Search Suggest

નવરાત્રી ૨૦૨૨ શુભ મુહૂર્ત : કળશ અથવા ગરબા સ્થાપન માટે શુભ મુહૂર્ત અને સમય

Navratri 2022: શારદીય નવરાત્રી (નવરાત્રી 2022) શ્રાદ્ધ પૂર્ણ થતાની સાથે જ શરૂ થવાની છે. હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ નવરાત્રી આસો સુદ એકમની તિથિથી શરૂ થાય છે. જેમાં નવ દિવસ સુધી માતાની પૂજા કરવામાં આવે છે. આવો તમને જણાવીએ આ સાથે જોડાયેલી તમામ મહત્વની માહિતી....

Navaratri Kalash Sthapana Muhurat 17 ઓક્ટોબર 2022 થી એટલે કે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીના પહેલા દિવસે કાર્યની સમ્પન્નતાની કામના સાથે કળશ સ્થાપિત કરવાની પરંપરા અને વિધાન છે. આ કળશ માત્ર મંડપ અથવા પંડાલમાં જ નહીં પરંતુ ઘરમાં પણ કરવામાં આવે છે, લોકો નવરાત્રિના નવ દિવસ સુધી કળશ સ્થાપિત કરીને મા જગદંબાની પૂજા કરે છે. ગુજરાતમાં કળશની જગ્યાએ ગરબાને સ્થાપિત કરવાની પરંપરા છે.
 

ક્યારથી શરું થાય છે આ વર્ષે નવરાત્રી?

નવરાત્રીમાં ગરબા સ્થાપન સાથે નવરાત્રી પૂજનનો આરંભ ગણવામાં આવે છે જેથી ગરબાને શુભ મુહૂર્તમાં બેસાડવો જોઈએ. જો તમે પણ તમારા ઘરમાં કે કાર્યસ્થળ પર ગરબો બેસાડી રહ્યા હોવ તો આ વખતના શ્રેષ્ઠ મુહૂર્ત જાણો. જ્યોતિષીય ગણતરી મુજબ, 16 ઓક્ટોબરની મધ્યરાત્રિએ એક વીગને એક મિનિટે અધિકમાસ પૂર્ણ થયો છે અને નવરાત્રીની પ્રથમ તિથિનો પ્રારંભ થયો છે. અશ્વિન શુક્લ એકમન તિથિ આજે 17 ઓક્ટોબરની રાત્રે 9.30 વાગ્યે રહેશે.

નવરાત્રી ઘટસ્થાપન વિધિ

✓ નવરાત્રીના પહેલા દિવસે, સૌ પ્રથમ, સ્નાન કર્યા પછી, તમારા મંદિરને સાફ કરો.

✓ ત્યારબાદ માટીના વાસણમાં સ્વચ્છ માટી નાખી તેમાં સાત પ્રકારના અનાજ વાવો. હવે ઈશાન દિશામાં પૂજા સ્થળ પર લાલ કપડું ફેલાવો અને દેવી દુર્ગાના ફોટાની સ્થાપના કરો.

✓ તાંબા કે માટીના વાસણમાં ગંગાજળ, દૂર્વા, સિક્કો, સોપારી, અક્ષત મૂકો. કલશ પર મૌલી બાંધો અને તેમાં 5 કેરી અથવા આસોપાલવના પાન નાખો અને ઉપર લાલ ચુંદડીથી બાંધેલું નારિયેળ મૂકો. રોલી વડે સ્વસ્તિક બનાવો.

✓ હવે મા દુર્ગાના ફોટાની સામે જવનું વાસણ અને કળશ મૂકો. કળશની સ્થાપના કરતી વખતે આ મંત્રનો જાપ કરો- ओम आ जिघ्र कलशं मह्या त्वा विशन्त्विन्दव:। पुनरूर्जा नि वर्तस्व सा नः सहस्रं धुक्ष्वोरुधारा पयस्वती पुनर्मा विशतादयिः।।

✓ કળશની સ્થાપના કર્યા પછી એક દીવો પ્રગટાવો અને તમામ દેવતાઓ, નવગ્રહ, મા દુર્ગાનું આહ્વાન કરો અને પછી ભગવતીની પૂજા શરૂ કરો.

આ વખતે નવરાત્રી પર એક ખાસ અને ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. આ વખતે શારદીય નવરાત્રી શુક્લ અને બ્રહ્મયોગ સાથે શરૂ થઈ રહી છે.

જ્યોતિષના ગ્રંથ ધર્મસિંધુ અનુસાર જુઓ મુહૂર્ત

ધર્મસિંધુ ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું છે કે એકની તિથિની પ્રથમ 16 ઘડી અને ચિત્ર નક્ષત્રનો પ્રથમ ભાગ અને વૈધૃતિ યોગ કળશ સ્થાપના માટે શુદ્ધ નથી. આ ગણતરી મુજબ આ વર્ષે 17 ઓક્ટોબરના રોજ સવારે 7.25 વાગ્યા સુધી કુંભ અથવા ગરબો બેસાડવાનો સમય શુદ્ધ રહેશે નહીં, તે પછી કુંભ કે ગરભાની સ્થાપના શુભ અને કલ્યાણકારી રહેશે.

સવારે 7.25 વાગ્યાથી કળશ અને ગરબા સ્થાપનના શુભ મુહૂર્ત શરું થાય છે.

✓- રાહુકાળ સવારે 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી રહેશે.
✓- કાળ ચોઘડિયું સવારે 6.35 વાગ્યાથી 8ને 3 મિનિટ સુધી રહેશે.
✓- શુભ ચોઘડિયું 8.3 મિનિટથી 9.30 વાગ્યા સુધી રહેશે.
✓- અભિજીત મુહૂર્ત 11.43 વાગ્યાથી 12.28 મિનિટ સુધી રહેશે.

નોંધઃ સવારે 8.3 વાગ્યાથી 9 વાગ્યા સુધીનું મુહૂર્ત ઉત્તમ છે. ત્યારબાદ અભિજીત મૂહુર્ત ઉત્તમ સમય રહેશે.