Pandit Din Dayal Upadhyay Awas Yojana (Application Form for Housing Assistance) 

Application Received Date Applicant's Name 

Application Sr.: Correspondence Address Online Application Form for Housing Assistance  Must be done by 2021.

Find out in more detail which documents are required to avail this scheme, where to apply, online application form, who will get the benefit.

Pandit Din Dayal Upadhyay Awas Yojana

જાહેરખબર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ,
નિયામક , વિકસતી જાતિ કલ્યાણ , બ્લોક નં . ૪ , ત્રીજો માળ , ડૉ . જીવરાજ મહેતા ભવન , ગાંધીનગર.

યોજના
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ( વર્ષ 2021-22 ) નિયામક , વિકસતી જાતિ કલ્યાણની કચેરી , ગાંધીનગર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને | શૈક્ષણિક રીતે પછાત વર્ગ , આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી - વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે . સદરહુ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર તા. 01-06-2021 થી તા. 30-06-2021 સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે . 

અરજી કરવાની તારીખ : 01-06-2021 થી તા. 30-06-2021 સુધી

વેબસાઈટesamajkalyan.gujarat.gov.in

વિગતો
  1. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે . 
  2. અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદ ( નામંજુર ) ગણાશે.
  3. ઓનલાઇન અરજીમાં સામાન્ય ક્ષતિ પૂર્તતા હોય તો નાયબ નિયામકશ્રી , જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ( વિકસતી જાતિ ) દ્વારા પૂર્તતા કરવા જણાવવામાં આવે તો દિન -15  માં પૂર્તતા કરી અરજી જિલ્લા અધિકારીને મોકલવાની રહેશે . ત્યારબાદ મળેલ અરજી રદ ગણાશે . 
  4. અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ . 
  5. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. 1,20,000 / - અને શહેરી વિસ્તાર માટે રૂા . 1,50,000 / - થી વધુ હોવી જોઈએ નહીં . 
  6. અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહિ . 
  7. આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે . 
  8. જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારીશ્રી / કર્મચારીશ્રી દ્વારા જ્યારે રીઝનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના આપવાના રહેશે.
  9. વર્ષ 2020-21 માં અરજદારે ઓનલાઇન અરજી કરેલ હોય અને તે પસંદ થયેલ ન હોય તો તે અરજી રદ ગણવાની રહેશે અને તેવા અરજદાર ચાલુ વર્ષે લાભ લેવા માંગતા હોય તો નવેસરથી અરજી કરવાની રહેશે.
  10. ઓનલાઇન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે . અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે.
  11. અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા વેબસાઇટ જોતા રહેવું.
  12. અરજી મંજુર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે . જે અંગે બીજો કોઈ હક્કદાવો કરી શકાશે નહીં.
  13. વધુ અરજીઓ આવેલ હશે તો જે તે જિલ્લાના લક્ષ્યાંક અને તાલુકાના લક્ષ્યાંકના આધારે ડ્રો પદ્ધતિથી રાજ્ય / જિલ્લામાંથી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
  14. આ યોજનાનો લાભ અરજદારને ચાલુ વર્ષ લીધેલ મળેલ ન હોય તો તે અરજદાર બીજા વર્ષ પુનઃ અરજી કરી શકે છે.
  15. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ શકે તે માટે યોજનાની પાત્રતાના માપદંડો , નમુનાનું ફોર્મ , નિયત સોગંદનામા , જરૂરી જોડવાના આધારોની યાદી , FAQs esamajkalyan.gujarat.gov.in ના DASHBOARD પર નિયામક વિકસતી જાતિ કલ્યાણમાં આપેલ છે . જેનો સંપુર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે . તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામકશ્રી , જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , વિકસતી જાતિ ) ની કચેરીમાંથી પણ મળી રહેશે.
  16. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક , વિકસતી જાતિ કલ્યાણ ખાતું , ગુજરાત રાજ્ય , ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે . 

સ્થળઃ- ગાંધીનગર ( એન.એ. નિનામા IAS ) નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજય , ગાંધીનગર