Search Suggest

PM Kisan : 13મોં હપ્તો ક્યારે જમા થશે ?

PM KISAN YOJNA 2023: પીએમ કિસાન યોજના સન્માન નીધી નો 12મો હપ્તો લગભગ તમામ ખેડૂતોના ખાતામાં આવી ગયો છે. જેમનું KYC બાકી છે, તેવા ખેડૂતોને આ હપ્તો જમા થયો નથી અને સમસ્યા નડી રહી છે. ત્યારે આગામી 13મો હપ્તો (13th Installment) કઇ તારીખે આવશે અને તેના પહેલા તમારે શું કરવુ જોઈએ તે આજે જાણી લો અને અમલમાં મૂકી દો. સરકારે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM KISAN SANMAN nidhi.gov.in) યોજનાનો 12મો હપ્તો જમા કર્યો છે. ખેડૂતો આ યોજના (PM-Kisan Samman Nidhi) ના આવનારા 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.


PM KISAN YOJNA 13મોં હપ્તો ક્યારે જમા થશે


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક કેન્દ્રીય યોજના છે, દેશના તમામ ખેડૂત પરિવારને કૃષિ અને તે સંબંધિત પ્રક્રિયાઓ માટે સરકાર પૈસા આપે છે. ઉપરાંત ઘરેલુ જરૂરિયાત સબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે અને નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે આવક પ્રદાન કરે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર દ્વારા તમામ નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે.

PM KISAN YOJNA

PM KISAN 13 મ હપ્તાનુ સ્ટેટસ ચેક કરો


13મોં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.

સ્ટેપ 1: સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.

સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.

સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.

સ્ટેપ 4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.

સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.

જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 13મો હપ્તો નહીં મળે.

PM KISAN KYC ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવું?


સ્ટેપ 1: PM કિસાનની ઓફીસીયલ વેબસાઈટની મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.

સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.

ખાસ નોંધ: તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પાર ઓટીપી (OTP) નહિ આવે.

અગત્યની લીંક

PM કિસાન યોજના ઓફીસીયલ સાઇટ અહિં ક્લીક કરો
PM કિસાન યોજના લાભાર્થી લીસ્ટ અહિં ક્લીક કરો
PM કિસાન યોજના e-KYC કરવા માટે અહિં ક્લીક કરો

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો


PM Kisan Samman Nidhi નો 13મોં હપ્તો ક્યારે જમા થશે?

PM કિસાન યોજનાના પૈસા કેન્દ્ર સરકાર તરફથી 23 જાન્યુઆરી, 2023 ના રોજ જમા થાય તેવી શકયતાઓ છે. (https://pmkisan.gov.in/)