The story of coconut and Ashoka tree toran : શા માટે શ્રીફળ વધારવામાં આવે છે અને આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે.

The story of coconut and Ashoka tree toran : શ્રીફળ ના નામમાં તેનો અર્થ પણ છુપાયેલો છે. શ્રી એટલે ભગવાન અને શ્રીફળ એટલે ભગવાનનું ફળ એટલા માટે જ દરેક શુભકામની શરૂઆત પૂજા અર્ચના વખતે શ્રીફળ ની જરૂર પડતી હોય છે.


The story of coconut and Ashoka tree toran
એક સમય હતો જ્યારે હિન્દુ ધર્મમાં દેવી-દેવતાના પશુની બલી ચઢાવવી સામાન્ય માનવામાં આવતું હતું પરંતુ આદિ શંકરાચાર્યએ પશુના બદલે શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ કરી.

નાળિયેરને મનુષ્યની મસ્તીકા સાથે સરખાવવામાં આવે છે નાળિયેરના છોકરાને મનુષ્યના વાળ સાથે તો કઠોળ કવચની તુલા માણસની ખોપડી સાથે અને નાળિયેરના પાણીની તુલના માણસના લોહી સાથે કરવામાં આવે છે શ્રીફળ બારેમાસ થતું ભગવાનની પ્રિય ફળ છે નારિયેળ વધેરવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યા છો માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોળ કવચ તૂટી જાય છે એવી માન્યતા છે કે શ્રીફળ ચડાવવાથી આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો ભંડાર ખુલે છે જેના ફળ સ્વરૂપે નાળિયેરનો સફેદ ભાગ જોવા મળે છે.

શા માટે આસોપાલવ તોરણ ?


ભારતમાં ધાર્મિક પ્રસંગોએ ઘરના દ્વાર પર તોરણ બાંધવાની અનોખી માન્યતા છે. તહેવારના દિવસોમાં લોકો ઘરના દરવાજે કે પછી મુખ્ય દ્વાર પર લીલા તોરણ બાંધી પૂજા કરે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના દરવાજે તોરણ બાંધવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે એક માન્યતા મુજબ ઘરના દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધવાથી ગરમી બધી જ આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે ઘર પરિવારમાં સુખ શાંતિ વધે છે જેના ઘરના પરિસરમાં આસોપાલવનું વૃક્ષ હોય છે ત્યાં કોઈ પણ પ્રકારની બાધા રાખ્યા વિના દરેક કાર્ય પૂર્ણ થાય છે આસોપાલવના વૃક્ષને દરરોજ પાણી આપવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે તેમજ લગ્નજીવન સુખમય રીતે છે આસોપાલવના વૃક્ષને ઘરે ઉછેરવાથી સમગ્ર વાસ્તુદોષ દૂર થાય છે આમ ઘરના દરવાજે તોરણ બાંધવાથી શુભ કાર્યમાં કોઈપણ પ્રકારની અડચણ આવતી નથી.
Previous Post Next Post