Search Suggest

Nidan Kasoti Antargat BISAG Conference Na Agatya na Mudda ane pdf

નિદાન કસોટી અંતર્ગત આજના તારીખ 13-03-2021 બાયસેગ કાર્યક્રમના મુદ્દા

ધોરણ 3 થી 8 ની પ્રથામસત્ર નિદાન કસોટી 2021 માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.. અને તેના પ્રશ્નપત્રો પણ Email દ્વારા મોકલાવી આપવામાં આવેલ છે.. આ પ્રશ્નપત્રોની ગુપ્તતા જળવાય તે રીતે આયોજન કરી તમામ સ્કૂલોએ કસોટી યોજવાની છે..

આ નિદાન કસોટી માટે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે તારીખ 13-03-2021 ના રોજ બાયસેગ દ્વારા વંદે ગુજરાત ચેનલ-5 પર સવારે 9:00 થી 9:20 સુધી પ્રસારણ કરવામાં આવ્યું. જેના અગત્યના મુદ્દાઓ અહીં આપેલ છે.. જે તમામ શાળાઓ અને શિક્ષકોએ ખાસ અગત્યના છે.

વિશિષ્ટ પરિસ્થિતિ
● આ વર્ષે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ વર્ગખંડને બદલે જુદાં જુદાં માધ્યમોથી ભણ્યા છે. આ વિશિષ્ટ સ્થિતિમાં થયેલી અધ્યયન ક્ષતિને જાણવાનો હેતુ છે.

વાલી જાગૃતિ
● વાલીઓને પણ જણાવવું કે વિદ્યાર્થી યોગ્ય રીતે કસોટી આપે.

બ્લેન્ડેડ લર્નિંગ
● સામાન્ય સ્થિતિમાં પણ બ્લેન્ડેડ લર્નિંગનો અમલ કરીએ ત્યારે શું ઓનલાઈન ભણાવવું અને શું ઓફલાઈન ભણાવવું તેની વિચારણા થઇ શકે.

પ્રત્યક્ષ વર્ગકાર્યના અભાવની અસરો
● શિક્ષકના પ્રત્યક્ષ વર્ગખંડ કાર્યના અભાવે વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ પર કેવી અને કેટલી અસર પડે છે તે જાણવું શિક્ષક અને તંત્ર - બંને માટે જરૂરી છે.

શિક્ષણનું આરોગ્ય જાણવાનો પ્રયત્ન
● યાદ રહે , આ કસોટીઓ વિદ્યાર્થીઓના પરિણામ માટે નથી , અસામાન્ય સંજોગોમાં સમગ્ર શિક્ષણતંત્ર પર થતી અસરો જાણવા માટેનો એક પ્રયાસ છે.

કસોટીઓમાં તટસ્થતા
● કસોટી અંતર્ગત નિરીક્ષણમાં અને પરીક્ષણમાં પૂરી તટસ્થતા જાળવીએ . તો જ સાચું નિદાન થાય અને ઉપચાર પણ સાચો થાય .
• ઉપચાર માત્ર વર્ગખંડમાં સીમિત નથી , જિલ્લા કે રાજ્ય કક્ષાએ પણ અનુકાર્ય થાય.

ભાવિ નિર્ણયો માટે
● આના આધારે ભવિષ્યમાં અભ્યાસક્રમ અંગે મહત્વના નિર્ણયો લઇ શકાય.

માર્કશીટ સાથે સંબંધ નથી
● આ કસોટીમાં મેળવેલ ગુણ વિદ્યાર્થીની માર્કશીટ કે પ્રગતિ પત્રકમાં ગણવાના નથી.

ઉંમરને યોગ્ય અભ્યાસક્રમ રચના માટે
● આગામી સમયમાં NEP 2020 અંતર્ગત નવા અભ્યાસક્રમની રચના થશે ત્યારે આ સર્વેક્ષણનાં પરિણામોનો ઉપયોગ થઇ શકે , કઈ ઉંમરનાં બાળકો માટે કયું વિષયવસ્તુ યોગ્ય છે તે નક્કી કરી શકાય.

કસોટી આયોજન
● ધોરણ 6 થી 8 માં મહત્તમ વિદ્યાર્થી ઓ શાળામાં શિક્ષકની દેખરેખ હેઠળ કે સોટીઓ આપે .
• ઘરે રહીને પણ કસોટી આપશે
• એ પરિણામોનું પૃથક્કરણ અલગથી થશે.

માત્ર નિદાનનો હેતુ
● આ કસોટીઓનો હેતુ માત્ર એ જાણવાનો છે કે બાળકો ઘરે રહીને શું શીખી શક્યાં અને શું ન શીખી શક્યાં

👉 બાયસેગ મુદ્દાની PDF ડાઉનલોડ કરો

👉 તમામ સુચનાઓ માટે લેટર ડાઉનલોડ કરો

આ પણ જુઓ :

‼️ પ્રથમસત્ર નિદાન કસોટી 2021 ‼️

★ પ્રથમ સત્ર નિદાન કસોટી અભ્યાસક્રમ : ધોરણ 3 થી 8
● 15 માર્ચથી શરૂ થતી પ્રાથમિક શાળામાં પરીક્ષા માટે કયા ધોરણ માં કેટલો અભ્યાસ ક્રમ પુછાશે વિષય વાર માહિતી...
👉 અહીં ક્લિક કરો

★ નિદાન કસોટી - માટે સ્કેનિંગ ટેબલ...
● આ સ્કેનિંગ ટેબલનો ઉપયોગ કરી ઓનલાઇન માર્કસની એન્ટ્રી કરવાની છે...
સ્કેનિંગ ટેબલ ડાઉનલોડ કરવા માટે
👉 અહીં ક્લિક કરો

★ પ્રથમ સત્રાંત નિદાન કસોટી - 2021 અંતર્ગત સૂચનાઓ બાબત પરિપત્ર
● કસોટી માટેનું ટાઈમ ટેબલ અને તમામ અગત્યની સૂચનાઓ....
👉 અહીં ક્લિક કરો

★ નિદાન કસોટી ધોરણ 3 થી 5 ની પરીક્ષા કેવી રીતે લેશો ?
● જરૂરી અગત્યની સૂચનાઓ
👉 અહીં ક્લિક કરો

★ નિદાન કસોટી આયોજન ફાઇલ
● ડાયરેકટ પ્રિન્ટ કરીને ફાઇલ બનાવી શકાય
👉 અહીં ક્લિક કરો

★ ધોરણ - 9 થી 12 પરીક્ષા કાર્યક્રમ...
● પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા ક્યારે લેવાશે
👉 અહીં ક્લિક કરો

તમામ સુધી પહોચાડો