Join Us !

BLOs ની નિમણૂંક અંગે ભારતનાં ચૂંટણી આયોગ, નવી દિલ્હીની માર્ગદર્શક સુચનાઓ મુજબ કાર્યવાહી કરવા બાબત.

ELECTION IMMEDIATE

Phone : 079-23256731

079-23250456

OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER GUJARAT STATE

079-23257419 Fax No. : 079-23250324 079-23250319

General Administration Department (Election Division) Sardar Bhavan, Block No. 7, 2nd floor, Sachivalaya, Gandhinagar-382 010

ક્રમાંક: ઇએલસી/૧૦૨૩/૧૩૯૩/છ

પ્રતિ,

તારીખ:૧૭/૦૮/૨૦૨૩

સર્વે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,

વિષય: બી.એલ.ઓ.ની નિમણૂંક અંગે ભારતનાં ચૂંટણી આયોગ, નવી દિલ્હીની માર્ગદર્શક સુચનાઓ મુજબ કાર્યવાહી કરવા બાબત.

શ્રીમાન,

ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે, ભારતનાં ચૂંટણી આયોગ, નવી દિલ્હીની તા.૦૪/૧૦/૨૦૨૨ના પત્ર ક્ર:23/B0/2022-ERSથી આપવામાં આવેલ સુચના અન્વયે અત્રેના તા.૨૨/૧૦/૨૦૨૨ના પત્ર ક્ર:ઇએલસી/૧૦૨૨ ૪૨૬૫ છથી સર્વે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓને બી.એલ.ઓ.ની નિમણૂંક, ફરજો અને જવાબદારીઓ વગેરે બાબતે વ્યાપક સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે.

બુથ લેવલ ઓફિસરોની નિમણૂંક અને કામગીરી બાબતે વિવિધ શિક્ષક સંગઠનો/સંઘો/મંડળો દ્વારા બી.એલ.ઓ.ની ફરજો અન્ય ૧૩ જેટલી કેડરના કર્મચારીઓ/અર્ધ સરકારી કર્મચારીઓને પણ કામગીરી સોંપવા અને શિક્ષકોને ઓછામાં ઓછા સુચિત કરવા બાબતે, બી.એલ.ઓ.ની ફરજો રોટેશન મુજબ આપવા બાબતે, બી.એલ.ઓ.ની ફરજોમાંથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને મુક્તિ આપવા બાબતે, બી.એલ.ઓ.ની કામગીરી અન્ય એજન્સીઓ મારફતે કે બેરોજગાર યુવકો પાસે કરાવવા બાબતે, ૫૦ વર્ષ કે તેથી વધુ વયની વ્યકિતઓને બી.એલ.ઓ.ની કામગીરી ન સોંપવા બાબતે, બી.એલ.ઓ.ની કામગીરીનું ભથ્થું વધારવા બાબતે રજુઆતો મળેલ છે.

3. આથી, વિવિધ સંગઠનોના પ્રશ્નો નિવારી શકાય તે માટે મળેલ રજુઆતો બાબતે નીચેના મુદ્દાઓ મુજબ કાર્યવાહી કરવા વિનંતી છે.

ભારતના ચૂંટણી પંચની તા.૦૪.૧૦,૨૦૨૨ના પત્ર તથા અત્રેના તા.૨૨.૧૦,૨૦૨૨થી આપેલ સુચના મુજબ બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષકો ઉપરાંત અન્ય ૧૨ કેડરો (જેમકે તલાટી, મધ્યાહન ભોજન કર્મચારી વગેરે), મહદઅંશે સ્થાનિક કક્ષાના કર્મચારીઓ પાસેથી પણ કરાવવી જોઇએ. વધુમાં ઉક્ત સુચનામાં શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરીમાં ઓછામાં ઓછા સુચિત કરવા જોઇએ તેમ જણાવેલ છે, તેનું નિશ્ચિતપણે પાલન કરવું જોઇએ.

• બી.એલ.ઓ.ની નિમણૂંકો કરવા સમયે ફક્ત જિલ્લા/તાલુકા શિક્ષણ અધિકારીઓ પાસેથી જ માહિતી માંગવામાં આવે છે તે મુજબની રજુઆતો મળેલ છે. જેથી આગામી નિમણૂંક પહેલાં તાલુકા/જિલ્લાની અન્ય કચેરીઓ પાસેથી પણ કર્મચારીઓની વિગતો મેળવવી.

ઘણાં બી.એલ.ઓ. દ્વારા ત્રણ વર્ષથી વધારે સમય કામગીરી કરેલી હોવા છતાં અત્રેની કચેરી સુધી મુક્તી માટેની રજુઆતો આવે છે. આથી ત્રણ વર્ષથી વધારે સમય કામગીરી કરેલી હોય તેવા બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુક્તી અંગેની રજુઆતો અન્વયે તુર્ત જ કાર્યવાહી કરવી જોઇએ.

બી.એલ.ઓ.ની નિમણૂંક અને કામગીરી સ્ટ્રિમલાઇન થાય તે માટે ભારતના ચૂંટણી પંચની તા.૦૪.૧૦.૨૦૨૨ તથા અત્રેના તા.૨૨,૧૦,૨૦૨૨ ના પત્રોથી આપેલ સુચનાઓ મુજબ કામગીરી કરવામાં આવે તેમ સર્વે DEOSએ સુનિશ્ચિત કરવું જોઇએ.

 . વધુમાં, હાલમાં બી.એલ.ઓ. તરીકે અલગ-અલગ કેડરના કેટલાં કર્મચારીઓ ફરજો બજાવી રહ્યા છે, તેની માહિતી અત્રેની કચેરીને મળી રહે તે માટે બિડાણમાં સામેલ પત્રક મુજબની માહિતી તા.૧૯/૦૮/૨૦૨૩ સુધીમાં મોકલી આપવા આજ્ઞાનુસાર વિનંતી છે.

 આપનો વિશ્વાસુ,

 (દિલીપ ભાવસાર) ઉપ સચિવ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજય

 બિડાણ: ઉપર મુજબ

આ પણ જુઓ...