પ્રાશિનિ/ચ-૧/પ્રવેશ/૨૩-૨૪/૨/૨૩૩ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં.૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન,
ગુ.રા. ગાંઘીનગર, તા.૨૬/૦૬/૨૦૨૩
પ્રતિ,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ શાસનાધિકારીશ્રી, તમામ
વિષય: બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના નામાંકનની નોંધણી બાબત. સંદર્ભ: રાજય સરકારના શિક્ષણ વિભાગના ..
(૧) તા. ૨૫/૦૪/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક: જશભ/૧૨૨૧/૫૦૩/ન તથા (૨) તા. ૧૫/૦૫/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક: PPS/1023/171/N,
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, સંદર્ભ-૧ અન્વયે રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા સંદર્ભ-૨ અન્વયે રાજ્યની સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ કે જે ધોરણ-૧ થી શરુ થતી હોય તેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી બાલવાટિકા શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે. પહેલી જૂનના રોજ ઉંમરના ૫ (પાંચ) વર્ષ પૂર્ણ થયેલ હોય, પરંતુ ૬ (છ) વર્ષ પૂર્ણ ના કરેલ હોય તેવા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો થાય છે.
આવા બાલવાટિકામાં પ્રવેશ પામેલા બાળકોના નામાંકનની નોંધણી બાબતના પ્રશ્નો ઘણા જિલ્લાઓમાંથી અત્રેની કચેરીએ ઉપસ્થિત થયા હતા. આથી આ સંદર્ભે જાણ કરવામાં આવે છે કે બાલવાટિકામાં પ્રવેશ પામેલ બાળકોના નામાંકનની નોંધણી શાળાના સામાન્ય વયપત્રક (General Register)માં તથા સમગ્ર શિક્ષા સંચાલિત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ)માં કરવાની રહેશે. આ સૂચનાની જાણ આપના તાબા હેઠળની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓને સત્વરે કરી સૂચનાનો અમલ કરાવવા જણાવવામાં આવે છે.
57) નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ ગુ.રા. ગાંઘીનગર.
નકલ સવિનય સ્વાના
અંગત સચિવશ્રી માન. સચિવશ્રી (પ્રા. અને મા.શિ.)નું કાર્યાલય શિક્ષણ વિભાગ...... (માન. સચિવશ્રીના ધ્યાને મૂકવા સારૂ....)