, u dise form download, student data capture format filling information step by step in Gujarati language 
UDISE is School Data Capture Format in All over india, UDISEPLUS fom kaise fill kare ? yaha step by step Full Information Diya gaya hai. Ise dekha kar app apni school ka form Fill kar sakte hai.

UDISE+ PERFECT FORM IN GUJARATI LANGUAGE :  How to fill the UDISE+ Form 2019 step by step information in Gujarati Language
udise plus form in gujarati, ssa gujarat aadhar dise update, ssa gujarat.org adhar dise, school dise code gujarat

Unified District Information System For Education Plus

(For primary to Upper Primary Schools having Grades 1 to 12)

Department of School Education & Literacy
Ministry of Human Resource Development (MHRD)

Applied for Government of India

Section
Information
Section 1
School Profile (Location, Structure, Management and Medium of Instruction
Section 2
Physical Facilities and Equipments
Section 3
Teaching and Non- Teaching Staff
Section 4
New Admissions, Enrolment and Repeaters
Section 5
Incentive and Facilities provided to children
Section 6
Annual Examination Result
Section 8
Receipts and Expenditure
Section 10
PGL Indicators
Section 11
School Safety

Note : There is 1 Master DCF (for Schools having Grades 1 to 11). 18 versions for each category of school has been designed. Questions pertaining to your category of school only will be visible to you. Questions not pertaining to your school category have been deleted. Hence, question numbers will not be in serial order.

All Fields are mandatory for your category of DCF and should not be left blank.     Page – 1 of 26
DOWNLOAD :

Click here to view & Download 


UDISE+ Form Guideline 

File-1 ||  File-2  ||  File-3
Previous Post Next Post