Balrang Mahotsav 2022 | રાષ્ટ્રીય બાલરંગ મહોત્સવ

મધ્ય પ્રદેશ રાજ્યમાં યોજાનાર રાષ્ટ્રીય બાલરંગ મહોત્સવ 2022 માં જુદા જુદા રાજ્યના પરંપરાગત નૃત્ય પ્રદર્શન માટેની સ્પર્ધા યોજાનાર છે.

( ગુજરાત રાજ્યના વિસ્તાર કે પ્રદેશનું પરંપરાગત લોકનૃત્ય સ્પર્ધા ) 

સંદર્ભ : Directorate of Public Instruction Madhya Pradesh,
Date : 11/10/2022,
D.O Letter No. 2071

 ચાલુ વર્ષ શિક્ષણ વિભાગ , મધ્યપ્રદેશ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય , મીનીસ્ટ્રી ઓફ કલ્ચર , ભારત સરકાર ( IGRMS , Gov. of India ) દ્વારા રાષ્ટ્રીય બાલરંગ મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવેલ છે . જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને આપણા દેશના વિવિધ પ્રદેશોના વિવિધ સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનશૈલી બાબતે લોકોમાં જાગૃતિ કેળવવાનો છે . વિવિધ રાજ્યોની ટીમો વચ્ચે પરંપરાગત નૃત્યોની સ્પર્ધા માટે એક નેશનલ ડાન્સ કોમ્પીટીશનનું આયોજન આગામી તારીખ 18 અને 19 ડિસેમ્બર , 2022 ( રવિવાર અને સોમવાર ) ભોપાલ , મધ્યપ્રદેશ મુકામે કરવામાં આવેલ છે.

તમામ જિલ્લાની માધ્યમિક , ઉચ્ચત્તર - માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાંથી ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક દર્શન કરાવતું રાજ્યના જિલ્લાઓના પરંપરાગત લોકનૃત્યની એક શ્રેષ્ઠ ટીમને જિલ્લાકક્ષાએથી તટસ્થ રીતે પસંદ કરી , તેની નીચે મુજબની વિગતો અત્રેની કચેરીના ebsbguj@gmail.com ઈ - મેઈલ પર તા . 25/11/2022 શુક્રવાર , સાંજ 6.00 કલાક સુધીમાં સત્વરે મોકલી આપવા.
  • આ સ્પર્ધામાં માત્ર કુમાર અથવા માત્ર કન્યા અથવા કુમાર - કન્યા મિશ્રની કોઈ એક ટીમને મોકલવાની રહેશે . 
  • પરંપરાગત નૃત્ય પ્રદર્શન દરમિયાન ગાયન અને વાદન અને નૃત્યની રજુઆત આ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમના કુલ 15 સભ્યોએ સાથે મળી કરવાનું રહેશે , આ નૃત્ય સમયે પરંપરાગત લોકનૃત્યના શબ્દોનું ગાયન - ઉચ્ચારણ , સંગીતના વાજિંત્રોનું વાદન વગેરે કાર્યનું સંચાલન સ્પર્ધક ટીમના સભ્યો દ્વારા જ કરવાનું રહેશે . 
  • પરંપરાગત નૃત્ય પ્રદર્શન દરમિયાન કોઇ પણ ડીજીટલ માધ્યમ , કેસેટ - સિડી - પેનડ્રાઈવ - અન્યનો ઉપયોગ થઈ શકશે નહીં 
  • પરંપરાગત નૃત્ય પ્રદર્શન સ્પર્ધા માટે નૃત્યનો સમય વધુમાં વધુ 10 મિનીટનો રહેશે . 
  • આપના જિલ્લામાંથી પસંદ કરેલ કોઈ એક ટીમના પરફોર્મન્સની વિડીયોગ્રાફી કરી જિલ્લાના ઈમેલ - ગુગલ ડ્રાઈવ ઉપર અપલોડ કરી , તેની ગુગલ ડ્રાઈવની લિંક અત્રેની કચેરીના ebsbguj@gmail.com ઈ - મેઈલ પર મોકલશો
  • જિલ્લામાંથી આવેલ ટીમના 10 મિનીટના વિડિયોનું મૂલ્યાંકન રાજ્યકક્ષાની જ્યુરીટીમ દ્વારા થશે અને તે પૈકી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કોઈ એક ટીમને તા .18 અને 19 ડિસેમ્બર , 2022 ( રવિવાર અને સોમવાર ) ભોપાલ , મધ્યપ્રદેશ રાજ્ય ખાતે સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવશે 

આ સ્પર્ધા બાબતે અન્ય જરૂરી વિગતો માટે સંપર્ક 
✓ ભરતસિંહ વાઘેલા 9879503835
✓ હેમલબેન પંડયા 9924208671
Previous Post Next Post