ધોરણ -૧ માં બાળકને ૬ વર્ષની ઉંમરે પ્રવેશ આપવા બાબત પરિપત્ર

ધોરણ -૧ માં બાળકને ૬ વર્ષની ઉંમરે પ્રવેશ આપવા બાબત પરિપત્ર

વિષય :- ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ ના નિયમ ક્રમાંક : ૩ માં થયેલ સુધારા બાબતના શિક્ષણ વિભાગના જાહેરનામા મુજબ કાર્યવાહી કરવા પુનઃ સૂચના બાબત 

સંદર્ભ : - 
1 ) શિક્ષણ વિભાગનું તા . ૩૧ / ૦૧ / ૨૦૨૦ નું નોટિફિકેશન 
2 ) અત્રેની કચેરીનો પત્રક્રમાંક : પ્રાશિનિ / RTE / ૧૭૪૦૭ / ૨૦૨૦ / ૮૪૪-૯૩૦ તા . ૦૩/૦૬/૨૦૨૦ ૩ ) અત્રેની કચેરીનો પત્રક્રમાંક : પ્રાશિનિ / RTE / 32630 / ૨૦૨૦ / ૪૩૪૩-૪૪૩૦ 

તારીખ :- ૨૩ / ૧૨ / ૨૦૨૦ 

   ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , આર.ટી.ઈ. એક્ટ -૨૦૦૯ અન્વયે ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે . સંદર્ભ દર્શિત શિક્ષણ વિભાગના જાહેરનામા દ્વારા ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ નાં નિયમ ક્રમાંક : ૦૩ ( ૧ ) માં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવેલ છે . 

પ્રકરણ -૨ : મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર 

૩. ( ૧ ) 
    શૈક્ષણિક વર્ષનાં ૧ જુનનાં રોજ જે બાળકની ઉંમરનું ૬ ઠું વર્ષ પુરુ થયુ ન હોય તેવા બાળકને માન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહી . 
    શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ , ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન , કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1 લી જૂને 5 વર્ષની વય પૂર્ણ કરેલા હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે . 

ઉક્ત સુધારા બાબતનું શિક્ષણ વિભાગનું નોટિફિકેશન સંદર્ભ -૨ દર્શિત પત્રથી મોકલી આપવામાં આવેલ .. જે મુજબની જાણ આપની કક્ષાએથી આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં કરવા જણાવવામાં આવેલ છે . પરંતુ , ઘણા વાલીઓ દ્વારા સદર બાબતે અત્રેની કચેરી ખાતે રજૂઆત કરેલ હોઈ સદર બાબતનો પ્રચાર - પ્રસાર જિલ્લા કક્ષાએ યોગ્ય રીતે થયેલ હોઇ તેમ જણાઈ આવતુ નથી . આથી , પુનઃ જણાવવામાં આવે છે કે ઉક્ત મુજબના સુધારાની જાણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં સત્વરે કરવાની રહેશે . તેમજ વાલીઓને પણ સલાહ આપવાની રહેશે કે , જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો , શિક્ષણ વિભાગના સદર જાહેરનામાને ધ્યાને લઈ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક ( Playgroup , Nursery , Jr.KG , Sr.KG ) માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે અને ધોરણ -૧ માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૧ જૂનનાં રોજ ૬ વર્ષની ઉંમર પૂર્ણ થયેલ હોય . જો કોઈ શાળાઓ દ્વારા સદર જાહેરનામાને ધ્યાને લીધા સિવાય પ્રવેશ આપશે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં જે તે વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ધોરણ -૧ માં પ્રવેશ મેળવવા કાર્યવાહી કરે ત્યારે તે બાળકની વય ૧ જૂનનાં રોજ ૬ વર્ષથી ઓછી હશે તો પ્રવેશ મળી શકશે નહી . અને જે તે વિદ્યાર્થીને પુનઃ ૧ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે . આથી , વાલી અને શાળા તેમજ કચેરી સાથે સંઘર્ષનું વાતાવરણ ઉભુ થશે . 
ટૂંકમાં , શૈક્ષણિક ૨૦૨૩-૨૪ થી ૧ જુનનાં રોજ જે બાળકની ઉંમરનું ૬ ઠું વર્ષ પુરુ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં ધોરણ -૧ માં પ્રવેશ આપવામાં આવશે નહી . આથી , સદર જાહેરનામાથી આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળઓ માહિતગાર થાય તે મુજબની કાર્યવાહી કરવા અગાઉ પણ આપને સૂચના આપવામાં આવેલ હતી , તેમ છતાં પુનઃ ઉપર મુજબની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે . 
માન . નિયામકશ્રીના આદેશ અનુસાર




Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made by the Government of Gujarat under the Central Acts 

EDUCATION DEPARTMENT
NOTIFICATION 
Sachivalaya, Gandhinagar, 31" January, 2020 

Right of Children to Free and Compulsory Education Act, 2009. 
No: GH/SH/04/PRE/122019/Single File-21/K:- In exercise of the powers conferred by sub-section (1) of section 38 of the Right of Children to Free and Compulsory Education Act, 2009 (35 of 2009), the Government of Gujarat hereby makes the following rules further to amend the Right of Children to Free and Compulsory Education Rules, 2012, namely; 

(1) These rules may be called the Right of Children to Free and Compulsory Education (Amendment) Rules, 2020. 

(2) They shall come into force on the date of their publication in the Official Gazette. In the Right of Children to Free and Compulsory Education Rules, 2012, in rule 3, for sub- rule(i), the following sub-rule shall be substituted, namely:- "
(1) Admission of pupils : No Elementary School shall admit a child in 1" standard who has not completed 6 year of age on the 1" June of the academic year: 

Provided that for the academic years 2020-2021, 2021-2022 and 2022-2023 a child shall be eligible for admission who has completed 5th year of age on the 1st June of the respective academic year."
Previous Post Next Post