એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ | Ek Bharat Shreshtha Bharat Program

“ એક ભારત શ્રેષ્ઠ ભારત ” કાર્યક્રમ અંગેની ગ્રાન્ટ ફાળવણી તથા માર્ગદર્શિકા
 
 ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે " એક ભારત શ્રેષ્ઠ ભારત " કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજાઈ રહ્યો છે . જેનો હેતુ બાળકોમાં દેશના જુદા - જુદા રાજ્યોની સાંસ્કૃતિક , સાહિત્યિક , ભૌગોલિક , ઐતિહાસિક , સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો વિષે જાણે અને સમજ કેળવે તથા એક - બીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવે .

 " એક ભારત શ્રેષ્ઠ ભારત " કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ થયેલ છે.

સંદર્ભ દર્શિત પત્ર ( ૧ ) અને ( ૨ ) અન્વયે રાજ્યની ૭૪૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ સરકારી માધ્યમિક શાળાઓમાં પ્રતિ શાળા દીઠ ૧૦૦૦ / - ( એક હજાર રૂપિયા ) " એક ભારત શ્રેષ્ઠ ભારત " કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે . 

સદર ગ્રાન્ટ વપરાશ અંગેની માર્ગદર્શિકા પણ આ સાથે સામેલ છે . જે ધ્યાને લઇ આ સાથે સામેલ યાદી મુજબની આપના જિલ્લાની શાળાઓમાં સંદર્ભ દર્શિત પત્ર ( ૨ ) માં દર્શાવ્યા મૂજબ બિનચૂક ગ્રાન્ટ ફાળવણી કરી " એક ભારત શ્રેષ્ઠ ભારત " કાર્યક્રમના અમલીકરણ અર્થે આગળની કાર્યવાહી થવા વિનંતી છે .

" એક ભારત શ્રેષ્ઠ ભારત " કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શિકા

  • • આ કાર્યક્રમના અમલીકરણ માટે શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા , ચર્ચાસત્રો , ભાગીદાર રાજ્ય ( છત્તીસગઢ ) પર પ્રોજેક્ટ વર્ક , સાંસ્કૃતિક સ્પર્ધા- લોકગીત , કળા , ચિત્ર , ક્વીઝ વગેરેનું આયોજન કરવું . 
  • • વિદ્યાર્થીઓને ભાગીદાર રાજ્ય વિશે મહત્વપૂર્ણ તથ્યો અને અન્ય મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી પ્રદાન કરવી . 
  • • શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ / ઈન્ટરનેટ સુવિધા હોય તો તેના આધારે બાળકોને ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની વિવિધ બાબતોની ઝાંખી / પરિચય કરાવવો . 
  • • વિદ્યાર્થીઓ માટે " એક ભારત શ્રેષ્ઠ ભારત " હેઠળ વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેતા પ્રોજેક્ટ કરવા . 
  • • બાળકો દ્વારા શાળા લાયબ્રેરીમાંથી છત્તીસગઢ વિશેની માહિતી મેળવી ચર્ચા સત્રો યોજવા . પ્રાર્થનાસભામાં વિશેષ માહિતી આપવી
  • • વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા થનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ / પ્રમાણપત્ર આપવા . .. 
  • • બાળકોને ગુજરાત અને છત્તીસગઢ રાજ્યોની સંસ્કૃતિ , રીતરિવાજો , પહેરવેશ , કૃષિ , આબોહવા જેવા વિવિધ વિષયોથી પરિચિત થાય . .
  • • શાળા કક્ષાએ એસ.એમ. સી.સભ્યો / આગેવાનોની ઉપસ્થિતિમાં બાળકોને પ્રોત્સાહિત કરવા . 
  • • ગામના સૌથી વધુ ઉંમર અને અનુભવી વ્યક્તિ અથવા પ્રતિભાશાળી વ્યક્તિ સાથેનું ચર્ચા સત્ર યોજી બાળકોને જીવનઘડતરના અનુભવો પુરા પાડવા 
  • • બાળકોને સ્થાનિક / લોકલ સંસ્કૃતિના નૃત્યો / હસ્તકળા / રમતો / વિવિધ સામગ્રી નિર્માણ અંગેનું આયોજન કરવું .
  • • સ્થાનિક સહયોગ દ્વારા ગ્રામ્ય સમાજ જીવન સાથે બાળકોને સામેલ કરી કાર્યક્રમ યોજવો , જેમાં સ્થાનિક પ્રાદેશિક બોલી , રીતરિવાજો , પહેરવેશ , લોકગીત , વાર્તા , સ્થાનિક ઈતિહાસ , ગામનું નામકરણ અંગેનો ઈતિહાસ , સ્થાનિક કહેવતો , ચિત્રકળા , વેશભૂષા , નૃત્ય જેવી અનેક બાબતો યોજી શકાય .
  • • શાળા કક્ષાએ બાળકો દ્વારા ઉપરોક્ત બાબતો ધ્યાને લઇ પ્રોજેક્ટકાર્ય તૈયાર કરી એક બુક તૈયાર કરવી

# બાળકોમાં દેશના જુદા - જુદા રાજ્યોની સાંસ્કૃતિક , સાહિત્યિક , ભૌગોલિક , ઐતિહાસિક , સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો વિષે જાણે અને સમજ કેળવે તથા એક - બીજાની સંસ્કૃતી પ્રત્યે આદરભાવ કેળવે હેતુથી શિક્ષા મંત્રાલય , ભારત સરકાર દ્વારા PAB - 2022-23 માં “ Ek_Bharat Shresth Bharat ( Elementary ) “ હેડ 79.83 અંતર્ગત ૭૪૦૦ સરકારી પ્રાથમિક શાળાઓ માટે શાળા દીઠ ર્ ૧૦૦૦ / - લેખે ૬ ૭૪.૦૦૦૦૦ લાખ મંજુર થયેલ છેઅને “ Ek Bharat Shresth Bharat ( Secondary ) " હેડ 77.18 અંતર્ગત ૧૮૬૫ સરકારી માધ્યમિક શાળાઓ માટે શાળા દીઠ ર્ ૧૦૦૦ / - લેખે ર્ ૧૮.૬૫૦૦૦ લાખ મંજુર થયેલ છે .

" એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ " અંતર્ગત દરેક શાળાને 1000 ₹. ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે...
    આ ગ્રાન્ટ વાપરવા માટેની માર્ગદરશિકા જુઓ
👇👇👇


 સંદર્ભ ( ૧ ) ની નોંધ પર માન એસપીડીશ્રી દ્વારા મળેલ મંજુરી અન્વયે આ સાથે સામેલ જિલ્લાવાર પત્રક મુજબ કાર્યક્રમનાં અમલીકરણ માટે શાળાઓને ફાળવવાની થતી ગ્રાન્ટ સંબંધિત સંબંધિત જિલ્લા પ્રોજેક્ટ કૉ - ઓર્ડીનેટર / શાસનાધિકારીશ્રીને અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને ફાળવવાની થાય છે .

 ઉક્ત વિગત ધ્યાને લઇ PAB - 2022-23 માં “ Ek Bharat Shresth Bharat ( Elementary ) “ હેડ 79.83 અંતર્ગત ૬ ૭૪.૦૦૦૦૦ લાખ “ Ek Bharat Shresth Bharat ( Secondary ) " હેડ 77.18 અંતર્ગ ત ૬ ૧૮.૬૫૦૦૦ લાખ સંબંધિત જિલ્લા પ્રોજેક્ટ કૉ - ઓર્ડીનેટર / શાસનાધિકારીશ્રીને અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને ગ્રાન્ટ ફાળવણી કરવા આથી આદેશ કરવામાં આવે છે .
Previous Post Next Post