Tablet Yojana online registration form | Apply Online For student namo e tablet scheme

વિદ્યાર્થીઓ માટે મફત ટેબલેટ યોજના જેનું નામ છે "NAMO E Tab Yojana" - digital gujarat પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી ને આ યોજનાનો લાભ મેળવી શકાય છે. તેના માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને કયા ડોક્યુમેન્ટ જોઈશે આ તમામ માહિતી માટે નીચેની વિગતો જુઓ... 

વિડીયો જુઓ

👇👇👇


About Tablet Yojana

 ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા અને કોલેજનું શિક્ષણ વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અને તે ખૂબ સફળ પણ રહી છે. માત્ર 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓ ને 8000 ની કિંમતનું ટેબલેટ આપવામાં આવે છે જે અભ્યાસ માટે ઉપયોગી થાય છે. તેના માટે કોલેજમાં પ્રવેશ પછી ઓનલાઇન અરજી કરવાની હોય છે. 

NAMO E Tab Yojana 2021-22

આ યોજના અંતર્ગત જે ટેબલેટ મળે છે તે Lenovo અને Asar કંપનીના આપવામાં આવે છે. વિદ્યાર્થી પોતાની પસંદગી મુજબ તેમાંથી સિલેક્ટ કરી શકે છે. જેમાં નીચે મુજબ સુવિધા આપવામાં આવે છે. 

  • ટેબલેટના મોડેલ : lenovo અને Asar
  • રેમ : 2 gb
  • સાઈઝ : 7" (સાત ઇંચ)
  • ઇન્ટર્નલ મેમરી : 16 gb

 જરૂરી ડોક્યુમેન્ટ 

આ યોજનાનો લાભ લેવા ઓનલાઇન digital gujarat પોર્ટલ પર student teblet scheme માં ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડે છે.

  1. વિદ્યાર્થીનું Email id
  2. ફોટોગ્રાફ અને સહીનો નમૂનો
  3. નિવાસસ્થાનનું પ્રમાણપત્ર (લાઈટબીલ, ટેલિફોન બિલ, રેશનકાર્ડ)
  4.  સરનામું પુરાવો (આધારકાર્ડ, રેશનકાર્ડ)
  5.  આધારકાર્ડ
  6.  12 મા પાસ થવાનું પ્રમાણપત્ર
  7.  અંડર-ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સમાં પ્રવેશની પુષ્ટિ કરવા માટેનું પ્રમાણપત્ર
  8.  ગરીબી રેખા પ્રમાણપત્ર (ક્રિમિલિયર કે EBC સર્ટી જો લાગુ પડતું હોય તો)
  9.  જાતિનું પ્રમાણપત્ર

How to Online Apply for student Tablet Yojana ?

  • નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.
  • નમો ટેબ્લેટ યોજનામાં નામ નોંધાવવા માટે તમારે તમારી કોલેજની મુલાકાત લેવી પડશે, જ્યાં તમે એડમિશન લીધું હોય. ત્યાંથી જ તમારી વિગતો ઓનલાઇન કરવામાં આવશે.. 
  • કોલેજમાં તેમની સંસ્થા ID દ્વારા આ પોર્ટલ પર login કરશે. અને ‘નવા વિદ્યાર્થી ઉમેરો’ વિભાગમાં તમારું નામ ઉમેરવું પડશે.
  • તેઓ તેમાં તમારી નામ, કેટેગરી, કોર્સ, વગેરેની વિગતો આપશે.
  • હવે તેઓ તમારો બોર્ડ અને પ્રવેશ નંબર દાખલ કરશે.
  • ત્યાર પછી તમારે 1000 રૂપિયા ફી ત્યાં જમા કરાવવાની રહેશે. જેની તમને રિશીપ પણ મળશે. રસીદ નંબર અને તારીખ વેબસાઇટ પર દાખલ કરવામાં આવશે.
  •  હવે, તમારી અરજી પાસ થશે ત્યારે, ટેબ્લેટ તમને પ્રદાન કરવામાં આવશે.

 હેલ્પલાઈન નંબર

 કોઈપણ સમસ્યા કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન નંબર 079-26566000 પર સવારે 11:00 થી સાંજના 5:00 સુધી કોલ કરી શકો છો

Tablet Yojana online registration form | Apply Online For student namo e tablet scheme

ઓનલાઇન અરજી કરો 👈

namo tablet yojana 2020-21, namo e tab 2021-22, Free Tablet for students, NAMO E tab Yojana 2021, Free tablet from government

Previous Post Next Post