Gujarat ITI Admission 2023 |આઈ.ટી.આઈ ના કોર્સ | ITI Admission Form Online 2023 | આઈ ટી આઈ કોર્સ List |ITI Admission 2023
ભારત દેશમાં સ્કીલ ઈન્ડિયા હેઠળ કામદારોનો હિસ્સો ખૂબ અગત્યનો છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત, સ્થાનિક ઉદ્યોગની માંગ મુજબ વિવિધ રોજગારી માટે કૌશલ્યની તાલીમ આપવા તાલીમ સંસ્થાઓ પ્રયાસો હાથ ધરે છે. જેને ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) તરીકે ઓળખવામાં આવે છે. ITI Admission Gujarat 2023 પ્રોસેસ ચાલુ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.
Directore of Employmemt and Training (DET) દ્વારા ટેકનીકલ અને નોન-ટેકનિકલ કોર્સ માટે આઈ ટી આઈ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. Gujarat ITI 2023 Application Form ઓનલાઈન પ્રક્રિયા 3 May 2023 ચાલુ થઈ ગયેલ છે. એડીમિશન મેળવવાની પ્રકિયા ફક્ત online જ છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મેરીટના આધારે થાય છે. આ આર્ટિકલ દ્વારા, આઈટીઆઈ એડમિશન માટેની તમામ માહિતી મેળવીશું.
Gujarat ITI Eligibility Criteria (પાત્રતા)
ગુજરાતની વિવિધ ITI માં એડીમિશન મેળવવા અલગ-અલગ પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ભારત દેશના નાગરિક હોવા જોઈએ.
- ગુજરાત રાજ્યનું Domicile Certificate ધરાવતા હોવા જોઈએ.
- ઉમેદવારોને 14 વર્ષ કે તેથી વધુ વય મર્યાદા હોવી જોઈએ.
- ઉમેદવાર ધોરણ-10 પાસ હોવો જોઈએ. ઉપરાંત મીની આઈટીઆઈ માં એડમિશન માટે ધોરણ-7 થી વધુ અભ્યાસ કરેલો હોવો જોઈએ.
Highlight Point Of ITI Admission 2023
વિગતો માહિતી/તારીખ
એડિમિશન ટ્રેડનું નામ ફીટર, ટર્નર,મિકેનિકલ,પ્લમ્બર એવા ઘણા બધા ટ્રેડો
લાયકાત: ધોરણ 8, 10 અથવા 12 પાસ
એડમિશન ફી: 50 (Online Mode)
અધિકૃત વેબસાઈટ: Click Here
ઓનલાઈન પ્રારંભ તારીખ: 24/05/2023
છેલ્લી તારીખ: 25 June 2023
ઓફિશિયલ વેબસાઈટ: https://itiadmission.gujarat.gov.in/
ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશન: ITI Direct Online Application
Application Fee (અરજી ફી)
ગુજરાતની ITI માં એડમિશન મેળવવા માટે પ્રવેશ ફી ચુકવવાની હોય છે. જેની વિગતો નીચે મુજબ છે.
- ઉમેદવારોને આઈટીઆઈ સંસ્થામાં પ્રવેશ મેળવવા Fee રૂપિયા 50 ચૂકવવાના રહેશે.
- એપ્લિકેશન ફી Online Mode દ્વારા ચૂકવવાના રહેશે.
- વિદ્યાર્થીઓ પોતાના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટર બેંકિંગ દ્વારા પોતાની એપ્લિકેશન ફી ભરવાની રહેશે.
Gujarat ITI Application Form ની અગત્ય બાબતો
ગુજરાત રાજ્યમાં આઈટીઆઈના અરજી ફોર્મ 2023 પ્રોસેસ ચાલુ થઈ ગયેલી છે. જેની અગત્યની સૂચનાઓ નીચે મુજબ છે.
- ITI માં પ્રવેશ મેળવતા પહેલા કેટલીક પાત્રતા નક્કી છે, જે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ.
- ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર આપેલા સૂચનો મુજબ અરજી કરવાની રહેશે.
- ઉમેદવારોઓએ ઓનલાઇન અરજી ફોર્મ છેલ્લી તારીખ પહેલા ફરજિયાતપણે ભરવાનું રહેશે.
- વિદ્યાર્થીઓએ પોતાની ઓનલાઇન ફોર્મ ભર્યાની પ્રિન્ટ અને રસીદ સાચવીને રાખવાની રહેશે.
Document Required For ITI Admission 2023
ગુજરાત રાજ્યમાં ઘણી બધી આઈટીઆઈ સંસ્થાઓ છે. જેમાં પ્રવેશ મેળવવા માટે Online Form ભરવાનું રહેશે. જેના માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂરી છે, જે નીચે પ્રમાણે છે.
- ધોરણ-10 ની માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- નોન-ક્રિમિનિયલ સર્ટિફિકેટ (OBC જાતિના વિદ્યાર્થીઓ માટે)
- બેંક પાસબુક
- જાતિ અંગેનું પ્રમાણપત્ર (EWS, OBC,SC, ST માટે)
- મોબાઈલ નંબર/ઈમેઈલ આઈડી
- દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
ITI Admission Gujarat 2023 | આઈ ટી આઈ એડમિશનની તમામ માહિતી મેળવો.
How To Filling Online Application For ITI Admission
રાજ્યમાં ટેકનીકલ અને નોન-ટેકનીકલ શિક્ષણ મેળવવા માટે ITI માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Chorme માં ITI Admission લખવાનું રહેશે.
- જેમાંથી Google Search Result માંથી https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ ખોલવાની રહેશે.
- આ વેબસાઈટ પર Home Page પર “Apply For New Registration“લિંક પર ક્લિક કરવું.
- ITI Admission Gujarat | iti admission.gujarat.gov.in |
- હવે, રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમાં માંગ્યા મુજબની વ્યક્તિગત, શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે.
- તમામ વિગતો ભર્યા બાદ બાંહેધરી આપીને, સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન ફોર્મ સબમીટ કર્યા બાદ, એક રજીસ્ટ્રેશન નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Photo Upload Process (ફોટો અપલોડ કરવાની પ્રોસેસ)
ઉમેદવારોની પ્રાથમિક વિગતો ભર્યા બાદ ફોટો અપલોડની પ્રોસેસ કરવાની હોય છે. જે નીચે પ્રમાણે છે.
- ઉમેદવારોએ પોતાનો ફોટો અપલોડ કરવા માટે રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ નાખીને Login કરવાનું રહેશે.
- વિદ્યાર્થીએ પોતાનું વ્યક્તિગત લોગીન કર્યા બાદ, પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો 25 kb થી 100 kb નો અપલોડ કરવાનો રહેશે.
- છેલ્લે,ફોટો અપલોડ કર્યા બાદ Photo Uploaded Successfully નો મેસેજ આવશે.
Confirm Application (અરજી કન્ફર્મ કરવાની પ્રક્રિયા)
ITI Online Form માં વ્યક્તિગત માહિતી અને ફોટો અપલોડ કર્યા બાદ Confirm Application કરવાની હોય છે. પોતાની એપ્લિકેશન કન્ફર્મ કરતાં પહેલાં, લોગ-ઈન કર્યા બાદ “Preview Application” કરીને ચકાસી લેવાનું રહેશે. ઉમેદવારો પોતાની અરજી કન્ફર્મ કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Confirm Application બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે ઉમેદવારે તમારો રજીસ્ટ્રેશન નંબર તેમજ જન્મદિવસ નાખીને “GO” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ, “Yes I Confirm” પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, બાંહેધરી આપીને “Confirm” કરતાં, તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
- Final Confirm માટે મોબાઈલ નંબર/ઈમેઈલ પર SMS/Email માં OTP આવશે.
- હવે, તમારે તે OTP નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- અંતે, અરજી એકવાર કન્ફર્મ થયા બાદ કોઈપણ સુધારો-વધારો થશે નહીં.
Print Application (પ્રિન્ટ કાઢવાની પ્રોસેસ)
ઓનલાઈન અરજી કર્યા બાદ, ઉમેદવારો દ્વારા અરજી કન્ફર્મ કરવાની હોય છે. અરજી Confirm થયા બાદ તેની પ્રિન્ટ કાઢવાની હોય છે. Print Application કરવા માટે નીચે મુજબ સ્ટેપ્સને અનુસરવાના હોય છે.
- ITI Website પર Home Page માં જવાનું રહેશે.
- જેમાં Print Application પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં તમારા અરજી નંબર અને જન્મતારીખના આધારે પ્રિન્ટ કાઢી શકાશે.
ITI Course List | ગુજરાત આઈ.ટી.આઈ એડમિશન 2023 કોર્ષની યાદી
રાજ્યની વિવિધ આઈટીઆઈમાં ઘણા બધા કોર્ષ માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે. જેમાં ખૂબ પ્રચલિત કોર્ષની યાદી નીચે મુજબ છે.
- ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ
- મિકેનિક્સ ડીઝલ એન્જિન
- મિકેનિક્સ મોટર વ્હીકલ
- મિકેનિક રેફ્રિજરેશન અને એર-કંડિશનર.
- સીવણ ટેકનોલોજી
- વાયરમેન
- કોમ્પપુટર સંચાલક
- ઈલેક્ટ્રિશિયન
- ફિટર
- મિકેનિક ડીઝલ એન્જિન
- વેલ્ડર (TASP)
- વાયરમેન (TASP)
- વાઈન્ડર
- આર્મેચર મોટર રીવાઈન્ડિંગ/કોઇલ
Important Links Of ITI Admission Process
Sr.NO Subject
6 ITIમાં પ્રવેશ તથા મેરીટની વિગતો
9 User Manual For Online Fees Payment
10 Home Page
ITI Online Application Form માટેની અગત્યની બાબતો.
આઈટીઆઈનું ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જે નીચે મુજબ છે.
1.ઓનલાઈન અરજી કરતી વખતી વખતે મોબાઈલ નંબર ફરજિયાત આપવો. જેથી સમયસર SMS Alert મળી રહે.
2. Online Form ભર્યા બાદ પ્રિન્ટ કરતી વખતે, તમારા Browser નું Pop-up-Blocker “Off” હોવું જોઈએ. જે પ્રિન્ટ નવા Window માં ખુલશે.
3.Online Application Form ભરતી વખતે સ્પેશિયલ અક્ષરો જેવા કે, !@#%$& નો ઉપયોગ કરવો નહીં.
4. ઓનલાઇન ફોર્મમાં * માર્ક કરેલી માહિતી ફરજીયાત ભરવાની રહેશે.
5.ઉમેદવારો દ્વારા માહિતી ખોટી ભરેલી હશે તો, ઉમેદવારી રદ થવાને પાત્ર થશે.
ITI Admission 2023 Last Date
જે વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાનો હોય તો ઓનલાઇન અરજી કરવાની રહેશે. Online Application કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2023 સુધીની છે. ત્યારબાદ ઓનલાઇન અરજી થશે નહીં જેની નોંધ લેવી.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
1. ITI માં વિવિધ પ્રકારના કોર્ષની પ્રવેશ માટેની લાયકાત શું છે?
જવાબ: આઈટીઆઈ માં ચાલતા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓછામાં ઓછી ધોરણ-7 પાસ થી ધોરણ 12 અને ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા હોય તે એડમિશન મેળવી શકે છે.
2. આઈ.ટી.આઈ માં ચાલતા કોર્ષનો સમયગાળો શું હોય છે?
જવાબ: રાજ્યમાં વિવિધ આઈ.ટી.આઈ માં ચાલતા કોર્ષનો સમયગાળો 6 માસથી 2 વર્ષ સુધીનો હોય છે.
3. I.T.I Admission માટેની વયમર્યાદા શું છે?
જવાબ: રાજ્યમાં ચાલતી I.T.I માં પ્રવેશ મેળવવા માટે તમામ ઉમેદવારોનું લઘુતમ વયમર્યાદા 14 વર્ષની છે.
4. આઈ.ટી.આઈ પ્રવેશ માટે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: આ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2023 સુધીની છે.
5. Gujarat ITI Admission 2023 માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?
જવાબ: આઈટીઆઈ પ્રવેશ મેળવવા માટે આ https://itiadmission.gujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ છે.