શાળા બાલમેળો અને લાઈફ સ્કિલ મેળો 2023 | Balmela Ane Life skill mela nu Aayojan 2023

વર્ષઃ2023-2024 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજન બાબત 


ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જીસીઇઆરટી દ્વારા વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે . જે પૈકી ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા , માટીકામ , રંગપૂરણી , હસ્તકલાની કામગીરી , ચીટકકામ , કાગળકામ , ગળીકામ , બાળવાર્તા આધારિત નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે . 


બાળમેળો 2023

બાળમેળા માટે  ઉપયોગી વિવિધ 100 પ્રવૃતિઓની PDF ફાઈલ 

GIET , અમદાવાદ અને GCERT ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગ્રીષ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિ અને વિદ્યાપ્રવેશના મોડયૂલમાં દર્શાવલ પ્રવૃત્તિનો સમાવેશ કરેલ છે તેવી રીતે બાળકોને અલગ અલગ બેસાડીને બાળમેળા અને લાઇફસ્કીલ અન્વયેની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે . 

ગ્રીષ્મોત્સવ દરમિયાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્યૂઆર.કોડ આપવામાં આવેલ છે . જેને સ્કેન કરવાથી ગ્રીસ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોઇ શકાશે . 

1. બાળમેળાના મુખ્ય હેતુઓ 

૦ વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે .
૦ વિદ્યાર્થીઓમાં સહકાર , નેતૃત્વ , લોકશાહીની ભાવના , સાહસિકતા વગેરની ખિલવણી થાય
૦ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે . 
૦ વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય . 
૦ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે . 
૦ વિદ્યાર્થીઓની મનોસામાજીક માવજત થાય .

2. લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ 

૦ વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે . 
૦ જીવનકૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ , સફળ , સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે . 
૦ વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય . 
૦ પોતાના રોજિદા જીવનમાં નાના – મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને . 
૦ શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે . 

નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાંનું આયોજન કરવાનું રહેશે . 

1. વર્ષ - 2022-2023 માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ , આશ્રમશાળા , કે.જી.બી.વી , મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો . 1 થી 5 ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો . 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન તા.15-07-2022 સુધીમાં કરવાનું રહેશે . 
2. આ વર્ષે બાળમેળા અને લાઇફસ્કિલ મેળા બંનેમાં “ ટોક શો ” ના નામથી પ્રવૃત્તિમાં નીચે આપેલ નમૂનાના વિષયો રાખી શકાશે . ( આ વિષયો માત્ર ઉદાહરણ સ્વરૂપે આપેલ છે . તેમાં આપના અનુભવ દ્વારા બાળમેળા અને લાઇફસ્કિલ મેળા આધારિત વિષયો ઉમેરી શકાશે . ) 

૦ " ટોક શો'ના વિષયોઃ 

।. મારા સપનાનું ભારત . 
ii મારી શાળા મારા વિચારો 
iii . પર્યાવરણ બચાવો દેશ બચાવો 
iv . મારી સામાજિક ફરજ

બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – કક્ષા ધોરણ પ્રાથમિક | 1 થી કક્ષા 5


બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ 
બાળવાર્તા , બાળવાર્તા આધારિત નાટક , માટીકામ , છાપકામ , કાતરકામ , ચીટકકામ , ચિત્રકામ , ગડીકામ , રંગપૂરણી , કાગળકામ , બાળ રમતો , એકમિનિટ પઝલ્સ , હાસ્ય દરબાર , ગીત - સંગીત - અભિનય પપેટ શો , ગણિત ગમ્મત , વેસ્ટમાંથી બેસ્ટ , વિજ્ઞાનના સાદા પ્રયોગો , વેશભૂષા વગેરે 

લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ 


– લાઇફ સ્કીલમેળા યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ કક્ષા ધોરણ  ઉચ્ચ પ્રાથમિક કક્ષા 6 થી 8
ફ્યુઝ બાંધવો , સ્ક્રૂ લગાવવો , કુકર બંધ કરવું , ખિલ્લી લગાવવી , ટાયરનું પંચર રીપેર કરવું , શરીરની સ્વચ્છતા , વ્યસનથી થતું નુકસાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય . શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા , વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ , બાળકોના વજન / ઉંચાઇ માપવી , વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે

3. આ સાથે મોનીટરીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન મોનીટરીંગ ફોર્મ સામેલ છે . 
જે બાળમેળા દરમ્યાન અવશ્ય ભરવું તથા તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા 4. જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે . 

ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં જ પ્રસ્તાવના . 

મુખ્ય હેતુઓ .


 કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ 

• બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ સીડીમાં આપવી . ) બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ . . . . .
 SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ મૂલ્યાકન 
– પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણો બાળમેળા અને લાઇફ સ્કીલમેળા અન્વયે ડાયેટે કરેલ અનુકાર્યની નકલો . ( બાળમેળા અને લાઇફસ્કીલમેળાનું આયોજન , પત્રો , બેઠકોની મિનિટ્સ , મોનીટરીંગનું આયોજન વગેરે ) 

5. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને અને લાઇફસ્કીલમેળા યોજાય તેવું આયોજન કરવું . 
6. બાળમેળા તથા લાઇફસ્કીલમેળા માટે તમામ ડાયેટને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે , જેનું પત્રક આ સાથે સામેલ છે . 
7. બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય મેળા માટે આપના દ્વારા વિદ્યાર્થીની સંખ્યા આધારિત મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા , મહાનગર પ્રા.શિ.સ સંચાલિત પ્રા.શાળા , કે.જી.બી.વી. , આશ્રમશાળા , મોડેલ સ્કૂલ ( ધોરણ -1 થી 8 ) પ્રત્યેક શાળાને નીચે મુજબ વિદ્યાર્થીની સંખ્યા આધારિત ગ્રાન્ટની ફાળવણી શાળા કક્ષાએ RTGS થી કરવાની રહેશે . 

ક્રમ 1 2 2 3 . -- '
 વિદ્યાર્થીની સંખ્યા 1 થી 100 101 થી 200 201 થી 400 401 થી 600 601 થી 800 801 થી 1000 1001 થી વધુ શાળા દીઠ રકમ રૂ . 800 રૂ . 1000 રૂા . 1200 રૂા . 1400 રૂા . 1600 રૂ . 1800 A. 2200

8. જિલ્લામાં બાળમેળા / લાઇફસ્કિલમેળા યોજાઇ ગયા બાદ એક માસમાં શાળા કક્ષાના ખર્ચની માહિતી મેળવવાની રહેશે . 
9. જિલ્લામાં બાળમેળા યોજાઇ ગયા બાદ તેના ફોટોગ્રાફ્સવીડીયો ક્લીપ્સ / ડોક્યુમેન્ટરી અહેવાલ ડાયેટની વેબસાઇટ પર મૂકવાનો રહેશે , 
10. બાળમેળા યોજાયા બાદ ડાયટે યુટિલાઇઝેશન સર્ટીફિકેટ જીસીઇઆરટીને મોકલવાનું રહેશે . ( આ સાથે સામેલી છે ) નોંધ પર માન . નિયામકશ્રીની મળેલ અનુમતિ અનુસાર 


Balmela Ane Life skill mela nu Aayojan karva babat gcert no Letter 2022

According to the aforesaid subject or by reference letter, it was mentioned in the State Government primary schools in the year for conducting one-day child labor and life cycle during the festival festival. But due to unavoidable circumstances, child labor and life-skill fairs are not held.

 During various child labor, through various activities in the school, and for the purpose of achieving pleasurable and activity-oriented education, for all children, including children enrolled in school, child labor and life cycle mela in government primary schools. is said to be organized to take place.
Previous Post Next Post

TEACHERS