અત્યારે આપણે અહીં એક બેસ્ટ બિઝનેસ આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ઘરે બેઠા ઓછા રોકાણમાં શરૂ કરી શકો છો.
• આ બિઝનેસ ઘરે બેઠા શરૂ કરો
• નોકરીની સાથે પણ કરી શકો છો વધું કમાણી
• જાણો કયા કયા બિઝનેસ કરી આપશે કમાણી
જો તમે નોકરી ઉપરાંત વધુ આવક મેળવવા માંગો છો (How to earn money?) તો તમે નોકરીની સાથે જ બિઝનેસ કરી શકો છો. આજે અમે તમને એક સારો બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ જેમાં તમે ઘરે બેઠા ખૂબ જ ઓછા રોકાણમાં દર મહિને લાખો રૂપિયા આરામથી કમાઈ શકો છો.
આ એક એવો બિઝનેસ છે જેની માર્કેટિંગ ઓનલાઈન અથવા ઓફલાઈન બન્ને રીતે કરી શકાય છે અને સારો નફો પણ મેળવી શકાય છે.
ચોક બનાવવાનો બિઝનેસ
ચોક બનાવવાનો એક એવો બિઝનેસ છે જેમાં ખૂબ જ ઓછા રોકાણની જરૂર પડે છે. તેના દ્વારા તમે ઘરે બેઠા સરળતાથી સારી કમાણી કરી શકો છો. આપણને બધાને ખબર છે કે ચોકની જરૂર દરેક સ્કૂલ, કોલેજમાં પડે જ છે. ચોક બનાવવા માટે વધુ સામગ્રીની જરૂર નથી પડતી. ફક્ત 10 હજાર રૂપિયામાં તમે તેને શરૂ કરી શકો છો.
તેમાં સફેદ ચોરની સાથે રંગીન ચોક પણ બનાવી શકાય છે. જણાવી દઈએ કે ચોક મુખ્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ(Plaster of Paris)માંથી બને છે. આ સફેદ રંગનો પાઉડર હોય છે. તે એક પ્રકારે માટી જે જેને જિપ્સમ(Gypsum) નામના પથ્થરથી બનાવી શકાય છે.
ઓછા રોકાણમાં ઘરે બેઠા શરૂ કરો બિઝનેસ
ચોક બનાવવાના બિઝનેસની સૌથી ખાસ વાત એ છે કે તેને ઘરે નાના રોકાણની સાથે પણ શરૂ કરી શકાય છે. તેને ઘરની મહિલાઓ પણ શરૂ કરી શકે છે. ચોક બનાવવામાં મુખ્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સફેદ રંગનો પાઉડર મિક્ષ કરવામાં આવે છે જે જીપ્સ નામના પથ્થરમાંથી મળે છે. માર્કેટમાં ચોકની ખૂબ ડિમાન્ડ છે. આ સ્કીલ, કોલેજ, ટેલર, ફર્નીચર બનાવતા લોકો ઉપયોગમાં લે છે.
આ રીતે શરૂ કરો ચોક બનાવવાનો બિઝનેસ
તમને જણાવી દઈએ કે ચોક બનાવવાના બિઝનેસને શરૂ કરવા માટે તમે સૌથી પહેલા તેને બનાવવાની પ્રક્રિયા વિશે જાણી લો. તેમે ચોક બનાવવાની ટ્રેનિંગ પણ લઈ શકો છો. ત્યાર બાદ તમને ટ્રેન્ડ લાઈસન્સની જરૂર પડશે. તેના માટે તમને પાન કાર્ડની જરૂર પડશે. ત્યાર બાજ તમારે બેન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલવાનું રહેશે. ત્યાર બાદ તમે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી NOC લઈ લો અને ત્યાર બાદ આ બિઝનેશ શરૂ કરી શકો છો.