સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ આપણે આટલું જાણીશું
સ્કૂલ ઓફ એક્સલન્સ ( SOE ) ની પાયાની જાણકારી
- SOE શરૂ કરવાનું વર્ષવાર આયોજન
- SOE પ્રોગ્રામના હેતુઓ
- શાળા પસંદગી માટેની ત્રિસ્તરીય સૂચિત પ્રક્રિયા
- SOE ના ત્રણ પ્રકાર અને તેને સુસંગત માહિતી
- SOE નાં માર્ગદર્શકો
સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગામ
- બજેટ 2020 / 21 માં ગુજરાત સરકારે 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરી .
- આ પ્રોગ્રામ 6 વર્ષ ( 2021 થી 2026 ) સુધીમાં કાર્યરત કરવામાં આવશે .
- આ પ્રોગ્રામ વર્લ્ડ બેન્ક અને એશિયન ઇન્ફાસ્ટ્રક્ટર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ( AIIB ) ના આર્થિક સપોર્ટથી અમલી બનશે .
- આ પ્રોગ્રામ " Gujarat - Outcomes for Accelerated Learning ( GOAL ) " -School Education Excellence Program ( SEEP ) ના નામે ઓળખાશે .
સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ કરવાનું વર્ષવાર આયોજન સ્કૂલ
ઓફ એક્સલન્સ પ્રોગ્રામના હેતુઓ
સમાજમાં સરકારી શાળાની છાપમાં સુધારો કરવો .
- 2024 માં PISA ( Programme for International Students Assessment ) માં ભાગીદારી નોંધાવવા વિદ્યાર્થીઓમાં હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલનો વિકાસ કરવો .
- સરકારી શાળામાં નામાંકનમાં 20 % નો વધારો કરવો .
- 80 % વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓમાં સફળતા પ્રાપ્ત કરે .
- NAS ના સ્કોરમાં સુધારો પ્રાપ્ત કરવો .
શાળા પસંદગી માટેની ત્રિ - સ્તરીય સૂચિત પ્રક્રિયા
પ્રથમ સ્તર ( ccc દ્વારા સંભવિત શાળાઓની સૂચિ )
- નામાંકન
- શિક્ષકોની ઉપલબ્ધતા .
- સત્રાંત પરીક્ષામાં મેળવેલ સરેરાસ ગુણ
- વિદ્યાર્થીઓની હાજરી
- ગુણોત્સવમાં મેળવેલ ગુણાંકન
- વર્ગખંડ , જ્ઞાનકુંજ પ્રોજેકટ , કોમ્યુટર લેબ જેવી માળખાકીય સુવિધા .
શાળા પસંદગી માટેની દ્વિ - સ્તરીય સૂચિત પ્રક્રિયા
દ્વિતીય સ્તર ( જિલ્લા દ્વારા ચકાસણી અને ભલામણ ) :
- વર્તમાનમાં ઉપલબ્ધ સંસાધનોની ગુણવત્તા .
- ભવિષ્યમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે જમીનની ઉપલબ્ધતા .
- આંગણવાડીઓ , માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટેની નિકટતા .
- સમુદાયની ભાગીદારી .
શાળા પસંદગી માટેની ત્રિ - સ્તરીય સૂચિત પ્રક્રિયા
તૃતિય સ્તર ( અંતિમ શોર્ટલિસ્ટ અને પસંદગી ) :
- જિલ્લા , વાસ્તવિક જમીની હકીકતના આધારે શાળાઓની ભલામણ કરશે .
- ccc ફાઈનલ થયેલ ( સ્કૂલ ઓફ એક્સલેન્સ ) શાળાનું લિસ્ટ જાહેર કરશે .
સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ
રેસિડેન્શિયલ : સ્કૂલ ઓફ એક્સલેન્સ
( Residential School of Excellence )
એમજિંગ : સ્કૂલ ઓફ એક્સલેન્સ
( Emerging School of Excellence )
એસ્પાયરીંગ : સ્કૂલ ઓફ એક્સલેન્સ
( Aspiring School of Excellence )
રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલેન્સ એક ઝાંખી
- દરેક તાલુકામાં ઓછામાં ઓછી એક
- રાજ્યમાં આવી કુલ 350 શાળાઓ
- ધોરણ 6 થી 12 સુધીની શાળાઓ
- કન્યાઓ અને કુમારો માટે હોસ્ટેલની સુવિધા
- 300 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી શાળા .
- પ્રવેશ પરીક્ષામાં મેળવેલ મેરીટને આધારે પ્રવેશ .
- કન્યાઓ માટે ઓછામાં ઓછી 50 % સીટો અનામત .
- આખા રાજ્યના 250 તાલુકાના લગભગ 100,000 જેટલા વિદ્યાર્થીઓને લાભ .
રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલેન્સ
- રમતનું મેદાન અને બગીચો
- સ્માર્ટક્લાસ
- પુસ્તકાલય
- STEM Labs ( science , Technology , Engineering , Mathematics પ્રયોગશાળા )
- કપ્યુટર લેબ
- અંગ્રેજી ભાષા પ્રયોગશાળા
- રમત - ગમતના સાધનો
- વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે રિસોર્સરૂમ
- પર્યાવરણ પ્રયોગશાળા
અસરકારક અધ્યયન અને અધ્યાપન
- વિશિષ્ટ વિષય શિક્ષકો
- રમત - ગમત, ચિત્ર અને સંગીતના શિક્ષકો
- વિશિષ્ટ સૂચનાત્મક અભિગમ
- વૈવિધ્યપૂર્ણ તાલીમ કાર્યક્રમો
રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલેન્સ માર્ગદર્શન અને મૂલ્યાંકન
- GSQAC ( Gujarat School Quality Accreditation Council ) Ho ccc ( Command and control Center ) દ્વારા દેખરેખ - નિયંત્રણ અને મૂલ્યાંકન .
- ત્રણ વર્ષના ગાળામાં નજીકની 6 જેટલી શાળાઓ સાથે Twinning કાર્યક્રમો દ્વારા માર્ગદર્શન .
એમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલેન્સ એક ઝાંખી
- ક્લસ્ટર દીઠ સરેરાશ
- શાળાઓ વિકસાવાસે
- રાજ્યમાં આવી કુલ 6000 શાળાઓ
- 300 કરતાં વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાલ કાર્યરત 4059 સરકારી પ્રાથમિકઓને આવી શાળાઓમાં વિકસાવાસે
- કરવા 150 કરતાં વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાલ કાર્યરત 1941 સરકારી પ્રાથમિકઓને પણ આવી શાળાઓમાં વિકસાવાશે .
એમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલેન્સ
- શાળા સંકુલ અને વર્ગખંડો વિકસાવાશે .
- દરેક ધોરણમાં સ્માર્ટક્લાસ
- પુસ્તકાલય
- STEM Labs ( science , Technology , Engineering , Mathematics પ્રયોગશાળા )
- કપ્યુટર લેબ
- અંગ્રેજી ભાષા પ્રયોગશાળા
- રમત - ગમતના સાધનો
- વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે રિસોર્સરૂમ
- પર્યાવરણ પ્રયોગશાળા
એમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલેન્સ
અસરકારક અધ્યયન અને અધ્યાપન
- હેડ ટીચરની ભરતી કરાશે.
- વિશિષ્ટ વિષય શિક્ષકો
- રમત - ગમત , ચિત્ર અને સંગીતના શિક્ષકો
- વિશિષ્ટ સૂચનાત્મક અભિગમ
- વૈવિધ્યપૂર્ણ તાલીમ કાર્યક્રમો
એમજિંગ સ્કૂલ ઓફ એક્સલેન્સ
દેખરેખ અને મૂલ્યાંકન
● GSQAC ( Gujarat School Quality Accreditation Council ) 240 ccc ( Command and control Center ) દ્વારા દેખરેખ - નિયંત્રણ અને મૂલ્યાંકન.
એમજિંગ સ્કૂલ ઓફ એક્સલેન્સ શાળાઓનું વર્ગીકરણ
SCHOOL CATEGORY & NOS . OF SCHOOLS
501 Students 966
301-500 Students 3,093
150-300 Students 1,941
Total Schools 6,000
એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સલેન્સ
એક ઝાંખી
- રાજ્યમાં આવી 9000 સરકારી પ્રાથમિક શાળાઓ ( 150 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી ) ઉપરાંત
- 1000 સરકારી માધ્યમિક / ઉચ્ચતર શાળાઓ અને
- 4000 ગ્રાન્ટ - ઈન - એઈડ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાઓ
સ્કૂલ ઓફ એક્સલન્સના માર્ગદર્શકો
★ BRC કે તેનાથી ઉપરની કક્ષાના કર્મચારીને સ્કૂલ ઓફ એક્સલન્સના માર્ગદર્શક તરીકે નીચે મુજબની વધારાની જવાબદારી અપાશે .
- ccc , જિલ્લા અધિકારીઓ અને sOE નું સંકલન
- soE ને સંબંધિત સંસાધનોની ઉપલબ્ધતાની ખાતરી.
- soE ને શૈક્ષણિક અને વહીવટી બંને સહાયતા પૂરી પાડવી .
- નિયમિત દેખરેખ અને સબંધિત અધિકારીઓને જાણ કરવી.
School of Excellence Latest Paripatra 2021
★ School of excellence બાબતે લેટેસ્ટ પરિપત્ર
શાળા મર્જ બાબતે લેટેસ્ટ પરિપત્ર, તારીખ 23/06/2021