વાર્ષિક રાશિફળ વર્ષ 2024 : જાણો કેવુ રહેશે તમારા માટે આવનારું નવું વર્ષ ?

વિક્રમ સંવત 2080 નુ રાશિફળ : નવા આખા વર્ષનુ તમામ 12 રાશિઓનુ વાર્ષિક રાશિફળ, જાણો કે કેવુ રહેશે નવુ વર્ષ તમારા માટે ?


વિક્રમ સંવત 2080 નું વાર્ષિક રાશિફળ: 
વાર્ષિક રાશિફળ સંવત 2080: વર્ષ 2024 નુ રાશિફળ: નવા વર્ષનુ રાશિફળ: દિવાળીના તહેવારો વર્તમાનમાં ચાલી રહ્યા છે અને વિર્કમ સંવત 2079 નુ વર્ષ વિદાઇ લેવાની તૈયારીમા જ છે. તા. 14 નવેમ્બર થી શરૂ થઇ રહેલા નવા વર્ષ એટલે કે વિક્રમ સંવત 2080 ને આવકારવા માટે લોકો તૈયાર છે. જ્યારે નવુ વર્ષ શરૂ થાય ત્યારે લોકો આવનારુ વર્ષ તેમના માટે કેવુ રહેશે તે જાણવા ઉત્સુક હોય છે. આજની આ પોસ્ટમા આપણે વિક્રમ સંવત 2080 નુ રાશિફળ તમામ રાશિઓનુ જોઇશુ કે આ ૧૨ રાશિઓના લોકો માટે શું કહે છે તેમનું ભવિષ્ય ?


વર્ષ 2024 ના વિક્રમ સંવત 2080 નુ રાશિફળ


 આપણે તમામ 12 રશિઓનુ વિર્કમ સંવત 2080 નુ રાશિફળ જાણવા જઈ રહ્યા છીએ. જેમા વેપારીઓ માટે આવનારુ વર્ષ કેવુ રહેશે, લગ્ન ઇચ્છુકો માટે આવનારુ વર્ષ કેવુ રહેશે, નોકરીયાત વર્ગ માટે આવનારુ વર્ષ કેવુ રહેશે, રાશિની આવક-જાવક જેવી માહિતી પણ મેળવીશુ.

કન્યા રાશિફળ વર્ષ 2024


કન્યા રાશિ એટલે જેનુ નામ પ , ઠ , ણ પરથી શરૂ થાય છે. કન્યા રાશિ આવક જાવક 2080. કન્યા રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે.

ગુરુ આ રાશિના આઠમા સ્થાને હોવાથી રોકાણમા લાભ થશે. અને જમીન મકાન જેવી મિલકતમા વધારો થાય તેવુ સૂચવે છે.

શનિ છઠ્ઠા સ્થાને હોવાથી શત્રુઓ વાળ વાંકો નહી કરી શકે. સ્વાસ્થ્ય બાબત વિશેષ કાળજી લેવા સલાહ છે. કોર્ટ કચેરીના અટકેલા કામો સરળતાથી પાર પાડી શકસો.

રાહુ સાતમા સ્થાને હોવાથી પ્રેમજીવન, લગ્ન જીવનમા વિશેષ ધ્યાન આપવા સૂચન છે. પાર્ટનર સાથે મતભેદ ન થાય તેની ખાસ કાળજી લેવી.

વ્યાવસાયિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ મળવાના યોગ રહેલા છે. વિદેશપ્રવાસ ની તકો પણ ઉદભવી શકે.

આરોગ્ય બાબતે વિશેષ કાળજી રાખવી હિતાવહ છે. શનિ મહારાજ છઠ્ઠા સ્થાને હોવાથી નાની મોટી બીમારીઓથી સાવ્ધ રહેવુ.

કન્યા રાશિના જાતકો માટે લગ્ન જીવન આ વર્ષમા ખૂબ જ સારુ રહેશે.

વિદ્યાર્થીવર્ગ માટે અભ્યાસ મા વિશેષ કાળજી લેવા સૂચન છે. અભ્યાસમા થોડો સંઘર્ષ પડી શકે છે.


મિથુન રાશિફળ વર્ષ 2024


મિથુન રાશિ એટલે જેનુ નામ ક, છ, ઘ પરથી શરૂ થાય છે. મિથુન રાશિ આવક જાવક 2080. મિથુન રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. મિથુન રાશિના જાતકો માટે આવનારુ વર્ષ ખૂબ જ સારુ રહેવાના યોગ છે.

શનિમહારાજ આ રાશિના ભાગ્ય સ્થાન મા હોવાથી આવનારુ વર્ષ મા ખૂબ જ સફળતાઓ મળશે. હા થોડી મોદી સફળતા મળે તેવુ બની શકે.

ગુરુ આ રાશિના 11 મા સ્થાને હોવાથી ખૂબ જ લાભદાયક રહેશે. સંતાનઇચ્છુકોને સંતાંપ્રાપ્તિ થઇ શકે.

વ્યાવસાયિક દ્રષ્ટિએ આવનારુ વર્ષ ધંધામ કરેલુ સાહસ શુભ ફળ આપશે.

લગ્નજીવન આવનારા વર્ષમ અખૂબ જ સારુ રહેશે. લગ્નઇચ્છુકોને લગ્ન થવાના યોગ રહેલા છે.

વિદ્યાર્થીમિત્રો ને મહેનત કરવાથી ધાર્યા પરિણામ મળશે. સારી ડીગ્રી પ્રાપ્ત કરી શકસો.


સિંહ રાશિફળ વર્ષ 2024


સિંહ રાશિ એટલે જેનુ નામ મ, ટ પરથી શરૂ થાય છે. સિંહ રાશિ આવક જાવક 2080. સિંહ રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. સિંહ રાશિના જાતકો માટે આવનારુ વર્ષ મિશ્ર રહે તેવી શકયતાઓ છે.

ગુરુ મહારાજ આ રાશિના ભાગ્ય સ્થાન મા હોવાથે આવનારા વર્ષ મા ઘણી ઉજળી તકો રહેલી છે.

શનિદેવ સાતમા સ્થાને હોવાથી આ વર્ષ મા અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વ્યાવસાયિક ક્ષેત્રે આ વર્ષ ખૂબ જ ફળદાયી રહેશે. ઘણી નવી ઓફરો મળી રહેશે.

આ વર્ષે આરોગ્ય બાબત સાવધાની રાખશો. તમારા માટે તથા પરિવાર માટે આરોગ્ય બાબત ખર્ચ થઇ શકે.

લગ્ન જીવન સુમેળભર્યુ રહેશે. અપરિણિતો ને નવા પ્રસ્તાવ આવી શકે.

આ વર્ષ વિદ્યાર્થીવર્ગ માટે સારામા સારુ રહેશે અને અભ્યાસ મા ધાર્યુ ફળ મળશે.


કર્ક રાશિફળ વર્ષ 2024


કર્ક રાશિ એટલે જેનુ નામ ડ, હ પરથી શરૂ થાય છે. કર્ક રાશિ આવક જાવક 2080. કર્ક રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. કર્ક રાશિના જાતકો માટે નવુ વર્ષ થોડુ મિશ્ર રહે તેવી સંભાવનાઓ છે.

શની મહારાજ આ રાશિના આઠમા સ્થાન મા હોવાથી સ્વાસ્થ્ય બાબત સાચવવુ.

ગુરુ મહારાજ દશમા સ્થાનમા હોવાથી નવુ વાહન કે મકાન ખરીદવાના યોગ છે. ઓગષ્ટ 2024 પછીનો સમય શુભ રહેશે.

રાહુ મહારાજ ભાગ્ય સ્થાનમા હોવાથી કોર્ટ કચેરીના અટકેલા કામો પુરા કરી શકસો.

વ્યાવસાયિક ક્ષેત્રે આ વર્ષ સારુ રહેશે. જેમ જેમ આગળ વધશો તેમ વધુ નફો મેળવશો.

આ વર્ષે આરોગ્ય બાબત વધુ સાવધાની રાખશો.

નવા વર્ષમા લગ્ન જીવન સુમેળભર્યુ રહેશે.

આવનારુ વર્ષ વિદ્યાર્થીવર્ગ માટે સારામા સારુ રહેશે અને કોમર્સ, મેનેજમેન્ટ અને IT સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ વધુ સફળતા મેળવશે.


મેષ રાશિફળ વર્ષ 2024


મેષ રાશિ એટલે જેનુ નામ અ, લ , ઇ પરથી શરૂ થાય છે. મેષ રાશિ આવક જાવક 2080. મેષ રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. મેષ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080 નુ વર્ષ ખુબ જ શુભ રહેવાનુ છે.

આ વર્ષ મા ધાર્યા પરિણામો પ્રાપ્ત કરી શકસો. અટકેલા કાર્યો પુરા થશે.

શની મહારાજ અગિયારમા સ્થાનમા હોવાથી અણધાર્યા લાભો મળી શકે છે.

રાહુ મહારાજ બારમા સ્થાને હોવાથી ખર્ચાઓ વધી શકે છે.

વ્યાવસાયિક ક્ષેત્રે આ વર્ષ સારુ રહેશે. નવા રોકાણો કરી શકસો.

આર્થીક દ્રષ્ટીએ આવનારુ વર્ષ મિશ્ર રહેવાની સંભાવના છે.

લગ્નૈચ્છુકોને આ વર્ષે લગ્ન થઇ શકે છે. પરિણિત લોકોનુ લગ્ન જીવન સુમેળભર્યુ રહેવાના યોગ છે.

વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ ખૂબ જ સારુ રહેશે. નવી ડીગ્રી પ્રાપ્ત કરી શકસો.


વૃષભ રાશિફળ વર્ષ 2024


વૃષભ રાશિ એટલે જેનુ નામ બ , વ, ઉ પરથી શરૂ થાય છે. વૃષભ રાશિ આવક જાવક 2080. વૃષભ રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. વૃષભ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080 નુ વર્ષ ખુબ જ શુભ રહેવાનુ છે. અધુરા કાર્યો પુરા થશે.

ગુરુ મહારાજ અગિયારમા સ્થાને હોવાથી કોઇ શુભ કાર્યો પાછળ ખર્ચો કરી શકસો.

શની મહારાજ કર્મ સ્થાનેથી પસાર થતા હોવાથી નોકરી ધંધા મા ખૂબ મહેનત કરવી પડશે.

વ્યાવસાયિક ક્ષેત્રે ખૂબ લાભ થવાન અયોગ છે.

આર્થીક રીતે આ વર્ષ સારુ રહેશે. અણધાર્યા લાભ પ્રાપ્ત થશે.

વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ અભ્યાસમા સારુ રહેશે.


તુલા રાશિફળ વર્ષ 2024


તુલા રાશિ એટલે જેનુ નામ ર, ત પરથી શરૂ થાય છે. તુલા રાશિ આવક જાવક 2080. તુલા રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. તુલા રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080 નુ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે.

ગુરુ ગ્રહ વર્ષ દરમિયાન સાતમા સ્થાને હોવાથી તે શુભ ફળ આપશે.

શનિ ગ્રહ પાંચમા સ્થાને પરિભ્રમણ કરનાર હોવાથી તે વિદ્યાર્થી વર્ગ માટે સારુ ફળ આપશે.

વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી રાખવી પડશે.

વ્યાવસાયિક ક્ષેત્રે આ વર્ષ શુભ ફળ આપનાર રહેશે.

લગ્ન અને પ્રેમ જીવન માટે આવનારુ નવુ વર્ષ સારુ રહેશે. અપરિણિતોને નવો પ્રસ્તાવ આવી શકે.

વિદ્યાર્થી વર્ગ માટે વધુ મહેનત કરવી પડશે પરંતુ તેના પરિણામ પણ ધાર્યા મળશે.


વૃશ્વિક રાશિફળ વર્ષ 2024


વૃશ્વિક રાશિ એટલે જેનુ નામ ન, ય પરથી શરૂ થાય છે. વૃશ્વિક રાશિ આવક જાવક 2080. વૃશ્વિક રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. વૃશ્વિક રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080 નુ વર્ષ ખૂબ જ ફળદાયી રહેશે.

ગુરુ મહારાજા છઠ્ઠા સ્થાને હોવાથી ધંધામા લાભદાયી રહેશે. નવા સાહસો કરી શકસો.

આ વર્ષે જમીન, મકાન અને વાહન ખરીદી ના યોગ રહેલા છે.

વિદ્યાર્થીવર્ગે સ્વાસ્થ્ય અંગે સાચવવુ ખૂબ જરૂરી છે.

લગ્ન જીવન મા જીવનસાથી સાથે મતભેદ ઉભા ન થાય તે બાબત કાળજી લેશો.


મકર રાશિફળ વર્ષ 2024


મકર રાશિ એટલે જેનુ નામ ખ, જ પરથી શરૂ થાય છે. મકર રાશિ આવક જાવક 2080. મકર રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. મકર રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080 નુ વર્ષ મકરરાશીના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે.

આ વર્ષે ઘણા નવા પડકારોનો સામનો કરવો પડશે.

જમીન-વાહન ખરીદીના યોગ રહેલા છે.

શની મહારાજ બીજા સ્થાને હોવાથી આ વર્ષે ખર્ચા ઘણા થશે. નવુ દેવુ ન કરવા સલાહ છે.

વ્યાવસાયિક દ્રષ્ટીએ આ વર્ષ ખૂબ જ સારુ રહેશે. નોકરી મા પ્રમોશન ના યોગ રહેલા છે.

અપરિણિતોના લગ્ન થઇ શકે છે.

વિદ્યાર્થીમિત્રો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેશે.


ધન રાશિફળ વર્ષ 2024


ધન રાશિ એટલે જેનુ નામ ભ, ધ, ઢ, ફ પરથી શરૂ થાય છે. ધન રાશિ આવક જાવક 2080. ધન રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. ધન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080 નુ વર્ષ ધન રાશીના જાતકો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેશે.

ગુરુ મહારાજ પાંચમા સ્થાને હોવાથી આ વર્ષે વિદ્યાર્થીવર્ગને ખૂબ જ ફળદાયી રહેશે. તથા દંપતિઓને સંતાનસુખ ના યોગ પણ છે.

શની મહારાજ ત્રીજા સ્થાને હોવાથી નવા સાહસો કરી શકસો અને સફળતા મેળવી શકસો.

નવુ મકાન-વાહન ખરીદવાના યોગ રહેલા છે.

ધંધામા શુભ ખર્ચા કરી શકસો અને તેના ફળ પણ મળશે.

આરોગ્ય ની દ્રષ્ટીએ આ વર્ષ શુભ રહેશે. લાંબાગાળાની બીમારીઓથી છુટકારો મળશે.

વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારુ રહેશે. ઉચ્ચ ડીગ્રી મેળવી શકસો.


મીન રાશિફળ વર્ષ 2024


મીન રાશિ એટલે જેનુ નામ દ, ચ, ઝ, થ પરથી શરૂ થાય છે. મીન રાશિ આવક જાવક 2080. મીન રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. મીન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080 નુ વર્ષ ઘણા પડકારો રૂપ રહેશે.

ગુરુ મહારાજ બીજા સ્થાનમા હોવાથી કુટુંબ પરિવાર તરફથી ખૂબ જ લાભ પ્રાપ્ત થશે.

આ વર્ષે સ્વાસ્થય બાબત ખાસ કાળજી લેશો.

વ્યાવસાયિક રીતે આ વર્ષ ખૂબ સારુ રહેશે.

વિદ્યાર્થીવર્ગ માટે વિદેશ અભ્યાસ ના યોગ બની રહ્યા છે.


કુંભ રાશિફળ વર્ષ 2024


કુંભ રાશિ એટલે જેનુ નામ ગ, સ, શ, ષ પરથી શરૂ થાય છે. કુંભ રાશિ આવક જાવક 2080. કુંભ રાશિનુ વાર્ષિક રાશિફળ નીચે મુજબ છે. કુંભ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080 નુ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે.

ગુરુ મહારાજ ત્રીજા સ્થાને હોવાથી જે લોકો લગ્ન માટે સારુ પાત્ર શોધી રહ્યા છે તેને સફળતા મળશે.

વાણી પર ખાસ સંયમ રાખી સંબંધો સાચવવા સલાહ છે.

શની ની સાડાસાતી ચાલતી હોવાથી કોઇપણ કામ પુરૂ કરવા વધુ મહેનત કરવી પડશે.

વેપાર ધંધા ક્ષેત્રે આ વર્ષ સારુ રહેશે.


વિક્રમ સંવત 2080 નું વાર્ષિક રાશિફળ, વર્ષ 2024


Disclaimer

મિત્રો, આ રાશિફળ ચંદ્રરાશિ આધારે કરવામાં આવેલ છે. તમારી વ્યક્તિગત કુંડલી પ્રમાણે તમારી વ્યક્તિગત રાશિમાં ફેરફાર જરૂર હોઇ શકે છે.
Previous Post Next Post