INDIAN PM SHREE NARENDRABHAI MODI LIVE PROGRAM JOVA MATE KHAS LINK

INDIAN PM SHREE NARENDRABHAI MODI LIVE PROGRAM JOVA MATE KHAS LINK

મહત્વપૂર્ણ લિંક



LIVE-મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ ₹ ના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ ₹ ના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. 

વડાપ્રધાન 22 જિલ્લાનાં 7500 ગામડાંમાં 20 લાખ લાભાર્થી માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ 80 કરોડના ખર્ચે પાણીપુરવઠા વિભાગનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.





આગામી તા.27.09.2023 બુધવારના રોજ માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની શાળાઓમાં વિવિધ માળખાકીય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્ત માટેનો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના મુ.બોડેલી ખાતે આયોજિત કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનું BISAG – વંદે ગુજરાત ચેનલ ઉપરાંત સમગ્ર શિક્ષા-ગુજરાતની YouTube ચેનલ “Gujarat e-Class” ના માધ્યમથી પણ તા.27.09.2023ના રોજ બુધવાર બપોરે 12:15 કલાકેથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. જેની લીંક આ મુજબ છેઃ
આપના તાબા હેઠળની તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમુદાયના આગેવાનો અને મહાનુભાવો માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા શાળા કક્ષાએ જરૂરી સૂચના અને આદેશ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે. જે શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા છે ત્યાં ગામ લોકો અને સ્થાનિક મહાનુભાવો સ્માર્ટ ક્લાસની ઉપયોગથી મોટી સ્ક્રીન પર પ્રસારણ નિહાળી શકે તે સુનિશ્તિત કરવાનું રહેશે.
આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ ₹ ના વિકાસકાર્યો પ્રધાનમંત્રી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 4505 કરોડ ₹ ના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 1426 કરોડ ₹ ના કામોનું લોકાર્પણ અને 3079 કરોડ ₹ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ

🎥Live Telecast 19/10/2022 11:30 કલાકે સવારે 

માનનીય વડાપ્રધાનશ્રીના વરદહસ્તે મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ કાર્યક્રમનો વિધિવત શુભારંભ તા. 19 ઓક્ટોબર, 2022 ના રોજ સવારે 11:30 કલાકે દાદાનગર કન્વેન્શન સેન્ટર, અડાલજ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટે ઇન એડ શાળાઓમાંથી  સ્કુલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. જેનું જીવંત પ્રસારણ યુટ્યુબના માધ્યમથી કરવામાં આવશે જેની લીંક આ સાથે સામેલ છે.

🔗લીંક: 
Previous Post Next Post