હવે પેટ્રોલ-ડીઝલની ચિંતા છોડો અને થઈ જાઓ તૈયાર, Electric અવતારમાં આવી રહી છે Maruti Alto અલ્ટો, 400 કિ.મી. સુધીની Reng પણ મળશે
દેશની જાણીતી કાર નિર્માતા કંપની Maruti Suzuki આરામદાયક સુવિધાઓ સાથે લગ્ઝરી car ને બજારમાં લાવવા માટે ખુબ જ ફેમસ છે. આવી સ્થિતિમાં જ્યાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે તો વળી ત્યાં કાર કંપનીઓએ પણ તેમનાં ઇલેક્ટ્રિક વાહનો બજારમાં રજુ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય બજારમાં ઓટો કંપનીઓ ધુમ મચાવી રહી છે. બજારમાં એક થી એક ચડિયાતી ઇવી કાર લોન્ચ કરવામાં આવી રહી છે, જેનાં કારણે ગ્રાહકોને ઇવી ખરીદવા માટે ઘણા બધા વિકલ્પો મળ્યા છે. ઇલેક્ટ્રિક સેગમેન્ટ ઝડપથી વિકસતું માર્કેટ છે, જેનાં લીધે ઇ-બાઇક, ઇ-સ્કુટર અને ઇ-કાર લોન્ચ થઇ રહી છે.
આ જ ઇલેક્ટ્રિક કાર માં TATA મોટર્સ, MAHINDRA જેવી કંપનીઓએ પોતાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે, જોકે દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ લોકોને નિરાશ કર્યા છે. આ કંપનીની એકપણ ઇલેક્ટ્રિક કાર હાલનાં સમયમાં બજારમાં ખરીદવા માટે ઉપલબ્ધ નથી. કંપનીએ તાજેતરમાં પ્રોડક્શન યુનિટ્સ માટે ઇવી વાહનો માટે મોટું રોકાણ કર્યું છે. કંપનીનાં આ પગલાથી ગ્રાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કંપનીએ હાલમાં જ પોતાનાં ઇવી પ્લાન્ટનો પાયો નાખ્યો છે, જેનાં પરથી હવે આ કંપની પણ પોતાનાં ઈલેક્ટ્રિક વાહનો બનાવશે.
આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે કંપની આ પ્રોડક્શન યુનિટમાં આવા ઘણા વાહનો બનાવશે, જે ઇલેક્ટ્રિક હશે. દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી એ સતત પ્રોડક્શન યુનિટને હંફાવ્યું છે, જેનાં કારણે કંપનીની આગામી ઇ-કારની અપેક્ષા વધી ગઈ છે. મારુતિ સુઝુકી કંપની હવે હરિયાણાનાં ખારખોડા નામની જગ્યાએ પોતાનો ખાસ પ્લાન્ટ સ્થાપી રહી છે. અહીં જ મારુતિ સુઝુકી તેના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે. આ જ સમાચાર મુજબ આ પ્લાન્ટને ૨૦૨૫ સુધીમાં શરૂ કરી દેવામાં આવશે.
કંપનીનું કહેવું છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં તેમનાં ઇલેક્ટ્રિક વાહનો બજારમાં આવી જશે. તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૨.૫ લાખ યુનિટની રહેશે. મારૂતિ સુઝુકીનાં આ પ્લાન્ટમાં લગભગ ૧૧ હજાર લોકોને કામ મળશે. આ ઉપરાંત મોટર સાયકલ ક્ષેત્રે ૩ હજાર જેટલા યુવાનોને રોજગારી મળશે. તાજેતરનાં અહેવાલોમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે કંપની આ પ્લાન્ટમાં સૌથી લોકપ્રિય કાર ઇવી મોડેલોમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં બજારના ટોપ સેલિંગ વ્હીકલ ઇલેક્ટ્રિક અવતારમાં આવતી ફ્યુચરિસ્ટિક અલ્ટોનો પણ સમાવેશ થાય છે.
કંપની તેમાં ૩૦૦ થી ૪૦૦ કિ.મી.ની રેન્જવાળી ધાંસુ બેટરી પેકનો ઉપયોગ કરવા જઈ રહી છે, જેની કિંમત ૧૦ લાખની અંદર જ રહેવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક કાર તેમજ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પણ લોન્ચ કરી શકે છે. મારૂતિ સુઝુકીનાં આ પ્લાનથી દેશને આવનારા સમયમાં ઇલેક્ટ્રિક કાર ની ભેટ મળી શકે છે. તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકીની અલ્ટો કાર એ પેટ્રોલ અને ડીઝલનાં વર્ઝનમાં ખુબ જ ધુમ મચાવી છે. સાથે જ આવનારા સમયમાં તેનું ઈલેક્ટ્રિક વર્ઝન કેવું હશે તે પણ જોવાનું રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે અલ્ટોનાં આ ઈલેક્ટ્રિક વર્ઝનને લઈને પહેલાથી જ લોકોની વચ્ચે ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ આ કાર નું આગમન દેશની બાકીની કંપનીઓમાં પણ સ્પર્ધા કરશે.