ધોરણ 1 થી 8 માં વર્ચ્યુઅલ કલાસ કેટલા લેવા બાબતે સ્પષ્ટતા
- શિક્ષકે કેટલા તાસ લેવા?
- આચાર્યે કેટલા તાસ લેવા?
Download Virtual Class Weekly Timetable PDF : Click Here
Principal and teacher guideline regarding how many virtual classes to take in standard 1 to 8
Virtual Class Paripatra
માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા ઓનલાઈન વર્ગો કરવા માટેની માર્ગદર્શિકા નીચે આપેલ છે .
- આચાર્ય /મુખ્ય શિક્ષકે અઠવાડિયામાં બધા વિષયો આવરી લેવાય તે બાબત સુનિશ્ચિત કરવા માટે શાળાના શિક્ષકો સાથે પરામર્શ કરીને સાપ્તાહિક સમયપત્રક તૈયાર કરવાનું રહેશે .
- વાલી અને વિદ્યાર્થીઓને સમયપત્રક પહોંચતું કરી અને રોજિદા વર્ગની અગાઉથી જાણકારી આપો . ( વર્ગના એક દિવસ પહેલા )
- શાળાના દરેક શિક્ષકે માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા ઓનલાઇન શિક્ષણનો એક તાસ લેવો આવશ્યક છે .
- શરૂઆતમાં શિક્ષકો માઇક્રોસોફ્ટ ટીપ્સ દ્વારા વર્ગ ચલાવવામાટે આયાર્ય / સીઆરસી / બ્લોક એમઆઈએસ પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે .
- વર્ગમાં ભાગ લેવા માટે માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરવા માટે શિક્ષકોએ જસ્ટ જણાય તો બાળકો , વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવું અથવા હેન્ડહોલ્ડિંગ કરવું ,
- વર્ગની સંખ્યા ખૂબ ઓછી હોય ત્યારે તબકકાવાર આયોજન કરો અને વર્ગના તમામ બાળકો સામેલ થાય તે રીતે વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડાવા માટે પ્રોત્સાહિત કરો .
- ડી.ડી. ગિરનાર અથવા ગુજરાત વર્ચ્યુઅલ શાળા વર્ગોના સંબંધિત ધોરણ / વિષયોમાટેના ટેલિકાસ્ટ સમય દરમ્યાન આ વર્ગોનું આયોજન કરવું નહીં .
- મહત્તમ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટે તેમના સમયની અનુકુળતાને પ્રાધાન્ય આપો .
- વર્ગ દરમિયાન કોઈ બાહ્ય disturbance હોવું જોઈએ નહીં .
- પ્રારંભિક વર્ગો ( ધોરણ 3 થી 8 ) માટે એક તાસનો સમયગાળો 30-35 મિનિટનો રાખવો અને માધ્યમિક વર્ગ લો ( 9 થી 12 ) માટે 40-45 મિનિટ રાખવો .
- સતત બે તાસ વચ્ચે 10-15 મિનિટનો વિરામ આપો .
- વિધાર્થીઓને ઓનલાઇન ક્લાસમાં રસપ્રદ કરીને બારીકાઇથી ચર્ચા કરવા પ્રોત્સાહિત કરવા .
- ઇન્ટરનેટનો ઉપયોગ સાવધાની સાથે કઇ રીતે કરવો તેની ચર્ચા નિયમિત વિદ્યાર્થીઓ સાથે તેઓને શૈક્ષણિક પ્રવૃતિ તરફ વાળવા .
- તાત્કાલિક અને સતત પ્રતિસાદ માટે પ્રાપ્ત ટીપષ્ણીઓના આધારે તાસમાં સુધારા કરવા .
- 2.૩ થીમ્સ પૂર્ણ કર્યા પછી ગૃહકાર્યો / મહાવરો આપવો અને અભ્યાસક્રમો સાથે સંબંધિત આવેલ કોમેન્ટને પ્રવૃત્તિઓના સ્વરૂપમાં લો અને ચર્ચા દરમિયાન તેની સમીક્ષા કર .
- મહાવરો વ્યક્તિગત અથવા જૂથ પ્રવૃત્તિઓના સ્વરૂપમાં હોઇ શકે છે .
- શિક્ષકોટ્રેકિંગ અને નિરીક્ષણ માટેના પોતાનામાપદંડનક્કી કરી શકે છે .
- માઇક્રોસોફ્ટ ટીપ્સ દ્વારા વર્ગ લેતા પહેલા આયોજન તૈયાર કરો .
- પાઠ આયોજનની તૈયારી માટે DIKSHA પોર્ટલ , અભ્યાસક્રમ અને અન્ય ઓનલાઇન રીસોર્સીસનો ઉપયોગ કરો .
- વિદ્યાર્થીઓના હાજરીની સાથે જેટલા પાઠ પૂર્ણ થઇ ગયા હોય તેનો રેકોર્ડ રાખવો .
- સમગ્ર શિક્ષા , જીસીઇઆરટી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ અને અન્ય ઓનલાઇન સોતો દ્વારા બનાવેલ વિવિધ પ્રકારની સંદર્ભ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરવો .
- ઓનલાઇન ક્લાસ દરમ્યાન શિક્ષકે બનાવેલ નીચેના ફોરમેટમાં પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓને આપવા પ્રયત્ન કરવાનો રહેશે .
a સ્લાઇટ્સ સરળતાથી વાંચવા યોગ્ય હોવી જોઈએ .
b . દરેક પૃષ્ઠ પર ડબુલેટ પોઇન્ટ / મુદ્દાઓ હોવા જોઇએ .
c. પિકય ફોટા , ગ્રાફ , ચાર્ટ્સનો મહત્તમ ઉપયોગ ,
d. શક્ય હોય તો કોષ્ટકો ટાળો .
e. ફોન્ટની સાઇઝ - ન્યૂનતમ 24 પોઇન્ટ રાખવી