Search Suggest

SMC/SMDC na Sabhyo ne "Vidhyarthio Mate Gher Betha Shixan" (Online Course) Ma Jodava Babat Samagra Shiksha no Letter

SMC/SMDC ના સભ્યો માટેના "વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ" (ઓનલાઈન કોર્ષ) માં જોડાવા બાબત સમગ્ર શિક્ષાનો લેટર


વિષય : SMC / SMDC ના સભ્યો માટેના " વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ ( ઓનલાઈન કોર્ષ) " માં જોડાવા અંગે . 

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , " વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ " અંતર્ગત કરવામાં આવતા વિવિધ પ્રયાસ અંગે શિક્ષક મિત્રોની જેમ SMC / SMDC ના સભ્યોમાં જાગૃતિ આવે તે હેતુથી coVID - 19 ના સમયમાં SMC / SMDC ના સભ્યો માટે હોમ લર્નિંગ કાર્યક્રમની સમજ સ્પષ્ટ કરવા માટે સર્ટીફિકેટ કોર્ષ તા .29-09-2020 થી " હોમ લર્નિગ ( ઓનલાઇન કોર્ષ ) " નું લોન્ચીંગ કરવામાં આવેલ છે.હાલ દિવાળી બાદ બીજા સત્રમાં " હોમ લર્નિંગ " ની કામગીરી વધુમાં વધુ બાળકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવાની થાય છે . 

વધુમાં સદર કોર્ષની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર -2020 હોવાથી દરેક પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રી ધ્વારા ફરજિયાત SMC / SMDC ના સભ્યોને શાળામાં બોલાવીને સદર 20 મિનિટનો કોર્ષ પૂર્ણ કરવા જણાવવાનું રહેશે તેમજ કોર્ષ પૂર્ણ કરાવી સર્ટીફિકેટની હાર્ડકોપી આપવાની રહેશે જેની અંગત જવાબદારી દરેક પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રીની રહેશે .

 આ ઉપરાંત " વિધાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ ( ઓનલાઇન કોર્ષ ) " પૂર્ણ કરી તેઓ જયાં રહે છે તેમના વિસ્તારના અન્ય વાલીઓ સાથે પણ ચર્ચા કરે અને તેઓને પણ આ કોર્ષ કરવા માટે પ્રોત્સાહિત કરે તેવી સૂચના આપી સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા ચાલતા વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા શિક્ષણ " ના દિવાળી પછીના સત્રમાં મહત્તમ બાળકો લાભ લે તેવા પ્રયત્નો આપની કક્ષાએથી કરવા જણાવવામાં આવે છે . 

ખાસ નોંધઃ દીક્ષા એપમાં રજીસ્ટર થવા ઈમેઈલ આઈડી ન હોય તો મોબાઈલ નંબરથી પણ જોડાઈ શકાશે . 

Regarding joining "Home Study for Students (Online Course)" for SMC / SMDC members.

 To clarify the understanding of home learning program for SMC / SMDC members during coVID-19 in order to create awareness among SMC / SMDC members as well as teacher friends about the various efforts being made under "Home Study for Students" under the above topic and context.  Therefore, Certificate Course "Home Learning (Online Course)" has been launched from 29-09-2020.

 In addition, as the last date of the course is 31st December 2020, the principal of each primary and secondary school will have to call the members of the compulsory SMC / SMDC to the school and ask them to complete the course in 20 minutes.  Will remain.

 In addition, after completing the "Home Course for Students (Online Course)", they also discuss with other parents in their area where they live and encourage them to do this course as well.  No. In the session after Diwali, you are asked to make maximum efforts to benefit the children.

 Special Note: If you do not have an email ID to register in the Diksha app, you can also connect with a mobile number.

SMC/SMDC na Sabhyo ne "Vidhyarthio Mate Gher Betha Shixan" (Online Course) Ma Jodava Babat Samagra Shiksha no Letter 

PARIPATRA DOWNLOAD

નીચે આપેલ Link તથા QR Code પરથી ક્લિક કરવાથી આ કોર્ષ પર જઈ શકાશે 

Link 👉 https://diksha.gov.in/explore-course/course/do_3131378058141941761128