Search Suggest

7 Vastu Tips For Happy Married Life: 7 વાસ્તુ ટિપ્સ જે તમારા લગ્ન જીવનને ખુશીથી ભરી દેશે

7 Vastu Tips For Happy Married Life: ઘણી વખત વાસ્તુદોષ ના કારણે તમારા લગ્નજીવનમાં તમારે કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણી વાસ્તુ ટિપ્સ ને અનુસરવાથી તમારું લગ્ન જીવન ખુશખુશાલ બની જશે.


7 Vastu Tips For Happy Married Life -(ખુશખુશાલ લગ્ન જીવન માટે 7 વાસ્તુ ટિપ્સ)

1. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપના બેડરૂમનો કલર ડાર્ક ન હોવો જોઈએ. લાઈટ કલર ની દીવાલો ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત તમારા બેડરૂમમાં પૂરતા હવા ઉજાસ મળે તેનું ખાસ ધ્યાન રાખવું.

2. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં રાખેલ બેડ આપના લગ્ન જીવન ઉપર ખૂબ જ અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડ લોખંડ કે અન્ય કોઈ પણ ધાતુનો ના હોવો જોઈએ. બેડરૂમમાં સુવા માટે લાકડાનો પલંગ રાખો વધુ હિતાવહ છે. લાકડા ના બેડ થી આપના લગ્નજીવનમાં પોઝિટિવ એનર્જી આવે છે.

3. તમારા બેડરૂમમાં બેડ પર બે ગાદલા ના હોય તેની ખાસ કાળજી રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડ પરના બે ગાદલા પતિ પત્ની વચ્ચેનું અંતર વધારે છે. તેથી હંમેશા બેડ પર એક જ ગાદલુ રાખવું જોઈએ.

4. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં અરીસાનું સ્થાન પણ ખૂબ જ મહત્વનું છે. બેડરૂમમાં બેડ ની સામે અરીસો રાખવાથી પતિ પત્નીના સંબંધોમાં કડવાશ વધી જાય છે. તેથી બેડની સામે અરીસો ન રાખવો જોઈએ.

5. બેડરૂમમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે તાજા ફુલોનો ગુલદસ્તો ખૂબ જ ઉપયોગી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં તાજા ફૂલોના ગુલદસ્તા રાખવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. તાજા ફુલ બેડરૂમ ના વાતાવરણમાં હકારાત્મક ઉર્જા લાવે છે.

6. વાસ્તુશાસ્ત્ર અનુસાર લગ્નજીવનમાં ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે પતિ હંમેશાં જમણી બાજુ સૂવું જોઈએ. જ્યારે પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ. આ ટિપ્સને અનુસરવાથી લગ્નજીવનમાં રહેલા તણાવમાં ઘટાડો થશે અને એકબીજા વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ વધશે.

7. તમારા બેડરૂમમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કરોળિયાના જાળા ના થાય તેની ખાસ તકેદારી લેવી. તેનાથી નકારાત્મકતા આવે છે. તદુપરાંત બેડરૂમમાં મીઠાના પાણીના પોતા કરવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું (નમક) પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરે છે.