Search Suggest

Trouve H2 Hyper Maxi: એક જ ચાર્જમાં 230 KM સુધી ચાલશે આ સ્કૂટર, ફીચર્સ જાણીને તમે દંગ રહી જશો

Trouve H2 Hyper Maxi Schooter


ઈલેક્ટ્રિક વાહનો હવે ભારતમાં ઝડપથી બજારમાં પ્રવેશી રહ્યાં છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ઈલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ્સ પણ નવા ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરતા જોવા મળે છે.


ઈલેક્ટ્રિક વાહનો હવે ભારતમાં ઝડપથી બજારમાં પ્રવેશી રહ્યાં છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ઈલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ્સ પણ નવા ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરતા જોવા મળે છે. તેમાંથી મોટાભાગના ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ છે. ટ્રોવ મોટર પણ તેમાંથી એક છે જેણે તાજેતરમાં H2 નામના હાઇપર મેક્સી સ્કૂટરનું ટીઝર રિલીઝ કર્યું છે. જે ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇક હોવાનું કહેવાય છે. કંપનીએ જણાવ્યું હતું કે નવા H2ને સંપૂર્ણપણે ભારતમાં કંપનીની બેંગ્લોર સ્થિત R&D સુવિધામાં ડિઝાઇન અને વિકસાવવામાં આવી રહ્યું છે.

પ્રી-બુકિંગ ઓગસ્ટમાં શરૂ થશે

ટ્રોવ મોટરે એ પણ જાહેરાત કરી છે કે નવા મેક્સી સ્કૂટર માટે પ્રી-બુકિંગ ઓગસ્ટ 2022માં શરૂ થશે. જ્યારે 2023ની શરૂઆતથી ઇલેક્ટ્રિક સ્કૂટર ગ્રાહકોને મળવાનું શરૂ કરશે. જો તમને આ ઈ-સ્કૂટરમાં રસ છે, તો તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર તમારી રુચિ નોંધાવી શકો છો. આ સ્કૂટર સાથે લિક્વિડ કૂલ્ડ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવશે, જોકે, કંપનીએ તેની ટેકનિકલ માહિતી શેર કરી નથી. પરંતુ કંપનીએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક મોટર 4.8 કિલોવોટ પાવર આપશે અને તેની પીક પાવર 7.9 કિલોવોટ હશે.

એક જ ચાર્જમાં 30 કિમી સુધીની રેન્જ

કંપનીએ કહ્યું કે આ ઇલેક્ટ્રિક મોટર ખૂબ જ પાવરફુલ છે. જે સ્કૂટરને 4.3 સેકન્ડમાં 0-60 kmphની ઝડપે લઈ જાય છે. સૌથી ખાસ વાત એ છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સિંગલ સ્પીડ ટ્રાન્સમિશન, અપસાઇડ ડાઉન ફોર્ક, મોનોશોક રિયર અને એક જ ચાર્જમાં LED હેડલાઇટ આપવામાં આવશે. તેના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક મળશે. જે 2-પિસ્ટન કેલિપર્સથી સજ્જ હશે. મેક્સી સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, બિલ્ટ ઇન ગૂગલ અને ઇન્ટરનેટ સંચાલિત 4જી ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી ઘણી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.

BMW Maxi Scooter C400GTBMW C400GT Launch: બીઓમડબલ્યુએ પહેલું સ્કૂટર BMW Maxi Scooter C400GT લોન્ચ કર્યું છે. તેની બજારમાં પ્રારંભિક કિંમત 9.95 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

BMW First Scooter: લોકપ્રિય ઓટો કંપની BMW Motorrad (BMW) એ ભારતમાં પહેલું સ્કૂટર BMW Maxi Scooter C400GT લોન્ચ કર્યું છે. તેની બજારમાં પ્રારંભિક કિંમત 9.95 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ સ્કૂટરનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ સ્કૂટર આલ્પાઇન વ્હાઇટ અને સ્ટાઇલ ટ્રિપલ બ્લેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. ચાલો તેના ફીચર્સ અને તેના એન્જિન વિશે જાણીએ......

BMW નું સ્કૂટર C400GT મજબૂત બોડી પેનલ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં લાંબી વિન્ડસ્ક્રીન, પુલ-બેક હેન્ડલબાર, લાંબી બેઠકો, ડ્યુઅલ ફૂટરેસ્ટ્સ, ફુલ-એલઇડી લાઇટિંગ, કીલેસ ઇગ્નીશન, હીટેડ ગ્રીપ્સ, હીટેડ સીટ્સ, એબીએસ, એન્ટી-થેફ્ટ એલાર્મ સિસ્ટમ અને બ્લૂટૂથ-સક્ષમ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

એન્જિન અને ટોપ સ્પીડ

એન્જિન વિશે વાત કરીએ, તો કંપનીએ તેમાં 350cc વોટર-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર 4-સ્ટ્રોક એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે CVT ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ એન્જિન 33.5bhp પાવર અને 35Nm ટોર્ક જનરેટ કરે છે. આ શક્તિશાળી એન્જિન મેક્સી સ્કૂટર 9.5 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 139 kmph છે.

કોની સાથે થશે સ્પર્ધા

જોકે BMW મેક્સી સ્કૂટર C400GT ની કિંમત એટલી છે કે ભારતમાં તેની કોઈ સ્પર્ધા નથી, તે સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125 અને એપ્રિલિયા એસએક્સઆર 160 સિવાય આગામી હોન્ડા ફોર્ઝા 350 સાથે સ્પર્ધા કરી શકે છે. જોકે, હજુ સુધી એ નક્કી નથી થયું કે હોન્ડા આ સ્કૂટર ભારતમાં લોન્ચ કરશે કે નહીં.

Hero Electric Maxiએક્ટિવાથી પણ સસ્તું છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર જાણો ખાસિયતો વિશે...

ભારતમાં સ્કૂટર્સનો ખૂબ જ ક્રેઝ છે. માઇલેઝ લૂક્સ સારા હોય તો ભારતના લોકોમાં ઉત્સુકતા રહે છે. અમે તમને એક એવા જ સ્કૂરટ વિશે જણાવીશું જે આ એક ઈલેક્ટ્રિક સ્કૂટર છે. આવો જાણીએ તેની ખાસિયતો..

આ સ્કૂટરનું નામ છે Hero Electric Maxi. ચાર્જેબલ બેટરીથી ઓપરેટ થતું આ સ્કૂટરમાં 48 વોલ્ટ પાવરની બેટરી છે.


Hero Electric Maxi ની બેટરીમાં મેન્ટેન્સનો કોઇ ખર્ચ નથી અથવા તો તેમાં અન્ય કોઇ પ્રવાહી પદાર્થ નાખવાની જરૂર નથી. આ સ્કૂટરની બેટરી 6-8 કલાકમાં ફૂલ ચાર્જ થાય છે અને તેણે 70 કિલોમીટર સુધી સળંગ ચાલાવી શકે છે.

Hero Electric Maxi ની એક્સ-શોરૂમની કિંમત 32490 રૂપિયા છે. ઑન રોડ કિંમત 35 000 રૂપિયાની ઉપર છે. કિંમતના હિસાબે ભારતમાં સૌથી વધુ વેચાતા હોન્ડા એક્ટિવા સ્કૂટરથી પણ સસ્તું છે.

ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. ખર્ચના હિસાબે પણ ઘણી સસ્તી છે. આ એક 2 સીટર સ્કૂટર છે.

Honda Forza 300 Maxiઆ મેક્સી-સ્કૂટર ભારતમાં થઇ શકે છે લૉન્ચ, જાણો ખાસ વાતો

Honda Forza 300 મેક્સી સ્કૂટરમાં ઘણા શાનદાર ફીચર્સ અને પાવરફુલ એન્જીન આપવામાં આવ્યું છે. આ સ્કૂટર ઇન્ટરનેશનલ માર્કેટમાં પહેલાથી ઉપલબ્ધ છે. પરંતુ હવે ભારતમાં લૉન્ચ થઇ શકે છે.

જાપાનની ટુ-વ્હીલર કંપની હોન્ડાના સ્કૂટર્સ ભારતના માર્કેટમાં જોરદાર ફેમસ છે. હોન્ડાનું એક્ટિવા દેશમાં સૌથી વઘારે વેચાતું સ્કૂટર છે. હવે કંપની ભારતમાં મેક્સી-સ્કૂટર એટલે કે મોટું અને ભારે એન્જીન કેપેસીટિનું સ્કૂટર લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર કંપની ડિસેમ્બર સુધી ભારતમાં Honda Forza 300 મેક્સી-સ્કૂતર લૉન્ચ કરી શકે છે. એની એક્સ શોરૂમ કિંમત 7 લાખ રૂપિયાની આસપાસ હશે. એને ભારતમાં CBU (કમ્પ્લીટ બિલ્ડ યૂનિટ, એટલે કે સમગ્ર રીતે બનેલી) ના રૂપમાં લાવવામાં આવશે. 


Honda Forza 300 મેક્સી-સ્કૂટરમાં ઘણા શાનદાર ફીચર્સ અને પાવરફુલ એન્જીન આપવામાં આવ્યું છે. સ્કૂટરમાં ઇલેક્ટ્રિક રીતે એડજેસ્ટ થતી વિંડ સ્ક્રીન. ઇન્ટીગ્રેટેડ એલઇડી ડીઆરએલની સાથે ટ્વિન-હેડલેમ્પ, એનાલૉગ-ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કંસોલ અને હોન્ડા સિલેક્ટેબલ ટૉર્ક કંટ્રોલ જેવી ફીચર્સ છે. એમાં સીટની નીચે બે ફુલ-ફેસ હેલમેટ રાખવાની પૂરતી જગ્યા છે. સાથે જ ફ્રંટ એપ્રનમાં પણ સ્ટોરેજની સુવિધા છે. , જેને લૉક કરી શકાય છે. સ્કૂટરમાં 12v ચાર્જિંગ સૉકેટ પણ આપવામાં આવ્યો છે. 


શાનદાર લુક વાળા આ સ્કૂટરમાં 279CC, લિક્વિડ-કૂલ્ડ એન્જીન છે, જે 7000 rpm પર 25 bhp નો પાવર અને 5750 rpm પર 27.2 Nm ટૉર્ક જનરેટ કરે છે. એન્જીન CVT થી લેસ છે. બ્રેકિંગની વાત કરીએ તો એના ફ્રંટમાં 256mm અને રિયરમાં 240mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સ્કૂટર ડ્યૂલ-ચેનલ એબીએસથી લેસ છે. ફોર્જા 300 નું ફ્રંટ વીલ 15 ઇંચ અને રિયલ વીલ 14 ઇંચનું છે. 

રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે હોન્ડા ફોર્જાને હાલ દિલ્હીમાં Honda BigWing ડીલરશિપ પર પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે, જો કે ગ્રાહકોની પ્રતિક્રિયાનું અનુમાન લગાવી શકાય.