ગુજરાત ST બસમાં મુસાફરી માટે હવે છુટ્ઠા પૈસાની મગજમારી નહિ રહે, UPI થી Digital Payment કરી શકો છો

ગુજરાત ST બસમાં મુસાફરી માટે હવે છુટ્ઠા પૈસાની મગજમારી નહિ રહે, વાહન વ્યવહાર નિગમે લીધો આ મહત્વનો નિર્ણય

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગે રાજ્યના કરોડો મુસાફરો માટે આ મોટી ખબર આપી છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગે દ્વારા આ મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગુજરાત ST બસમાં નાગરિકો UPIથી ટિકિટનું ડિજિટલ પેમેન્ટ કરી શકશે. વર્તમાન વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી UPI સેવાની શરૂઆત કરાવી દીધી છે.

Gandhinagar : રાજ્યના કરોડો મુસાફરો માટે ખૂબ મોટી ખબર છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમ વિભાગે (Gujarat State Transport Department) આ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવેથી ગુજરાત એસટી બસમાં નાગરિકો UPIથી ટિકિટનું ઑનલાઇન પેમેન્ટ કરી શકશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીજીએ (Harsh Sanghvi) ગાંધીનગરથી આ UPI પેમેન્ટ સેવાની શરૂઆત કરાવી છે.


ST વિભાગને આના માટે નવા 2 હજાર UPI મશીન આપી દેવામાં આવ્યા છે

ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વના એવા સમાચાર સામે આવ્યા છે. મોટા ભાગે બસમાં મુસાફરી માટે છુટ્ટા પૈસાની ઝંઝટ ખૂબ રહેતી હોય છે, પરંતુ હવેથી એસટી બસમાં ટિકિટ લેવામાં છુટ્ટા રુપિયાની મગજમારી નહીં રહે. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ માટે સોલ્યુશન કરી લેવામાં આવ્યું છે. મહત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગુજરાત એસટી વિભાગને આના માટે નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. ત્યારે હવે મુસાફરી દરમિયાન મુસાફરો સીધું મોબાઈલથી ઓનલાઈન UPI પેમેન્ટ થઈ શકશે.

હર્ષ સંઘવીએ ગાંધીનગરથી ST બસમાં ઑનલાઇન UPI પેમેન્ટની સુવિધા શરુ કરાવી

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી એસટી બસમાં UPI પેમેન્ટની સુવિધા શરુ કરાવી દીધી છે. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંબોધતા જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષમાં ધણી મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં ઉમેરાઈ છે. જેમાં ગુજરાતના માધ્યમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેની સાથે સાથે જ જણાવ્યુ કે આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો પણ લાવવામાં આવશે.

ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર કનેક્ટિવિટી પણ વધારાશે

હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ વિભાગને સારી એવી સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે.જે માટે નવા 2 હજાર UPI મશીન એસટી વિભાગને આપવામાં આવ્યા છે. હવે ટિકિટ લેવા માટે ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. તો સાથે જ તેમણે જણાવ્યુ કે રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે.