Search Suggest

ગુજરાત રાજ્યની શાળાઓમાં તાત્કાલિક વેકેશન જાહેર કરવા, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ - ગુજરાત કરી માગણી

દેશ અને દુનિયામાં પ્રવર્તતી વર્તમાન ગંભીર પરિસ્થિતિ સામે લોકો ઝઝુમી રહ્યા છે ત્યારે, ગુજરાત રાજ્યમાં વર્તમાન covid-19 ની પરિસ્થિતિ અનુસંધાને ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. તેમજ ધોરણ 1 થી 8 પ્રાથમિક અને ધોરણ 9 અને 11 મધ્યમિકમાં માસ પ્રમોશન આપવાનું જાહેર કરવામાં આવેલ છે.

શાળાઓ બંધ છે. અને તમામ શિક્ષણ પ્રક્રિયા ઓનલાઇન ચાલી રહી છે. આવા સમયે પણ શિક્ષકોએ શાળામાં જવું પડે છે. જે કદાચ જરૂરી નથી તેમજ શિક્ષકોના આરોગ્યના હિતમાં નથી, તે જોતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક મહાસંઘ - માધ્યમિક તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષણિક સંઘ દ્વારા શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમને માગણી પત્ર લખવામાં આવ્યો છે. જેમાં શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક વેકેશન જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.

પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા નીચે મુજબની માંગણી કરાઈ છે.


માધ્યમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા નીચે મુજબની માંગણી કરાઈ છે.
 

માનનીય ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ શિક્ષણમંત્રીશ્રી , ગુજરાત રાજ્ય 
વિષય : શાળાઓમાં તાત્કાલિક જાહેર કરવા બાબત 

   સાહેબશ્રી , નમસ્કાર વિદે માતરમ્ વર્તમાનમાં રોકેટ ગતિથી વધી રહેલ કોરોનાના કહેરના કારણે સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની તા . ૧૦ મે થી શરુ થનાર બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કરવાના તથા ધોરણ ૧ થી ૯ અને ૧૧ માં માસ પ્રમોશન આપવાના વિદ્યાર્થીલક્ષી નિર્ણયનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સ્વાગત કરે છે . 

રાજ્યમાં અત્યંત ઝડપથી વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને હવે જ્યારે પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ લેવાની રહેતી નથી , ત્યારે હજારો શિક્ષકોને રોજ શાળાએ બોલાવવા યોગ્ય જણાતું નથી . આમ પણ પ્રતિવર્ષ મે માસ દરમ્યાન વેકેશન હોય જ છે . આ વર્ષની કોરોના મહામારીની અસામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એકેડેમિક કેલેન્ડરમાં બદલી કરીને હાલના જોખમી સમયમાં વહેલી તકે વેકેશન જાહેર કરવામાં આવે એવી શૈક્ષિક મહાસંઘ ની માગણી છે.

આ પગલાથી કોરોના સંક્રમણની ચેઈન પણ કંઇક અંશે તોડી શકાશે .

Demand for immediate vacation in Gujarat state schools, National Federation of Education - Gujarat