DA Hike : દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મોદિ સરકાર આપશે ગિફટ, પગારવધારા ને લઇ થઇ શકે છે જાહેરાત

પગાર વધારો: દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મોદિ સરકાર આપશે ગિફટ, પગારવધારા ને લઇ થઇ શકે છે જાહેરાત

પગાર વધારો: મોંઘવારી ભથ્થામા વધારો: DA HIKE: સરકારી કર્મચારીઓને દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઇથી મોંઘવારી ભથ્થામા વધારો આપવામા આવે છે. ચાલુ વર્ષે 1 જાન્યુઆરી થી કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામા 4 % નો વધારો આપવામા આવ્યો હતો. 1 જુલાઇથી મોંઘવારી ભથ્થામા વધારા બાબતની જાહેરાત હજુ સરકારે કરી નથી, દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામા વધારો જાહેર કરવામા આવે તેવી શકયતાઓ છે.

પગાર વધારો


કેન્દ્રીય કર્મચારીઓને તેમના મળતા બેઝેક સેલેરી પર મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. આ મોંઘવારી ભથ્થામા વધારો વર્ષમા 2 વખત કરવામા આવે છે. જે 1 જાન્યુઆરી અને 1 જુલાઇથી વધારો આપવામા આવે છે.હાલ કર્મચારીઓને બેઝીક પગારના 42 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. 1 જુલાઇથી મળનાર મોંઘવારી ભથ્થાનો વધારો હવે આવનારા દિવસોમા જાહેર કરવામા આવશે.


DA HIKE: કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ ને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. આ વખતે કર્મચારીઓના DAમાં ત્રણ ટકાનો વધારો થાય તેવી શકયતાઓ છે. ચાલો જાણીએ મોંઘવારી ભથ્થામા વધારો થયા બાદ કર્મચારીઓનો પગાર કેટલો વધશે.

મોંઘવારી ભથ્થામા વધારો


સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામા થશે વધારો

1 જુલાઇ થી 3 થી 4 % જેટલો થશે વધારો

1 જાન્યુઆરી અને 1 જુલાઇ થી કરવામા આવે છે વધારો

દિવાળી સુધીમા કેન્દ્ર સરકાર તરફથી આપવામા આવશે કર્મચારીઓને ગીફટ. મોંઘવારી ભથ્થામા કરવામા આવશે 3 થી 4 % નો વધારો. અંદાજીત 3 % નો વધારો કરવામા આવે તેવી શકયતાઓ જણાઇ રહી છે. જેમાં 3 ટકા વધારા બાદ આ મોંઘવારી ભથ્થુ 45 ટકા પર પહોંચી જશે. તેની સાથે જ સરકારી કર્મચારીઓના DR એટલે કે મોંઘવારી રાહતમાં પણ વધારો થવાની શકયતાઓ છે. સરકાર ટૂંક સમયમાં જ DA માં વધારાની જાહેરાત કરે તેવી શકયતાઓ છે. એવામાં દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો ને ખુશખબરી મળી શકે છે.

રાજ્યના કર્મચારીઓને 4 % DA વધારો આપવા બાબત લેટેસ્ટ સમાચાર

આટલો વધશે પગાર


ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે જણાવ્યુ હતુ કે આ વખતે મોંઘવારી ભથ્થા મા ત્રણ ટકા નો વધારો થાય તેવી શકયતાઓ છે. તેમણે કહ્યું કે વિવિધ કર્મચારી યુનિયનો DA માં ચાર ટકા વધારાની માંગ કરી રહ્યા છીએ. જો સરકાર તેને માની જાય તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધીને 46 ટકા થઈ શકે છે.

જો કોઈ કર્મચારીને દર મહિને 36,500 રૂપિયા બેઝીક પગાર હોય તો પણ તેનું DA 15,330 રૂપિયા છે. જો જુલાઈ 2023થી DAમાં 3 ટકાનો વધારો કરવામાં આવે છે તો તેનું DA 1,095 રૂપિયા વધીને 16,425 રૂપિયા જેટલુ થઈ જશે. સાથે જ જુલાઈથી બાકી રકમનુ એરીયસ પણ મળશે.

આ વખતે તહેવારો પર મોંઘવારી ભથ્થામા થતો વધારો જાહેર કરવામા આવે તેવી શકયતાઓ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિના ના ફુગાવા ના સૂચકાંક પરથી મોંઘવારી ભથ્થામા થતો વધારો નક્કી કરવામા આવતો હોય છે. કેન્દ્ર સરકારે કોરોના સમયમા તેના કર્મચારીઓને 18 મહિના એટલે કે એક જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021ની વચ્ચે મોંઘવારી ભથ્થામા થતો વધારો આપ્યો ચુકવણી નથી કરી. આજ રીતે પેન્શરન્સને પણ આ સમયમાં મોંઘવારીથી રાહત એટલે કે DRનું પેમેન્ટ કરવામા આવ્યુ નથી.
Previous Post Next Post