Search Suggest

કીડીઓ હંમેશા લાઈનમાં જ કેમ ચાલે છે ? જાણો તેની પાછળનું રહસ્ય

સમગ્ર સૃષ્ટિનું સર્જન કરનાર દેવાધી દેવ એ પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે આ પૃથ્વી પર ઘણા બધા જીવજંતુઓ બનાવ્યા છે. તેમાંનું સૌથી નાનું જીવજંતુ એટલે કીડી. ઘણીવાર તમને પણ જોઈને આશ્ચર્ય થતું હશે કે દરેક કીડીઓ હંમેશા લાઈનમાં જ કેમ ચાલતી હોય છે તો આવો જાણીએ તેની પાછળ શું છે રહસ્ય.


આ પૃથ્વી પર ગણી ન શકાય તેટલી કીડીઓનો વાસ છે. પરંતુ એ વાતની નવાઈ લાગશે કે શા માટે કીડીઓ હંમેશા લાઈનમાં ચાલતી હોય છે તો આપને જણાવી દઈએ કે આ તમામ કીડીઓ વચ્ચે એક રાનીકીડી, માદા કીડી અને બહુ માદા કીડી પણ રહેતી હોય છે. જેમાં રાની કીડીના લાખોની સંખ્યામાં બાળકો હોય છે જ્યારે નર કીડીઓ પાંખો ધરાવતા હોય છે અને માદા કીડીઓને પાંખો હોતી નથી. સામાન્યતઃ આપણે મોટેભાગે લાલ અને કાળી કીડીઓને જ જોયેલ હશે પરંતુ આ સમગ્ર સૃષ્ટિમાં કીડીઓની 12000 થી પણ વધારે પ્રજાતિઓ મળી આવે છે. એન્ટાર્કટિકા ખંડને બાદ કરતાં સમગ્ર પૃથ્વીના દરેક છેડે તમને કીડીઓ જોવા મળશે. દુનિયાની સૌથી ખતરનાક કીડીઓ બ્રાઝિલમાં આવેલા એમેઝોન જંગલમાં જોવા મળે છે જેનો ડંખ એટલો તીક્ષણ હોય છે કે જાણે બંદૂક માંથી ગોળી છૂટી શરીરમાં વાગી ન હોય. બ્રાઝિલના એમેઝોન જંગલમાં વસ્તી કીડીઓના આવા જ લક્ષણોને કારણે તેમણે બુલેટ એન્ટ નામથી પણ ઓળખવામાં આવે છે.

દુનિયામાં ઘણા જીવજંતુઓ અને કીડા થોડા સમય માટે જ જીવિત રહેતા હોય છે. જ્યારે કીડીઓ લાંબા સમય સુધી જીવિત રહી શકે છે તેમાં પણ પોગોનોમી મેક્સ ઓ હિ નામની રાની કીડી લગભગ 30 વર્ષ સુધી જીવિત રહી શકે છે. કીડીની ગણના દુનિયાના મજબૂત પ્રાણીઓમાં કરવામાં આવે છે જે પોતાના વજન કરતાં 50 ગણું વજન ઉઠાવી શકવાની કાબેલિયત ધરાવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે કીડીના શરીરમાં ફેફસા કે કાન હોતા નથી. તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું આવન જાવન તેમના શરીરમાં રહેલા નાના છિદ્રોવ વડે કરે છે. તદુપરાંત કીડીની આંખો પણ હોતી નથી તેના શરીર પર રહેલી આંખો ફક્ત દેખાવ માટેની જ છે. આ કી ડીયો જ્યારે પણ પોતાના ખોરાકની શોધમાં બહાર નીકળે છે ત્યારે આ કીડીઓની રાણી તેમના રસ્તામાં ફેરોમોન્સ નામનું રસાયણ છોડી જાય છે જેની ગંધ સુઘતા સુંઘતા બાકીની કીડીઓ તેની પાછળ ચાલી જાય છે. જેને કારણે એક લાઈન બનતી જાય છે આ કારણે જ તમામ કીડીઓ જાણે એક જ લાઈનમાં જતી હોય તેવું લાગે છે.

આમ કીડીઓનું હંમેશાં લાઈનમાં ચાલવું તેનું મુખ્ય કારણ રાની કીડી દ્વારા છોડવામાં આવતું ફેરોમન્સને ગણી શકાય.