Lockdown માં શાળાઓ બંધ હોય ત્યારે વાલીઓએ કેટલી ફી ભરવી પડે ? સુપ્રીમનો મહત્વનો ચુકાદો


અત્યારે COVID-19ની કોરોના મહામારીના કપરા સમયમાં દરેક વ્યક્તિ એક મુશક્લીનો સામનો કરી રહ્યો છે. દેશમાં શાળાઓ પણ ઘણા લાંબા સમયથી બંધ છે. ત્યારે બાળકોના શિક્ષણ અને શાળા ફીને લઇને વાલીઓ પણ મુશ્કેલીમાં છે. શાળાઓમાં ભરવાની ફી બાબતે તેમની પોતાની કેટલીક મૂંઝવણો અને દલીલો છે, તો તેની સામે વાલીઓની પણ પોતાની દલીલો છે. દેશના ઘણા રાજ્યોમાં શાળાઓની ફી મુદ્દે ગયા વર્ષે પણ હાઇકોર્ટમાં આ બાબત પહોંચી હતી. ત્યાર પછી આજે આ વિવાદ અંગે સુપ્રિમકોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે અને તે અંગેના નિર્દેશો પણ આપ્યા છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, Lockdown દરમિયાન જ્યારે શાળાઓ બંધ હોય ત્યારે કોઇપણ શાળાઓ પુરી ફી ના વસૂલી શકે.

How much do parents have to pay when schools are closed in a lockdown?  An important judgment of the Supreme

સુપ્રીમ કોર્ટ દ્વારા રાજસ્થાનમાં 36,000 નોન ગ્રાન્ટેડ શાળાઓને નિર્દેશ આપ્યા છે, જેમાં શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓની 15% ફી ઓછી લેવાની રહેશે. તેની સાથે એવી સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે કે કોઈ સંજોગોમાં ફી ના ભરી શકનાર વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાતા ના રોકવા તેમજ તેમનું પરિણામ પણ રોકી શકશે નહીં.

રાજસ્થાન હાઇકોર્ટે દ્વારા આપવામાં આવેલા ચુકાદાને સુપ્રિમકોર્ટ દ્વારા પણ માન્ય રાખવામાં આવ્યો છે. જે પ્રમાણે રાજસ્થાન વિદ્યાલય (Fee Rules) કાનૂન 2016 શાળાઓની ફી નક્કી કરવાના કાયદા અન્વયે નક્કી કરવામાં આવેલ નિયમોની મુદતના પડકારને ફગાવી દેવામાં આવ્યો હતો. જસ્ટિસ એમ. ખાનવિલકર અને દિનેશ માહેશ્વરી બેચ દ્વારા 128 પેજનો ચુકાદો આપી તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વર્ષ 2020-21 માટે ચુકવણી કરવાની થતી ફી વાલીઓ દ્વારા 6 હપ્તામાં ચૂકવી શકશે. તેમાં એ પણ કહ્યું હતું કે વર્તમાન સમય મુજબ તેનાથી કોઈ સંસ્થા ઇનકાર કરી શકાશે નહીં. જ્યારે પરિસ્થિતિની લોકો / સમાજ પર ગંભીર અસર વર્તાય છે.

જસ્ટિસ ખાનવિલકર દ્વારા અપાયેલ ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વર્તમાન લોકડાઉન ના કારણે તેમજ ઉદ્યોગ ધંધા નિષ્ક્રિય બન્યા છે અને ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. ત્યારે આવા આર્થિક સંકટના સમયે શાળા પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક વર્ષ 2019-20 માટે કાયદાકીય નિયમો મુજબ ફી વસૂલી શકે છે પરંતુ વર્ષ 2020-21 માટે વિદ્યાર્થીઓ દ્વારા શાળા કક્ષાએ જે સુવિધાઓ ઉપયોગ કરાઈ નથી તે ધ્યાનમાં લઈને 15% ફી ઓછી લેવામાં આવશે. એ સિવાય શાળા પોતાની રીતે વિદ્યાર્થીઓને છુટ આપવા માંગે તો આપી શકે છે, એ તેમના પોતાના પર નિર્ભર છે.

News Source : sandesh.com
Previous Post Next Post