Search Suggest

FAQ for Teacher Readiness Survey Program-2021

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમ -૨૦૨૧ માટેના FAQ (FAQ for Teacher Readiness Survey Program-2021

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમ -૨૦૨૧ માટેના FAQ ડાઉનલોડ કરો 

1. હોલ ટીકીટ નીકળતી ના હોય તો ? 
જવાબ : ટીચર પોર્ટલમાં શરૂઆતની એન્ટ્રી વખતે જન્મ તારીખ ખોટી નખાઈ ગઈ હોય અથવા ટીચર પોર્ટલમાં શિક્ષકનું નામ જ ન હોય અથવા ટેકનીકલ પ્રશ્ન હોય તો આવું બને છે . આવા કિસ્સાઓમાં દરેક સર્વેક્ષણ સ્થળે રીઝર્વ સાહિત્ય આપેલું છે . તેમાંથી યોગ્ય ઉપકરણ અને OMR સર્વેક્ષણ સ્થળ સંચાલકશ્રી ( CRC ) પાસેથી મેળવી સર્વેક્ષણમાં ભાગ લઇ શકશે . આ રીઝર્વ સાહિત્ય સાથે સર્વેક્ષણમાં ભાગ લેનારે . 

A. ઉપકરણમાં પ્રથમ પાનાં ઉપર ૭ આંકડાનું બેઠક નંબરનું ખાનું હશે ત્યાં CRC ક્લસ્ટર કોડ ૧૦ આંકડાનો લખવાનો રહેશે . ૧૦ આંકડાનો ક્લસ્ટર કોડ સારા અક્ષરે બેઠક નંબરની બાજુમાં અંગ્રેજીમાં લખવો . ટૂંકમાં ઉપકરણ પર ક્લસ્ટર કોડ લખવો . 
B. OMR માં પણ ૭ આંકડાના બેઠકનું નંબરનું ખાનું હશે ત્યાં ૭ ખાનાની ઉપર ક્લસ્ટર કોડ ૧૦ આંકડાનો અંગ્રેજીમાં સારા અક્ષરે લખવો . ક્લસ્ટરકોડ ઉપકરણના પેકેટ ઉપર છાપેલો છે તે CRC પાસેથી જાણી શકાશે . ટૂંકમાં OMR પર ક્લસ્ટર કોડ લખવો .
લાઈવ જોવા માટે અહી ક્લિક કરો

 

૨. ટીચર્સ પોર્ટલના ડેટા મુજબ જે શિક્ષક મિત્રો ધોરણ -6 થી 8 માં ભાષા સાથે ગણિત કે વિજ્ઞાન ભણાવે છે અથવા સામાજિક વિજ્ઞાન સાથે ગણિત કે વિજ્ઞાન ભણાવે છે તેમને શિક્ષક સજ્જતા સર્વેક્ષણ હોલ ટીકીટમાં ગણિત - વિજ્ઞાન દર્શાવેલ હશે . આ પ્રકારના શિક્ષકો જો ભાષા - સામાજિક વિજ્ઞાન ( કોડ -2 ) ના ઉપકરણ સાથે સર્વેક્ષણમાં ભાગ લેવા માગતા હોય તો સર્વેક્ષણ સ્થળ પર સંચાલકશ્રી પાસેથી ભાષા સામાજિક વિજ્ઞાન ( કોડ -2 ) નું ઉપકરણ મેળવી પ્રતિચાર આપી શકશે . 

૩. હોલટીકીટમાં ધોરણ -૫,૬,૭,૮ બતાવે છે એટલે કે અપર પ્રાયમરીનું ધોરણ અને પ્રાયમરીના ધોરણો પણ બતાવે છે અને મારે ધોરણ -૬,૭,૮ ના ઉપકરણથી ભાગ લેવો છે તો શું કરવું ? 
જવાબ : જેમના ટીચર પોર્ટલમાં પ્રાયમરી સાથે અપર પ્રાયમરી ધોરણો પણ છે તેમને બંન્ને ઉપકરણો આપવા ઉચિત ન બને એટલે આવા કિસ્સામાં ધોરણ ૧ થી ૫ ધ્યાને લીધેલ છે એટલે તેઓ ધોરણ ૧ થી ૫ ના ઉપકરણ સાથે પોતે જે વિષય ૧ થી પમાં ભણાવે છે તેને ધ્યાને રાખી સર્વેક્ષણમાં ભાગ લઇ શકશે . આમ છતાં જો શિક્ષક ધોરણ -૬,૭,૮ નો આગ્રહ રાખે તો રિઝર્વ ઉપકરણથી સર્વેક્ષણમાં ભાગ લઇ શકે છે . ( OMR બદલવાની નથી ) 
ફેસબુક માં લાઈવ જોવો
૪. ગેરહાજર શિક્ષકના ઉપકરણનો ઉપયોગ કરી શકાય ? 
જવાબ : ગેરહાજર શિક્ષકના ઉપકરણનો ઉપયોગ કરી શકાય કારણકે ઉપકરણ ઉપર કોઈ નંબર છાપેલ નથી . ( રોજકામ પણ જરૂરી નથી )

૫. ગેરહાજર શિક્ષકના OMR નો ઉપયોગ કરી શકાય ? 
જવાબ : સામાન્ય રીતે ન કરી શકાય જરૂરિયાત ઉભી થાય તો રિઝર્વ OMR નો ઉપયોગ કરી શકાય અને અતિ વિશિષ્ટ પરિસ્થિતિ ઉભી થાય તો ગેરહાજર શિક્ષકના OMR નો ઉપયોગ પણ કરી શકાય . ગેરહાજરના OMR નો ઉપયોગ કરવાનો થાય તો સ્થળ સંચાલકશ્રીએ રોજકામ કરવાનું થશે અને ગેરહાજરના OMR પર નવા શિક્ષકનો સીટ નંબર લખીને ઉપયોગ કરી શકાય . 
Youtube live
૬. હું HTAT છું પણ મારી હોલ ટીકીટમાં ધોરણ ૧ થી ૫ કે ૬ થી ૮ આવે છે તો શું કરવું ? 
જવાબ : ટીચર પોર્ટલમાં HTAT નું અપડેશન ન થયું હોય તો આમ બને આ સ્થિતિમાં HTAT ના રિઝર્વ સાહિત્યથી સર્વેક્ષણમાં ભાગ લઇ શકશે અથવા પોતે ધોરણ ૬ થી ૮ ના રિઝર્વ ઉપકરણથી પણ ભાગ લઇ શકશે . ( રોજકામ જરૂરી નથી ) OMR બદલવાની થશે નહિ . 

૭. હું મુખ્ય શિક્ષક છું પણ HTAT નથી તો શું કરવું ? 
જવાબ : હોલટીકીટમાં જે વિષયો લખેલા છે તે વિષયો આપ ભણાવો છો એટલે HTAT સીવાય અનુરૂપ ઉપકરણથી ભાગ લઇ શકાય . 

૮. રિઝર્વ સાહિત્યનો ઉપયોગ કરવા શું ધ્યાન રાખવું ? 
જવાબ : પ્રશ્ન -૧ ( A ) અને ૧ ( B ) ના જવાબ ધ્યાને રાખવા . 

૯. સર્વેક્ષણ વખતે મોબાઈલનો ઉપયોગ થઇ શકે ?
જવાબ : મોબાઈલ સ્વિચ ઓફ રાખવાનાં રહેશે . 

૧૦. ઉપકરણ કે OMR ના ફોટા પાડી શકાય ? 
જવાબ : ઉપકરણ પાછળથી વેબસાઈટ ઉપર મુકાશે . વિવાદ ન થાય માટે ઉપકરણ- OMR ના ફોટા પાડવા હિતાવહ નથી . 

૧૧. હું ધોરણ- ૧,૨ ભણાવું છું પણ મારામાં ધોરણ ૩,૪,૫ , કે ૧ થી ૫ બતાવે છે તો શું કરવું ? 
જવાબ : ધોરણ ૧ થી ૫ માટે કોમન ઉપકરણ છે એટલે પ્રશ્ન થતો નથી . આપ ૧,૨ ધ્યાને લઇ સર્વેક્ષણમાં ભાગ લઇ શકશો . 

૧૨. હું ધોરણ ૩ થી ૫ માં ગુજરાતી - અંગ્રેજી ભણાવું છું અને હોલટીકીટમાં ૬ થી ૮ નું વિજ્ઞાન આવ્યું તો શું કરવું ? 
જવાબ : ટીચર પોર્ટલમાં જે પ્રકારે વિષયો દર્શાવેલ છે તે મુજબ હોલટીકીટ છે . છતાં રિઝર્વ ઉપકરણ ( ૧ થી ૫ ) નું લઇ ભાગ લઇ શકશો . ( રોજકામ જરૂરી નથી )

૧૩. દરેક ઉપકરણમાં શરૂઆતની કલમો ફરજીયાત છે એટલે શું સમજવું ? 
જવાબ : શરૂઆતની કલમોના પ્રતિચારો તમામ શિક્ષકો માટે કોમન છે અને સૌ તે પ્રક્રિયા સાથે જોડાયેલા છે એટલે ભાગ લેનારે તેમના પ્રતિચારો આપવાના થાય . શરૂઆતની કલમો દરેક શિક્ષકના કાર્ય સાથે સંકળાયેલી હોય એટલે સર્વેક્ષણના સંદર્ભે આ કલમોના પ્રતિચાર આપવા ઉચિત થાય છે . 

૧૪. સર્વેક્ષણ સ્થળ બદલવું છે તો શું કરવું ? 
જવાબ : જો નિયત કરેલ સ્થળમાં પુરતી વ્યવસ્થા કે કોઈ અન્ય કારણથી સર્વેક્ષણ સ્થળ બદલવું પડે તો આ નિર્ણય જિલ્લા ઝોનલ , તાલુકા ઝોનલ અને સ્થળ સંચાલકશ્રી DPEO શ્રીના પરામર્શનથી બદલી શકશે . પરંતુ સંબંધીતોને જાણ થાય તે જરૂરી છે . સ્થાનિક લેવલે નિર્ણય લેવો . 

૧૫. સર્વેક્ષણ સ્થળ માટે સ્થળનું નામ ઉલટ સુલટ થયેલ છે તો શું કરવું ? 
જવાબ : ઉપરના પ્રશ્ન નંબર ૧૪ નો જવાબ ધ્યાને રાખી સ્થાનિક લેવલે નિર્ણય લઇ શકાય . 

૧૬. ધોરણ ૧ થી ૭ ની શાળા છે અને શિક્ષક ધોરણ ૧ થી ૭ માં અલગ અલગ વિષયો ભણાવે છે ? 
જવાબ : આ પ્રકારના શિક્ષકોએ ધોરણ ૧ થી ૫ ના ટૂલ પર પ્રતિચાર આપવાના રહેશે . તેઓ ધોરણ ૧ થી ૫ માં જે વિષયો ભણાવે છે તે વિષય સંબંધી પ્રતિચાર આપવાના રહેશે . 

૧૭. ધોરણ ૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાન શિક્ષક છે અને હોલટીકીટમાં ધોરણ ૧ થી ૫ બતાવે છે ? 
જવાબ : જો તે શિક્ષક ખરેખર ધોરણ ૬ થી ૮ માં સામાજિક વિજ્ઞાનના શિક્ષક હોય તો તેમને ટ્રલ નંબર -૨ ( ભાષા તથા સામાજિક વિજ્ઞાનનું ) આપવું .

૧૮. પ્રજ્ઞા ચક્ષુ શિક્ષકોને મુકિત છે ? 
જવાબ : સર્વેક્ષણ મરજીયાત છે અને ઉપકરણ પણ પ્રજ્ઞાચક્ષુ માટેનું નથી એટલે તેમણે ભાગ લેવાનો નથી . 

૧૯. પોર્ટલમાં જન્મ તારીખ ખોટી હોવાથી હોલટીકીટ ડાઉનલોડ થતી નથી તો શું કરવું ? 
જવાબ : આપનું નામ ૦૧ પત્રકમાં હશે તે જાણી સીટ નંબર મેળવી ભાગ લઇ શકાય .

 અગાઉ પણ અનેક વખત કહેવામાં આવેલ છે તેમ સર્વેક્ષણ મરજીયાત છે એટલે ક્યાય પત્ર વ્યવહારમાં પણ ફરજીયાત શબ્દ ના આવે તેની કાળજી સૌ લઈએ .