કોવિડ -19 ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને પ્રવેશથી વંચિત રહેલ ધોરણ -9 થી 12 ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવા બાબત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ નો લેટર, તારીખ - 25/01/2021 .
ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે રાજ્યમાં કોવિડ -૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે અમુક લોકો સ્થળાંતર કરી રહ્યા હતા . તેથી કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયેલ હતા . જે બાબત ધ્યાને લઈને અત્રેના સંદર્ભ -1 દર્શિત પત્રથી ધોરણ -9 થી વિદ્યાર્થીઓને શાળામાં તા .30/09/2020 સુધી શાળા કક્ષાએથી પ્રવેશ આપી શકાશે અને તા .31/10/2020 સુધી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની મંજૂરીથી પ્રવેશ આપી શકાશે ત્યાર બાદ સંદર્ભ -3 દર્શિત પત્રથી તા .31/12/2020 સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની મંજૂરીથી પ્રવેશ આપી શકાશે તેમ જણાવેલ હતું .
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલ રજૂઆતને ધ્યાને લેતાં કોવિડ -19 ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ - 2020/21 માં ધોરણ -9 થી 12 માં પ્રવેશથી વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓને તા .31/01/2021 સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની મંજૂરી મેળવી શાળામાં પ્રવેશ આપી શકાશે .
કોવિડ -19 ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે ચાર વાર મુદત લંબાવવામાં આવેલ હોઈ તેમજ પ્રવેશની કામગીરી પણ શાળાકક્ષાએ પૂર્ણ થઇ જ ગયેલ હોય જે બાબત ધ્યાને લેતાં પ્રવેશ માટેની તારીખ હવે પછી લંબાવવામાં આવશે નહી . વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે .
જેની નોંધ લેવા તેમજ ઉક્ત વિગતો આપના તાબા હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તેમજ અમલ સારું મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે .
ધોરણ -9 થી 12 ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવા બાબત