PM Kisan Sanman Nidhi Yojana // આ યોજનામાં કોને નથી મળતો લાભ, જાણો શુ છે એના નિયમ અને શરતો ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા PM Kisan Yojana ખાસ ખેડૂતો માટે લાભ કારક યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજનામાં પતિ અને પત્ની બંનેને એક સાથે આ PM Kisan યોજનાનો લાભ મળી શકશે નહી. એના માટે અરજી કરતા પહેલા જાણી લો શું યોજનાના નિયમો અને શરતો.
- PM Kisan Yojana: આ યોજનામાં આ લોકોને નથી મળતો લાભ
- સ્કીમનો લાભ લેવાના નિયમો અને શરતો જાણો
- કેવા લોકો નથી આ યોજના માટે લાયક
PM Kisan Sanman Nidhi Yojana : કેન્દ્ર સરકારની આ કિસાન સમ્માન નિધિ યોજનાના આધારે સરકાર ખેડૂતોની આર્થિક રીતે મદદ કરે છે. જેમાં ખેડૂતોને 2000 રૂપિયા હપ્તાના સ્વરૂપે સીધા તેમના બેન્ક ખાતામાં જ જમા આપવામાં આવે છે.
ખેડૂતોને અત્યાર સુધીમાં આવા 8 હપ્તા ચૂકવાયા છે અને 9મા હપ્તા માટેની હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા હશે. આ યોજના માટે અને તેને લઈને હજી પણ લોકોને અનેક શંકાઓ છે. તેના નિયમો અને શરતો હજુ પણ લોકો પૂરેપૂરી જણાતા નથી, તો ચાલો જાણીએ કે કોને આ યોજનાનો લાભ મળે છે અને કોને નહીં.
કોને મળશે આ યોજનાનો લાભ મળે નહીં
પતિ અને પત્ની બંનેને આ PM Kisan સમ્માન નિધિ યોજનાનો લાભ મળતો નથી. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને આવું કરે છે તો તેને દગાખોર ગુનેગાર ગણવામાં આવે છે. સરકાર તેની પાસેથી લીધેલા રૂપિયાની રિકવરી પણ કરી શકે છે. આ સિવાય બીજી પણ અનેક વાતો છે જે ખેડૂતને આ યોજનાના લાભાર્થી તરીકે અપાત્ર બનાવે છે.
જો ખેડૂત પરિવારમાં કોઈ પણ વ્યક્તિ ગવર્નમેન્ટ ટેક્સ ભરે છે તો તેને પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી.
પતિ અને પત્ની બન્નેમાંથી જો કોઈ એક વ્યક્તિ પણ ઈન્કમ ટેક્સ ભર્યો છે તો તેમને આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
કોણ કોણ નથી આ યોજના માટે લાયક
જો કોઈ ખેડૂત તેની પોતાની ખેતીની જમીનનો ઉપયોગ ખેતીના કામ માટે ન કરે અને અન્ય બીજા કોઈ કામ માટે કરે છે અને બીજા કોઈ ખેતરમાં ખેતીનું કામ કરે છે, તે ખેતર તેનું પોતાનું નથી તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ તે લઈ શકશે નહીં.
જો કોઈ ખેડૂત ખેતી કરે છે પણ તે ખેતર તેના પોતાના નામે નથી અને પરિવારના બીજા કોઈ સભ્યના નામે છે તો પણ તેને આ લાભ મળી શકતો નથી.
તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થયો કે નહીં... ? ચેક કરો અહીંયાંથી... 👈
સાથે આવા લોકોને પણ નહીં મળી શકે લાભ
જો કોઈ વ્યક્તિ ખેતીની જમીનનો માલિક છે પણ સાથે જ સરકારી કર્મચારી પણ છે કે રિટાયર થઈ ગયો છે તેવા અને કોઈ વ્યક્તિ હાલના કે પૂર્વ કાલીન સાંસદ, ધારાસભ્ય, રાજ્ય મંત્રી છે તો તેવા વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળી શકતો નહીં.
આ યોજના માટે અપાત્ર એવા લોકોના લિસ્ટમાં પ્રોફેશનલ રજિસ્ટર્ડ હોય તેવા ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તેમના પોતાના પરિવારના લોકો પણ આવે છે.
સરકારમાં ઈન્કમ ટેક્સ આપનારા વ્યક્તિના પરિવારને પણ આ યોજનાનો કોઈ ફાયદો કે લાભ મળશે નહીં.