વજન ઘટાડવા કે વધારવા માટે શું કરવું ? જાણો, ખોરાક અંગેની ટિપ્સ અને દવા

વજન ઘટાડવું હોય કે વધારવું હોય, તે એક મોટી સમસ્યા અત્યારે બની ગઈ છે. કેટલાકને ડાયટિંગ કરવા છતાં વજન ઘટતું નથી ને ઘણાણે ડબલ ખાવા છતાં વજન વધતું નથી.

વજન વધારવું અને વજન ઘટાડવું - આ બંને એક બીજાથી વિરુદ્ધ પણ મોટી સમસ્યાઓ છે. તેને કેવીરીતે દૂર કરવી એના માટેની કેટલીક સચોટ અને ચોક્કસ રીત (ટિપ્સ) અહીંયા આપણે જોઈશું.

કેટલાક એક્સપર્ટ પાસેથી માર્ગદર્શન મેળવીશું અને કેટલાક ઓપન સોર્સમાંથી પણ માહિતી મેળવીશું..

  • વજન ઘટાડવા માટે ખોરાક
  • વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ
  • વજન ઘટાડવા માટે ખોરાક અંગેની ટીપ્સ
  • વજન ઘટાડવા માટે શું કરવું પડે
  • વજન ઘટાડવા માટેની દવા
વજન ઘટાડવા માટે મધનો પ્રયોગ

વજન ઘટાડવા માટે મધનો ઉપયોગ કરવાની સાચી ને સચોટ રીત

કોઈપણ વ્યક્તિ જેને ચરબીનું પ્રમાણ વધારે છે અને ચરબી ઘટાડવા માંગે છે તે અન્ય આહાર અને કસરતનો પણ પ્રયોગ કરી શકે છે. પણ તેની સાથે સૌથી સારો ઉપાય છે એ મધનો પ્રયોગ, તો જુઓ તે કેવીરીતે કરી શકાય ?

રીત : રોજ સાંજે, 200 મિલી જેટલું સાદું પાણી લેવું તેમાં 20 થી 25 ગ્રામ શુદ્ધ મધ ઉમેરવું. (ગરમ પાણીમાં લીંબુ પણ નહીં) તેને ઢાંકીને મૂકી રાખવું અને સવારે વહેલા ઉઠીને નરણા કોઠે પી લેવું, આજ રીતે, સવારે ફરીથી મિક્ષ કરી મૂકવું અને રાત્રે ઊંઘતા પહેલા ફરીથી પી લેવું

બજારમાં ઉપલબ્ધ જુદા જુદા બ્રાન્ડેડ મધ પણ બનાવટી હોય છે.  અને તેથી તે જરૂરી પરિણામ આપતા નથી ઉલટા વધારાનું વજન વધારે છે.  ગરમ પાણીમાં મધ લેવાની પદ્ધતિ એકદમ ખોટી છે, કારણ કે શુદ્ધ મધ ગરમ કરાય નહીં.

મધના પાણીમાં લીંબુ ઉમેરવાની વાત પણ ખોટી છે.  આ કરવાથી વજન તો ઘટતું નથી પણ સાંધાનો દુખાવો મફતમાં મળે છે. 

શુદ્ધ મધ ચરબી ઘટાડવાની સાથે સાથે એનર્જી પણ આપે છે તેથી ખોરાક ઓછો ખાવા છતાં અશક્તિ આવતી નથી. માટે મધ શુદ્ધ હોવું જરૂરી છે. 

આ પ્રયોગ 30 દિવસ કરવાથી 100% પરિણામ મળશે.. ટ્રાય કરી જુઓ


વજન વધારવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય
  • બટેટા
  • બદામ
  • મધ
  • જવ
  • રોજ વ્યાયામ કરો
એવું જોવા મળે છે કે  જે લોકો જાડા થાય છે તે હમેશા પાતળા થવાનું જ વિચારતા હોય છે એના કારણે તેઓ ઘણીવાર નુકસાનકર્તા વસ્તુઓનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ તેમને એ ખબર નથી હોતી કે જે લોકો પાતળા છે તેમને પણ ઘણી બધી માનસિક કે સામાજિક તકલીફો સહન કરવી પડતી હોય છે. 

જે પાતળા લોકો છે તે હંમેશા તેમના પાતાળ શરીરને લીધે માનસિક રીતે હલકી ભાવનાઓનો ભોગ બનતા હોય છે. જેના લીધે ઘણી વાર તેઓ લોકોની વચ્ચે જવાથી પણ દુર ભાગે છે. તેમને સતત ડર રહે છે કે કોઈ તેના આવા દુબળા પાતળા શરીરને કારણે તેમની મજાક ઉડાવશે. પણ એ લોકો હંમેશા જાડા લોકો કરતા આરોગ્યને લગતી તકલોફો નો ભોગ બઉ ઓછા જ બને છે.

જો તમે પણ શરીરથી ખુબ વધુ પાતળા છો તો કદાચ તમે પણ પરેશાન હશો. આવા દુબળા શરીર માટે ફિટિંગ આવે તેવા કપડાં પણ નથી મળતા, એ સિવાય શરીર પાતળું હોવાથી બોડી ફિગર પણ સારી નથી લાગતી. જો તમારે વજન વધારવું છે તો અહીં આપેલી ટિપ્સ ને ફોલો કરો તમારું વજન વધશે અને બોડી પણ સુંદર બની જશે. 

તમારું દરરોજનું ખાવા પીવાનું વ્યવસ્થિત રાખો અને શક્ય બને ત્યાં સુધી બહારનું જંક ફૂડ ખાવાનું ટાળો. તેનાથી તમારા શરીરના મેટા બોલીજ્મ પણ વધશે અને તમે હંમેશા સ્વસ્થ રહેશો. તમારું શરીર પણ ખૂબ હેલ્દી અને આકર્ષક દેખાવ લાગશે.

પ્રોટીનથી ભરપૂર ભોજન લેવાથી વજન વધે છે સાથે સાથે માંસપેશીઓની શક્તિ પણ વધે છે. 

તેમાં દૂધ, ચીઝ, મગફળી, બટર, ખજુર, દાળિયા અને બીટ જેવી વસ્તુઓ ખૂબ ખાવી. તમને ગમતાં હોય તો કેળાનું મિલ્ક શેઈક બનાવીને પણ પી શકો છો કેમ કે કેળાને ખાવાથી વજન ખૂબ ઝડપી વધે છે. તેના માટે સવારે કેળાનો શેઇક બનાવી તેનો એક ગ્લાસ અને સાંજે કેરીનો તાજો શેઈક બનાવી તેનો એક ગ્લાસ પી લેવો. તમારા વજનમાં આચ્યર્ય જનક વધારો જોવા મળશે.
Previous Post Next Post