BRC - URC - CRC ભરતી માટેના નવા નિયમો, તા. 29/11/2023

બ્લોક રિસોર્સ /અર્બન રિસોર્સ તેમજ કલસ્ટર રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર્સની પ્રતિનિયુકિતથી ભરતી તેમજ નિમણૂંક માટેના નિયમો

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેકટ ઓફિસ, સમગ્ર શિક્ષા, સેકટર-૧૭, ગાંધીનગર

ક્રમાંક : એસએસ/કયુઇએમ/બીઆરસી/યુઆરસી/ સીઆરસી ભરતી નોર્મ્સ/૨૦૨૩/૫૫૧૭૪ – ૨૧૬ તા.૨૯/૧૧/૨૦૨૩

વંચાણે લીધા : (૧) અત્રેની કચેરીના પત્રક્રમાંક : એસએસએ / મકમ/૨૦૧૭/૩૭૪૮-૩૭૮૭

તા.૦૨/૦૨/૨૦૧૭ તથા ત્યારબાદના તેને આનુસાંગિક પત્રો (૨) શિક્ષણ વિભાગના શિક્ષકના બદલીના નિયમો અંગેના ઠરાવ ક્રમાંક : પીઆરઇ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક(ભાગ-૧) તા.૧૧/૦૫/૨૦૨૩

BRC - URC - CRC ભરતી માટેના નવા નિયમો, તા. 29/11/2023

આમુખ :

સમગ્ર શિક્ષા પ્રોજેકટની અસરકારક અમલવારી અર્થે જિલ્લાના બ્લોક કક્ષાએ બ્લોક રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (BRCC), મહાનગરપાલિકાના ઝોન કક્ષાએ અર્બન રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (URCC) તથા કલસ્ટર કક્ષાએ કલસ્ટર રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (CRCC) તરીકે પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુકિતના ધોરણે મહત્તમ પાંચ વર્ષ માટે નિમણૂંક આપીને સેવાઓ લેવામાં આવે છે.

પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુકિતના ધોરણે સેવાઓ લેવા માટે જે તે તાલુકા/ઝોનના પ્રાથમિક શિક્ષકોમાંથી, ઉચ્ચ લાયકાત, શૈક્ષણિક સિધ્ધિઓ તથા અન્ય નવાચારયુકત પ્રવૃત્તિઓના આધારે તથા બીઆરસી/યુઆરસી/સીઆરસી કો.ઓર્ડિનેટરને શાળા મુલાકાત અને શૈક્ષણિકકાર્ય હેતુ વર્ગખંડ અવલોકન કરવાનું હોવાથી તે માટે વિષયવસ્તુ આધારિત લેખિત પરીક્ષા યોજીને મેરીટ યાદી બનાવીને પસંદગી કરવામાં આવે છે.

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂક અંગેના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી, ગાંધીનગરના તા.૦૨/૦૨/૨૦૧૭ ના પત્રક્રમાંક : એસએસએ / મકમ/૨૦૧૭/૩૭૪૮-૩૭૮૭ તથા ત્યારબાદના તેને આનુસાંગિક તમામ પત્રોની જોગવાઇઓ અને સૂચનાઓના આધારે વર્તમાનપત્રમાં જાહેરાત આપીને બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે ભરતી પ્રક્રિયા હાથ ધરીને આ જગ્યાઓ પર મહત્તમ પાંચ વર્ષ માટે પ્રતિનિયુકિત આપવાની નીતિ અમલમાં છે.

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરને માટે ભરતી પ્રક્રિયા હાથ ધરતા સમયે ઉકત પત્રથી નકકી કરેલ નીતિ તથા ત્યારબાદના તેને આનુસાંગિક તમામ પત્રોની જોગવાઇઓ અને સૂચનાઓના અર્થઘટન અંગે નામ.હાઇકોર્ટમાં રીટ-પીટીશન્સ ફાઇલ કરવામાં આવે છે. ઉપરાંત બીઆરસી/યુઆરસી/સીઆરસીની અરજી કરવાના અનુભવ, શૈક્ષણિક ગુણાંકન તથા અન્ય કેટલાક વહીવટી પ્રશ્નો તથા અન્ય પ્રશ્નો ઉપસ્થિત થતાં જિલ્લામાં ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય છે, જેના કારણે વહીવટી તંત્ર તેમજ નામ.હાઇકોર્ટના સમયનો વ્યય થાય છે.

પેજ-૧/૯

આ સંજોગો નિવારવા નવી ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક રીતે તેમજ સરળ રીતે થાય તે હેતુસર બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક અંગેના નવા નોર્મ્સ/જોગવાઇઓ/નિયમો અને સૂચનાઓ તૈયાર કરવાની બાબતે સરકારશ્રી કક્ષાએથી ભલામણ અને સૂચના અપાયેલ તથા તે અન્વયે આ કચેરીની વિચારણા હેઠળ હતી.

પરિપત્ર :

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક અંગેના આ અગાઉની તમામ સૂચનાઓ/જોગવાઇઓ રદ કરીને નવેસરથી બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક આપવા અંગેના નવા નોર્મ્સ/જોગવાઇઓ/નિયમો અને સૂચનાઓ તૈયાર કરવા આ કચેરી ખાતે સમિતિની રચના કરીને બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક/પસંદગી માટે શિક્ષણ વિભાગના માર્ગદર્શન અને સલાહ અનુસાર તથા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીના પરામર્શનમાં નવા નોર્મ્સ નીચે મુજબ નકકી કરવામાં આવે છે.

-: અનુક્રમણિકા :-

વિભાગ :

A

B

C

D

E

વિગત

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક માટેના નોર્મ્સ/ નિયમો/જોગવાઇઓ

(i) વહીવટી માળખું

(ii) શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત

(ii) શૈક્ષણિક ગુણાંકન અને અનુભવ કુલ ગુણ : ૫૦ ગુણ

(iv) લેખિત પરીક્ષા : કુલ ગુણ : ૧૦૦ ગુણ

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક માટેની જાહેરાત અન્વયે રાજય કક્ષાએથી કરવાની કાર્યવાહી

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણુંક અન્વયે રાજય કક્ષાએથી મોકલેલ કામચલાઉ મેરિટયાદી (Provisional Merit List)આધારે જિલ્લા કક્ષાએથી કરવાની થતી કાર્યવાહી

ભરતી પ્રક્રિયાને અંતે પ્રતિનિયુકિતથી નિમણૂંક પામેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરના રાજીનામા મંજૂર કરવાની પધ્ધતિ અને પ્રક્રિયા

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકેની પ્રતિનિયુકિત કોઇ કારણોસર રદ થાય તો તેવા સંજોગોમાં રજૂઆત માટે અપીલની જોગવાઇ

વિભાગ :

A

વિગત

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક માટેના નોર્મ્સ/નિયમો:

(i) વહીવટી માળખું :

(૧)જિલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ/મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) હસ્તકની સરકારી પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક શાળામાં (ગણિત-વિજ્ઞાન વિષય

પેજ-૨/૯

શિક્ષક અને HTAT -મુખ્ય શિક્ષક સિવાય) વિધાસહાયક/શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા સંબંધિત તાલુકા/ઝોનના પ્રાથમિક શિક્ષક ભરતી અંગેની વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩) બીઆરસી/યુઆરસી કો.ઓ. માટે પાંચ વર્ષ તથા સીઆરસી કો.ઓર્ડિનેટરને માટે ત્રણ વર્ષનો સરકારી શાળાના શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણકાર્યનો અનુભવ ધરાવતા હોય તે અરજી કરી શકે છે.

(૨) અરજી કરવા માટેના પ્રાથમિક શિક્ષક તરીકેના ફરજિયાત જરુરી અનુભવ ઉપરાંતના અનુભવનો મેરિટ ગુણાંકનમાં સમાવેશ થશે.

(૩) અરજી કરનાર ઉમેદવાર સામે નૈતિક અધ:પતન, પોલીસ કેસ, અંગત ગુન્હા નાણાંકીય ઉચાપત સબબ જિલ્લા કક્ષાએથી કાર્યવાહી ચાલુ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહિ તેમજ આવેલ અરજીઓની ખરાઇ કરી સ્વીકાર્ય ગણવી કે કેમ તે અંગેનો નિર્ણય કરવાનો રહેશે.જિલ્લા કક્ષાએથી ખરાઇ કરી અમાન્ય કરવા. આ સિવાયના અન્ય કારણોસર તપાસની કાર્યવાહી ચાલુમાં હોય તેવા કિસ્સામાં તપાસનો નિર્ણય ઉમેદવારને બંધનકર્તા રહેશે તેવી સ્પષ્ટતાના ઉલ્લેખ સાથે તક આપવાની રહેશે.

(૪) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકે અરજી કરવા માટેની વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩)મહત્તમ ઉંમર ૫૦(પચાસ) વર્ષની રહેશે. (૫) અગાઉ પ્રતિનિયુકિતથી પરત ગયેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર

માટે એક વર્ષનો કુલિંગ પિરિયડ નકકી કરેલ છે જેથી આવા બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર એક વર્ષ પૂર્ણ થયા બાદ ફરી અરજી કરી શકશે. એક વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઇ શાળામાં હાજર થયેલ તારીખથી વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩) એક વર્ષ ગણવાનું રહેશે.

(૬) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિત જે તે તાલુકાના શિક્ષકમાંથી કરવામાં આવનાર હોવાથી તાલુકાફેર બદલીને કોઇ અવકાશ નથી. જિલ્લાના અન્ય તાલુકામાં જગ્યા ખાલી હોય તો પણ અન્ય તાલુકામાં કોઈપણ કારણોસર પ્રતિનિયુકિત આપી શકાશે નહી.

(ii) શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત:

(૧) અરજદાર ધો.૧૦/૧૨/સ્નાતક પાસ સાથે પીટીસી/સમકક્ષ પરીક્ષા પાસ અથવા તાલીમી સ્નાતક/સમકક્ષ પરીક્ષા પાસ તરીકેની આવશ્યક શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇએ.

(૨)સ્નાતક તથા તાલીમી સ્નાતક ઉપરાંતની અન્ય ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત તરીકે ગણાશે તેનો નીચેના કોષ્ટક(ક)માં દર્શાવ્યા મુજબ ગુણાંકનમાં સમાવેશ કરવામાં આવશે.

(૩) ઉકત-(૧) અને (૨)ની લાયકાતો પ્રાથમિક શિક્ષકની ભરતી માટે માન્ય ગણાતી લાયકાતો મુજબની રહેશે. શિક્ષક તરીકેની નોકરી દરમિયાન નિયમોનુસાર મેળવેલ વધારાની માન્ય લાયકાત ગુણાંકનમાં ગણાશે.

પેજ-૩/૯

શિક્ષક અને HTAT -મુખ્ય શિક્ષક સિવાય) વિધાસહાયક/શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા સંબંધિત તાલુકા/ઝોનના પ્રાથમિક શિક્ષક ભરતી અંગેની વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩) બીઆરસી/યુઆરસી કો.ઓ. માટે પાંચ વર્ષ તથા સીઆરસી કો.ઓર્ડિનેટરને માટે ત્રણ વર્ષનો સરકારી શાળાના શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણકાર્યનો અનુભવ ધરાવતા હોય તે અરજી કરી શકે છે.

(૨) અરજી કરવા માટેના પ્રાથમિક શિક્ષક તરીકેના ફરજિયાત જરુરી અનુભવ ઉપરાંતના અનુભવનો મેરિટ ગુણાંકનમાં સમાવેશ થશે.

(૩) અરજી કરનાર ઉમેદવાર સામે નૈતિક અધ:પતન, પોલીસ કેસ, અંગત ગુન્હા નાણાંકીય ઉચાપત સબબ જિલ્લા કક્ષાએથી કાર્યવાહી ચાલુ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહિ તેમજ આવેલ અરજીઓની ખરાઇ કરી સ્વીકાર્ય ગણવી કે કેમ તે અંગેનો નિર્ણય કરવાનો રહેશે.જિલ્લા કક્ષાએથી ખરાઇ કરી અમાન્ય કરવા. આ સિવાયના અન્ય કારણોસર તપાસની કાર્યવાહી ચાલુમાં હોય તેવા કિસ્સામાં તપાસનો નિર્ણય ઉમેદવારને બંધનકર્તા રહેશે તેવી સ્પષ્ટતાના ઉલ્લેખ સાથે તક આપવાની રહેશે.

(૪) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકે અરજી કરવા માટેની વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩)મહત્તમ ઉંમર ૫૦(પચાસ) વર્ષની રહેશે. (૫) અગાઉ પ્રતિનિયુકિતથી પરત ગયેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર

માટે એક વર્ષનો કુલિંગ પિરિયડ નકકી કરેલ છે જેથી આવા બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર એક વર્ષ પૂર્ણ થયા બાદ ફરી અરજી કરી શકશે. એક વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઇ શાળામાં હાજર થયેલ તારીખથી વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩) એક વર્ષ ગણવાનું રહેશે.

(૬) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિત જે તે તાલુકાના શિક્ષકમાંથી કરવામાં આવનાર હોવાથી તાલુકાફેર બદલીને કોઇ અવકાશ નથી. જિલ્લાના અન્ય તાલુકામાં જગ્યા ખાલી હોય તો પણ અન્ય તાલુકામાં કોઈપણ કારણોસર પ્રતિનિયુકિત આપી શકાશે નહી.

(ii) શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત:

(૧) અરજદાર ધો.૧૦/૧૨/સ્નાતક પાસ સાથે પીટીસી/સમકક્ષ પરીક્ષા પાસ અથવા તાલીમી સ્નાતક/સમકક્ષ પરીક્ષા પાસ તરીકેની આવશ્યક શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇએ.

(૨)સ્નાતક તથા તાલીમી સ્નાતક ઉપરાંતની અન્ય ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત તરીકે ગણાશે તેનો નીચેના કોષ્ટક(ક)માં દર્શાવ્યા મુજબ ગુણાંકનમાં સમાવેશ કરવામાં આવશે.

(૩) ઉકત-(૧) અને (૨)ની લાયકાતો પ્રાથમિક શિક્ષકની ભરતી માટે માન્ય ગણાતી લાયકાતો મુજબની રહેશે. શિક્ષક તરીકેની નોકરી દરમિયાન નિયમોનુસાર મેળવેલ વધારાની માન્ય લાયકાત ગુણાંકનમાં ગણાશે.

પેજ-૪/૯

કોમ્પ્યુટર (સીસીસી સમકક્ષ) શિક્ષણના સાંપ્રત પ્રવાહો

૧૦ (દશ) ગુણ

(સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગની હસ્તકની સંસ્થાઓ અને નવી યોજનાઓ, RTE NEP-2020, શિક્ષણના કાયદા, અન્ય બાબતો) ૨૫ (પચ્ચીસ) ગુણ

સામાન્ય જ્ઞાન

૧૦ (દશ) ગુણ

સીઆરસી/બીઆરસીની કામગીરી

૧૦ (દશ) ગુણ

(૨) મેરિટ તૈયાર કરવાની રીત :

શૈક્ષણિક લાયકાત અને અનુભવના કુલ પ૦ ગુણ + લેખિત પરીક્ષાના ૧૦૦ ગુણ = ૧૫૦ ગુણ આધારે તાલુકાવાર કામચલાઉ પસંદગી યાદી(Provisional Merit List)તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ અસલ પ્રમાણપત્રો આધારે જરૂરી ખરાઇ કરીને આખરી પસંદગી યાદી(Final Merit List)તૈયાર કરવાની રહેશે.

(૩) પસંદગી યાદીમાં સમાવેશ : (Merit - Select List)

બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર અને સીઆરસી કો.ઓર્ડિનેટરની જગ્યા પૈકી જે જગ્યા માટે ઓનલાઈન અરજી કરીને, લેખિત પરીક્ષા પાસ કરી હશે, તે જગ્યાની લાગુ પડતા તાલુકાની કામચલાઉ પસંદગી (Provisional Merit List)યાદીમાં સમાવેશ કરવામાં આવશે.

(૪)બીઆરસી/યુઆરસી/સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતનો સમયગાળો:

(૧) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકે મહત્તમ ત્રણ વર્ષ માટે પ્રતિનિયુકિતથી નિમણૂંક આપવામાં આવશે. પ્રતિનિયુકિતથી નિમણૂંક મળ્યેથી ઓછામાં ઓછા એક વર્ષ સુધી ફરજિયાત રીતે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકેની કામગીરી કરવાની રહેશે.

(૨) જે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરનો નિમણૂંકનો એક વર્ષનો સમયગાળો પૂર્ણ થાય તે તમામ માટે દર વર્ષે સંબંધિત તાલુકા/કલસ્ટરની શાળાઓના પૂર્ણ થયેલ વર્ષના લર્નીંગ આઉટકમ્સનું પરિણામ તેમજ સ્કૂલ મોનીટરીંગ એપ તેમજ તેઓની સમગ્ર કામગીરીના મૂલ્યાંકન આધારિત ગુણાંકનને ધ્યાને લઇ કામગીરી સમીક્ષા જિલ્લા ભરતી પસંદગી સમિતિ દ્રારા કરવામાં આવશે.

(B)

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક માટેની જાહેરાત અન્વયે રાજય કક્ષાએથી કરવાની કાર્યવાહી :

(૧) રાજય કક્ષાએથી વર્તમાનપત્રમાં/વેબસાઇટ પર જાહેરાત પ્રસિધ્ધિ કરીને ઓનલાઇન (On

line)અરજીઓ મેળવવામાં આવશે.

(૨) અરજી કરનાર ઉમેદવાર અરજી કરવા માટે નિયત કરેલ નોર્મ્સ/માપદંડો પરિપૂર્ણ કરે છે, તેમ માનીને તેમની લેખિત પરીક્ષા યોજવામાં આવશે.

(૩) લેખિત પરીક્ષા બાદ ઉમેદવારોની ઓનલાઈન(On line)અરજીમાં દર્શાવલ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત, અનુભવના ગુણાંકન તેમજ લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણને આધારે બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ તથા સીઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ જે તે તાલુકાવાર કામચલાઉ પસંદગી યાદી(Provisional Merit List) તૈયાર કરીને રાજ્ય કચેરી દ્વારા જિલ્લાઓને મોકલી આપવામાં આવશે.

પેજ-૫/૯

(c)

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણુંક અન્વયે રાજય કક્ષાએથી મોકલેલ કામચલાઉ પસંદગી યાદી (Provisional Merit List) મેરિટયાદી આધારે જિલ્લા કક્ષાએથી કરવાની થતી કાર્યવાહી :

(૧) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે રાજય કક્ષાએથી મોકલવામાં આવેલ અલગ અલગ મેરિટયાદી/પસંદગી યાદીના આધારે તમામ ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવીને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રોની તેમજ તેઓના અસલ ગુણપત્રકોની અસલ પ્રમાણપત્રો તેમજ ગુણ પત્રકોના આધારે ચકાસણી કરીને બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ તાલુકાવાર મેરિટયાદી બનાવવાની રહેશે. તેઓના પ્રમાણપત્ર તેમજ ગુણપત્રકોની ચકાસણીની પ્રક્રિયા જિલ્લા પસંદગી સમિતિ મારફતે કરવાની રહેશે.

(૨) મેરીટયાદીના ગુણાંકન સંદર્ભે કે કોઇ પ્રમાણપત્ર સંદર્ભે ઉમેદવારને કોઇ વાંધો/પ્રશ્ન હોય તો તેની રજૂઆત/વાંધો જિલ્લા પસંદગી સમિતિને દિન-૩ માં લેખિતમાં આધારો સાથે રજૂ કરવાનો રહેશે અને વાંધા/રજૂઆત અન્વયે " જિલ્લા પસંદગી સમિતિએ" પ્રમાણપત્ર ચકાસણીના દિવસે જ ભરતીના આ નોર્મ્સ/જોગવાઇઓને આધારે તત્કાલ નિકાલ કરવાનો રહેશે. આ અંગેનો આખરી નિર્ણય "જિલ્લા પસંદગી સમિતિ” નો જ રહેશે.

(૩) અરજી કરવા માટે નિયત કરેલ નોર્મ્સ/માપદંડો પરિપૂર્ણ કરતા હોય તેવા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના ગુણાંકન અને લેખિત પરીક્ષાના ગુણના આધારે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની જગ્યા માટે નિયત કરેલ નીતિ અનુસાર ઉકત-(૨)માં દર્શાવેલ પ્રક્રિયા બાદ જે તે તાલુકાવાર આખરી પસંદગી યાદી (Final Merit List) तैयार रवी.

(૪) ઉકત-(૩)મુજબ તૈયાર કરેલ તાલુકાવાર મેરિટયાદી આધારે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી જગ્યાઓ પર પ્રતિનિયુકિતથી નિમણૂંક માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા નિયમો અને જોગવાઇઓને આધારે કરવાની રહેશે.

(૫) જિલ્લા પસંદગી સમિતિ નીચે મુજબની રહેશે.

(૧) જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી – અધ્યક્ષ

(૨) પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – સભ્ય

(૩) જિલ્લા શિક્ષણાધિકારી– સભ્ય

(૪) ટીપીઇઓ – સભ્ય (જિલ્લા પસંદગી સમિતિના અધ્યક્ષ નકકી કરે તે જિલ્લાના કોઇ એક તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી)

(૫) મદદનીશ જિલ્લા કો. ઓર્ડિનેટર-કયુઇએમ – સભ્ય સચિવ

જિલ્લા પંસદગી સમિતિના ૫ સભ્યો પૈકી ઓછામાં ઓછા ત્રણ સભ્યોની હાજરી અનિવાર્ય રહેશે.

નોંધ : અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત મહાનગરપાલિકા માટે ક્રમ-(૧)માં એડી.જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને શાસનાધિકારી તથા ક્રમ-(૪)માં જે તે ઝોનના મદદનીશ શાસનાધિકારી/સુપરવાઈઝર અને ક્રમ- (૫)માં મદદનીશ જિલ્લા કો.ઓર્ડિનેટર-કયુ.ઇ.એમ.ની કામગીરી કરતા કર્મચારી રહેશે.

પેજ-૬/૯

(૬) જિલ્લા પસંદગી સમિતિ ધ્વારા પ્રમાણપત્ર ચકાસણી અને ત્યાર પછીની આનુસંગિક કાર્યવાહી:

(૧) ઉમેદવારે કરેલ ઓનલાઇન (On line) અરજીની એક નકલ અને તેમાં દર્શાવેલ તમામ પ્રમાણપત્રો તેમજ ગુણપત્રકોની સ્વપ્રમાણિત કરેલ એક નકલ સબંધિત ઉમેદવાર પાસેથી મેળવવાની રહેશે.

(૨) ઓનલાઈન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રો તેમજ ગુણપત્રકો/લાયકાત સિવાયના અન્ય કોઇ પ્રમાણપત્રો કે ગુણ પત્રકો સ્વીકારવાના રહેશે નહિ.

(૩) અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રો તેમજ ગુણપત્રકોની અસલ પ્રમાણપત્રો તેમજ ગુણપત્રકો સાથે જરુરી ખરાઇ કરીને, તે સાચા હોય તો તેને માન્ય ગણવા, અન્યથા તે રદ કરવાપાત્ર હોય તો તેના કારણ દર્શાવી રદ કરવા, અને તે આધારે કામચલાઉ મેરિટયાદીમાં પસંદગી સમિતિએ ફેરફાર કરવો.આ કામગીરી અત્યંત ચોકસાઇ પૂર્વક કરવાની રહેશે.

(૪) નોકરીના સમયગાળા તથા જન્મ તારીખ અંગે હાલની શાળાના આચાર્યનું પ્રમાણપત્ર માન્ય ગણવું.

(૫) ઉકત(૧) થી (૪)ની બાબતો મુજબ ચકાસણીને અંતે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ અલગ તાલુકાવાર સુધારેલ મેરિટક્રમ મુજબની મેરિટયાદી પસંદગી સમિતિએ તૈયાર કરી, જેમાં મેરિટ ગુણમાં ફેરફાર થતો હોય પરંતુ મેરીટક્રમમાં ફેરફાર ન થતો હોય તો તે તાલુકા માટે સ્થળ પસંદગી કરાવી, રાજય કચેરીની બહાલીની અપેક્ષાએ પ્રતિનિયુકિતથી નિમણુંકના હુકમ સ્થળ પર જ આપવા. આ અંગે પશ્ચાદ્વર્તી અસરથી રાજય કચેરીની બહાલી મેળવી લેવાની રહેશે.

(૬)જિલ્લા પસંદગી સમિતિએ તૈયાર કરેલ સુધારેલ મેરિટ યાદીમાં કોઇ ઉમેદવારના મેરિટ ક્રમમાં ફેરફાર થતો હોય તો તેવા કિસ્સામાં જ સ્થળ પસંદગી કરાવવી પરંતુ તે સમગ્ર તાલુકા માટે પ્રતિનિયુકિત હુકમ ન આપતા રાજયકક્ષાની બહાલી મેળવ્યાબાદ હુકમ આપવાના રહેશે.

(૭) સ્થળ પસંદગીમાં જે તે તાલુકામાં સ્થળ પસંદગી કેમ્પના દિવસ સુધીમાં બીઆરસી/ યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી પડેલ તમામ જગ્યાઓ દર્શાવવી, તેમજ ભરતી દરમિયાન તે સમયે જ ખાલી પડેલ જગ્યાને પણ સ્થળ પસંદગીમાં દર્શાવવી.

(૮) મેરીટયાદીના ઉમેદવાર જે સ્થળ પસંદગી કરે તેની લેખિત સંમતિ મેળવીને, મહત્તમ ત્રણ વર્ષ માટે પ્રતિનિયુકિતથી નિમણૂંકનો હૂકમ આપવો. પ્રતિનિયુકિતથી નિમણૂંક પામેલ ઉમેદવારે ઓછામાં ઓછા એક વર્ષ ફરજિયાત રીતે ફરજ બજાવવાની રહેશે.

(૯) મેરિટયાદીના ઉમેદવાર ભરતી પ્રક્રિયાના કોઇપણ તબકકે વાજબી કારણ વગર ગેરહાજર રહે તો તે ઉમેદવારની ઉમેદવારી આપોઆપ રદ નહિ કરતાં તેઓને રજૂઆત કરવાની વાજબી તક આપીને તે વિચારણામાં લઇ રદ કરવા અંગે યોગ્ય નિર્ણય જિલ્લા પસંદગી સમિતિએ કરવાનો રહેશે તેમજ ઉમેદવાર હાજર હોય પરંતુ કોઇપણ સ્થળ પસંદ ન કરે તેવા સંજોગોમાં તેઓ ભવિષ્યમાં આ જગ્યા માટે હકદાવો કરી શકશે નહી તેવી બાંહેધરી મેળવીને તેઓનું નામ મેરિટયાદીમાંથી રદ કરવાનું રહેશે.

(૧૦) સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક પણ જગ્યા ખાલી ન રહે તો જે તે તાલુકા માટે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિક્ષાયાદી જિલ્લા પસંદગી સમિતિએ તૈયાર કરવી. આ પ્રતિક્ષાયાદી રાજયકક્ષાની સૂચના ન મળે ત્યાં સુધી અથવા નવી જાહેરાત આવે ત્યાં સુધી અમલી રહેશે.

પેજ-૭/૯

(૧૧) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી ભરાયેલ જગ્યા કોઇ કારણસર ખાલી થાય તો તેવા સંજોગોમાં ઉપલબ્ધ પ્રતિક્ષાયાદીમાંથી સત્વરે આ ખાલી થયેલ જગ્યાઓ ભરવી.

(૧૨) સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી જગ્યા માટે પ્રતિક્ષાયાદી ન હોય તેવા સંજોગોમાં જે તે તાલુકા/ઝોનના કાર્યરત સીઆરસી કો.ઓર્ડિનેટર પૈકી ડીપીસી કક્ષાએથી યોગ્ય નિર્ણય લઇ ચાર્જ સોંપવાનો રહેશે.

(૧૩) સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સીઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી જગ્યા માટે પ્રતિક્ષાયાદી ન હોય તેવા સંજોગોમાં જે તે ખાલી કલસ્ટરની તદ્દન નજીકના ક્લસ્ટરના સીઆરસી કો.ઓર્ડિનેટરને ચાર્જ સોંપવાનો રહેશે.

(૭) સ્થળ પસંદગીની પ્રક્રિયા :

(૧) જે તે સમયની ભરતી દરમિયાન બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની તમામ ખાલી જગ્યાઓ સ્થળ પસંદગી સમયે દર્શાવીને પારદર્શક ભરતી કરવાની રહેશે. જેમાં પહેલા બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર માટે સ્થળ પસંદગી કરાવવાની રહેશે, અને પછી સીઆરસી કો.ઓર્ડિનેટર માટે સ્થળ પસંદગી કરાવવાની રહેશે.

(૨) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ. પૈકી જે જગ્યા માટે સ્થળ પસંદગી કરે અથવા હક જતો કરે(સ્વેચ્છાએ અસંમતિ આપે અથવા મેરીટક્રમમાં આવતા હોવા છતાં સ્થળ પસંદ ના કરે/ગેરહાજર રહે) તેવા સંજોગોમાં તે જગ્યા પરની પ્રતિક્ષાયાદીમાંથી તેઓનું નામ રદ કરી અને તેઓની અન્ય જગ્યા પરની સ્થળ પસંદગીની પ્રક્રિયા બાકી હોય તો તે મેરિટ યાદીમાં નામ ચાલુ રાખવાનું રહેશે.

(D)

ભરતી પ્રક્રિયાને અંતે પ્રતિનિયુકિતથી નિમણૂંક પામેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરના રાજીનામા મંજૂર કરવાની પધ્ધતિ અને પ્રક્રિયા : (૧) જે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર ધ્વારા પ્રતિનિયુકિતના એક વર્ષના

સમયગાળા પહેલા પ્રતિનિયુકિત રદ કરાવવાના કિસ્સામાં અસાધ્યરોગ/ગંભીર બિમારીના કારણોસર રાજીનામું આપી શકશે. જેમાં ગંભીર માંદગીના કારણોમાં શિક્ષણ વિભાગના શિક્ષકના બદલીના નિયમો અંગેના તા.૧૧/૦૫/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક : પીઆરઇ/ ૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક(ભાગ-૧)પ્રકરણ- 'O 'માં દર્શાવેલ અસાધ્યરોગો/ગંભીર બિમારીઓ માટેની જોગવાઇઓ તથા અનિવાર્ય સંજોગોના કારણોસર પ્રત્યેક કિસ્સામાં તેના કારણો માટેના ગુણ-દોષને ધ્યાને લઇને, તેમની રાજીનામાની અરજી જિલ્લા કચેરીએ સ્વીકારીને, તે અંગેની દરખાસ્ત રાજ્ય કચેરીને મોકલવાની રહેશે. આ બાબતે સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર કચેરી, ગાંધીનગર કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે.

(૨) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતના એક વર્ષ બાદ વાજબી કારણોસર પ્રતિનિયુકિત રદ કરાવવા રાજીનામુ આપી શકશે. આ માટેની દરખાસ્ત જિલ્લા કચેરીએ મોકલી આપવાની રહેશે. તેમજ જિલ્લા કચેરીએ દરખાસ્તની જરૂરી ચકાસણી કરીને તે દરખાસ્ત રાજય કચેરીને મંજૂરી માટે મોકલી આપવાની રહેશે. રાજ્ય કચેરી તરફથી રાજીનામું મંજૂર કર્યા અંગેની બહાલી મળ્યેથી, જિલ્લા કચેરીએ જે-તે કર્મચારીની પ્રતિનિયુકિત રદ કરીને સબંધિત શિક્ષણ સમિતિને હવાલે મૂકવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. બહાલી મેળવ્યા પૂર્વે પ્રતિનિયુકિત રદ કરી શકાશે નહી.

પેજ-૮/૯

(૩) સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રતિનિયુકિત હેઠળ આવેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર પ્રતિનિયુકિત પરથી પરત શિક્ષકમાં જાય ત્યારે તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- 'H'(6) અને 'H'(7)માં દર્શાવેલ કારણો માટે જે તે જોગવાઇ લાગુ પડશે.

(૪) પ્રતિનિયુકિત હેઠળ કાર્યરત બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે તેઓની વિધ્યાસહાયક/શિક્ષક તમામ પ્રકારની માંગણીની બદલીઓ માટે તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- 'G' (16) ની જોગવાઇ લાગુ પડશે.

(E)

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકેની પ્રતિનિયુકિત કોઇ કારણોસર રદ થાય તો તેવા સંજોગોમાં રજૂઆત માટે અપીલની જોગવાઇ :

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની કોઇ કારણોસર પ્રતિનિયુકિત રદ થવાના સંજોગોમાં જે તે કર્મચારીને અસંતોષ/નારાજગી હોય તો તે નીચે જણાવેલ પધ્ધતિ અનુસાર રાજયકક્ષાએ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રીને લેખિત અરજી ધ્વારા રજૂઆત કરી શકશે. જે તે શિક્ષક કર્મચારી તેઓની પ્રતિનિયુકિત રદ કરેલ હુકમની તારીખથી દિન-૩૦માં તમામ આધાર-પુરાવા સાથે આવા હુકમ સામે નારાજગીની સ્પષ્ટ વિગતો સમાવતી રજૂઆત શિષ્ટ ભાષામાં લેખિત અરજી સ્વરુપે કરવાની રહેશે. આ અરજી ત્રણ નકલમાં કરવાની રહેશે. જેની બે નકલ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી અને એક નકલ સબંધિત જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટર/ એડી.જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટરશ્રીને RPAD થી ફરજિયાત મોકલવાની રહેશે.

આ પરિપત્ર તેમજ તેમાં નિર્દિષ્ટ જોગવાઇઓ પરિપત્ર પ્રસિધ્ધ થયાની તારીખથી અમલમાં આવશે.

અત્રેની સીંગલ ફાઇલની નોંધ પર શિક્ષણ વિભાગની મળેલ મંજૂરી સંદર્ભે


પેજ-૯/૯

(ર્ડા.રતનકંવર એચ.ગઢવીચારણ,IAS) સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સમગ્ર શિક્ષા,ગુજરાત

પ્રતિ,

- જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સમગ્ર શિક્ષા, જિલ્લા : તમામ -એડી.જિલ્લા પ્રોજેકટકો.ઓ અને શાસનાધિકારશ્રી, સમગ્ર શિક્ષા: અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત

નકલ સવિનય રવાના જાણ અર્થે :

• અંગત સચિવશ્રી, માન. શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર

• અંગત સચિવશ્રી, માન.રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૨, સચિવાલય, ગાંધીનગર

• માન. સચિવશ્રી(પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર નકલ જયભારતસહ રવાના જાણ અર્થે :

• માન.નિયામકશ્રી, શાળાઓની કચેરી, બ્લોક નં-૯/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર માન.નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, બ્લોક નં-૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

• માન.નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, સેકટર-૧૨, ગાંધીનગર
Previous Post Next Post