એલ.ટી.સી. પ્રવાસ રાહત પેકેજ બાબતે સામાન્ય સુચનાઓ
ગુજરાત સરકારશ્રીની રજા પ્રવાસ યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા માટે ગુજરાત સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ નં . મસભ - ૧૦૨૦૧૩-૧૪૨૯૬૯ત્ર , સચિવાલય ગાંધીનગર , તા : ૨૨/૧૨/૨૦૨૦ મુજબ
- જે કર્મચારીએ એલ.ટી.સી. બ્લોક - ૨૦૧૬-૧૯ ભોગવી લીધેલ છે તેમને આ લાભ મળવાપાત્ર નથી .
- ખરીદી બિલ ૨૨-૧૨-૨૦૨૧ થી ૩૧-૦૩-૨૦૨૧ સુધીનું જ હોવું જોઇએ .
- જે કર્મચારીએ એલ.ટી.સી. રાહત પેકેજનો લાભ લેવાનો છે તેના નામે જ બિલ હોવુ જોઇએ .
- જી.એસ.ટી. રજીસ્ટર્ડ વેપારીનું બિલ ૧૨ % કે તેથી વધુ જી.એસ.ટી. કપાત થયેલું વેપારીનું હોવું જોઇએ .
- કચેરીમાં બિલો કુલ - 2 નકલમાં રજુ કરવા . જેમાં ખરીદ કરેલ વસ્તુના અસલ બિલો જ મોકલવા . આથી અસલ બિલો મંગાવી વેરીફાઈ કરવાનો પ્રશ્ન રહે નહી .
- ખરીદ કરેલ વસ્તુ માટે કપાત થયેલ જી.એસ.ટી.ની રકમ દુકાનદારે ચલણથી સરકારશ્રીમાં જમા કરાવેલ હોવી જોઇએ . જેના ચલણની નકલ બિલ સાથે ફરજિયાત જોડવાની છે . જરૂર લાગે તો અસલ ચલણ વેરીફાઈ માટે રજુ કરવાનું રહેશે , ચલણમાં જી.એસ.ટી. નંબર , તારીખ , રકમ દર્શાવેલ હોવી જોઈએ .
- તા : ૨૨/૧૨/૨૦૨૦ પહેલા નિવૃત થયેલ કર્મચારીને આ લાભ મળવા પાત્ર નથી .
- તા : ૨૨/૧૨/૨૦૨૦ પછી જન્મ તારીખના મહિનાના છેલ્લા દિવસને ધ્યાને લેતા તા : ૩૧/૦૩/૨૦૨૧ ના રોજ કે તે અગાઉના મહિને નિવૃત થતા હોય તો લાભ મળવાપાત્ર થશે . પરંતુ નિવૃત થાય તે તારીખ પહેલા બિલ કે.વ.આચાર્યશ્રી ના કોડીંગ સાથે કચેરીમાં રજુ કરવાનું રહેશે .
- ડીજીટલ માધ્યમથી જ ખરીદી કરવાની રહેશે . જે માટે બેંક પાસ બૂક અથવા બેન્ક સ્ટેટમેન્ટ ખાસ રજુ કરવાનું રહેશે .
- એલ.ટી.સી. રાહત પેકેજનો લાભ લેવા માંગતા / મળવા પાત્ર કર્મચારીની અરજી અત્રેથી તૈયાર કરેલ સાદી અરજી આપવાની રહેશે . અરજી સાથે જોડવાના આધારો સાથેનો નમુનો નીચે જોડેલ છે .
- લાભ લેવા માંગતા શિક્ષકોની અરજી કે.વ. આચાર્યશ્રીએ એક સાથે ભેગી કરી દિવસ - માં આપવી .
- અરજી અને જોડેલ આધારો સાથે કચેરીમાંથી મંજુરી આદેશ તૈયાર કરવામાં આવશે . જે કર્મચારીને આપવામાં આવશે .
- દરેક કર્મચારીએ બિલ તૈયાર કરી કે.વ. આચાર્યશ્રી મારફત જ મોકવાનું રહેશે . કે.વ. આચાર્યશ્રીએ દરેક કર્મચારી વાઈઝ જાવક નંબર , તારીખ સાથેનું ફોર્વર્ડીંગ અલગ - અલગ કરીને જ કચેરીમાં રજુ કરવાનું રહેશે .
- એલ.ટી.સી. રાહત પેકેજની રકમ આવકવેરામાં ગણવાની નથી . જેમાથી રાહત આપેલ છે ,
- એલ.ટી.સી રાહત પેકેજમાં મુસાફરી કરવાની નથી . માત્ર જાણ સારુ .
- ખરીદી માટે એક થી વધુ બિલો ચાલશે , પરંતુ દરેકમાં 12 % જી.એસ.ટી. કપાત હોવી જોઈએ. બને ત્યા સુધી ખુબ ઓછા બિલ જ રાખવા અનુકૂળ રહેશે, બને ત્યાં સુધી એ બિલ જ રાખવું .
- ૧૨ % જી.એસ.ટી. કપાત થતી હોય તેવી કોઈપણ વસ્તુ ખરીદી શકાશે .
- ૧૨ % જી.એસ.ટી. કપાત વાળી દર્શાવેલ સમયગાળાની વિમા પોલીસી ભરી શકાશે .
- કર્મચારીની સેવાપોથીમાં ૧૦ કે તેથી ઓછી જમા રહેલ પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરની રકમ ગણતરીમાં લેવાની રહેશે . જેટલા દિવસની રજા રોકડમાં રૂપાંતરની રકમ થાય તે રકમ જેટલી કે તેનાથી વધુની ખરીદી થયેલ હોવી જોઈએ .
- જેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર થાય તેટલી રજા કર્મચારીની સેવાપોથીમાથી કે.વ. આચાર્યશ્રીએ ઉધારવાની રહેશે .
- સૂચિત ભાડુ રૂ . ૬૦૦૦ / - એક ટીકીટના ધ્યાને લેવાના રહેશે . વધુમાં વધુ ચાર ટીકીટ મુજબ ( પતિ - પત્નિ , બે બાળકો સૂચિત ભાટી રકમના ત્રણ ગણા + રજા પગાર બન્નેના સરવાળા જેટલો ખર્ચ થવો જોઈએ .
- ઠરાવના મુદ્દા નં . ૧૩ મુજબ આ પેકેજનો લાભ લેવા માટે ફરજિયાત રજાનું રોકડમાં રૂપાંતર અને એલ.ટી.સી. ભાડુ બન્નેનો લાભ લેવાનો રહેશે તો જ આ પકે જ નો લાભ મળવાપાત્ર થશે .
- દરેક કે.વ. આચાર્યશ્રીએ આ પેકેજનો લાભ લેવા માંગતા શિક્ષકોની અરજી આખા કે.વ.ની એકંદર કરી એક સાથે તા . ૨૨/૦૧/૨૦૨૧ સુધીમાં રજુ કરવી . અરજી સાથે જોડવાના આધારો અરજીમાં નીચે દર્શાવવા .
- પતિ પત્નિ બન્ને નોકરીમાં હોય તો એક ને જ પેકે જ નો લાભ મળશે . રજા પગાર જો પ્રાપ્ત રજા જમા હોય તો બન્નેને માત્ર રિજા પગાર મળે .
- રજા રોકડમાં રૂપાંતરનો લાભ લેવા માટે સેવાપોથીમાં પ્રાપ્ત રજા જમાં હોવી જોઈએ . પ્રાપ્ત રજા જમા છે તે માતલબનું કે.વ.આચાર્યશ્રીનું પ્રમાણપત્ર અને જમા રહેલ સેવાપોથીના પાનાની નકલ રજુ કરવાની રહેશે . જરૂર પડે તો જમા રહેલ પ્રાપ્ત રજાના વેરીફાઈ માટે સેવાપોથી માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે .
- તા .૧ / ૪ / ૧૯૮૯ પછી નોકરીમાં દાખલ થયેલ હોય અને બે થી વધુ જીવીત સંતાન હોય તો તો તેમને એલ.ટી.સી. લાભ મળવાપાત્ર નથી .
- તા . ૩૧/૧૨/૨૦૧૮ પહેલા પૂર્ણ વેતનમાં આવેલ હોવા જોઈએ .
- એલ.ટી.સી.નો લાભ ૪ ટીકીટ ( પતિ , પત્નિ , બે બાળકો ) સુધી મળવાપાત્ર છે . કુટુંબની વ્યાખ્યામાં આવતા હોવા જોઈએ . તથા પૂર્ણ પોતાને આશ્રિત હોવા જોઈએ . રેશનકાર્ડની નકલ ફરજિયાત છે .
- ૧૦ દિવસ અથવા તેથી ઓછી જમા રહેલ પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર મળશે . જે પ્રાપ્ત રજા સેવાપોથીમાં જમા હોવી જોઈએ .
- પેકેજનો લાભ લીધા બાદ સેવાપોથી માથી રજા બાદ કરવામાં આવશે . રજાનું રોકડમાં રૂપાંતર માટે હાલમાં મેળવતા છઠ્ઠા પગારપંચ મુજબનો મૂળ પગાર ( બૅઝીક + ગ્રેડ પે ) + મૂળ પગારની ૧૬૪ % મોંઘવારી ધ્યાને લેવાની રહેશે .
- ૧ ટીકીટ હોય તો ૧૮૦૦૦ નો ખર્ચ ૧૦ દિવસ પગાર બન્નેના સરવાળા મુજબનો ખર્ચ )
- ૨ ટીકીટ હોય તો ૩૬૦૦૦ નો ખર્ચ ૧૦ દિવસ પગાર , ( બન્નેના સરવાળા મુજબનો ખર્ચ )
- ૩ ટીકીટ હોય તો ૫૪૨૦૦ નો ખર્ચ દિવસ પગાર ( બન્નેના સરવાળા મુજબનો ખર્ચ )
- ૪ ટીકીટ હોય તો ૭૨૦૦૦ નો ખર્ચ ૧૦ દિવસ પગાર ( બન્નેના સરવાળા મુજબનો ખર્ચ )
- મળવાપાત્ર બિલની ગણતરી ઠરાવમાં દર્શાવ્યા મુજબની રહેશે . જે મુજબ બિલ તૈયાર કરવાનું રહેશે .
- ફોર્મ નં .૫૭
- જી.એસ.ટી. નંબર વાળુ પાકુ બિલ અસલમાં
- ડિઝીટલ ખરીદી કર્યાના આધારો .
- બેન્ક પાસ બૂક , બેન્ક સ્ટેટમેન્ટ
- એલ.ટી.સી. મંજુરી આદેશ
- રેશનકાર્ડની નકલ
- કર્મચારીની અરજ
- રજા પગાર બિલ
- રજા પગારનો હુકમ
- ખરીદ કર્યાના બિલની નકલ
- એલ.ટી.સી. મંજુરી આદેશ
- રેશનકાર્ડની નકલ
- કર્મચારીની અરજી