ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023
✓ તારીખ : તા : ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા : ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩
✓ સ્થળ : કર્ણાવતી / ગાંધીનગર
વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંતનો પત્ર
ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે વિજ્ઞાન ગુર્જરીએ વિજ્ઞાન સાથે મળીને કાર્ય કરતી અને અખિલ ભારતીય સ્તરે વિજ્ઞાન ભારતીના નામે ઓળખાતી તથા દરેક રાજ્યમાં કામ કરતી એક સંસ્થા છે.
વિજ્ઞાન ગુર્જરી ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ વિજ્ઞાન દ્વારા ગુજરાતનો વિકાસ ” થીમ પર ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩ ( જીવીએસ -૨૦૨૩ ) નું ફેબ્રુઆરી માસના ત્રીજા અઠવાડિયામાં સંભવિત તા : ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા : ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન કર્ણાવતી / ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે.
શાળાનાં બાળકો, શિક્ષકો અને અન્ય વ્યક્તિઓ જીવીએસ -૨૦૨૩ માં યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધામાં નીચે આપેલ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.
રજીસ્ટ્રેશન લીંક : https://forms.gle/wLMdmHqYXd7eMv9z9
ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩ ના યોજાનાર પ્રવૃત્તિઓ તેમજ અન્ય વિગતો આ સાથે સામેલ છે. ઉક્ત બાબતે શાળાઓના વધુમાં વધુમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ભાગ લેવા તથા જરૂરી સહકાર આપવા આપના તાબા હેઠળની તમામ શાળાઓને આ અંગે જરૂરી સુચના આપવા વિનંતી છે.