કોમન પ્રવેશ પરીક્ષા (CET) અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૪ VSK Studio Bisag પ્રસારણનું ટાઇમ ટેબલ

ક્રમાંક:રાપબો/CET/૨૦૨૩/૧૮/૦૨ - ૧૮૬૦r

રાજય પરીક્ષા બોર્ડ, સરકારી પુસ્તકાલય સામે, સેકટર-૨૧, ગાંધીનગર

પ્રતિ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ શાસનાધિકારીશ્રી, તમામ

RDRATHOD. IN The Estacaties And Technology


વિષય:કોમન પ્રવેશ પરીક્ષા (CET) અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૪ના માર્ગદર્શન માટે તા.૧૪/૧૨/૨૦૨૩ના રોજ યોજાનાર ટેલિકોન્ફરન્સ નિહાળવા બાબત.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, રાજય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષા (CET) તથા ગુજરાત રાજયના 25000 તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ-૯ થી ૧૨) માટેની પરીક્ષા તા.૩૧/૦૩/૨૦૨૪ના રોજ યોજનાર છે. જેનાથી આપ સુવિદિત હશો.

કોમન પ્રવેશ પરીક્ષા (CET) તથા જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત લેવાનાર પરીક્ષા પદ્ધતિથી તથા આનુષાંગિક બાબતોથી માહિતીગાર કરવા માટે તા.૧૪/૧૨/૨૦૨૩, ગુરૂવારના ૧૧.૦૦ થી ૧૨.૦૦ કલાકે સુધી વિદ્યા સમીક્ષા કેન્દ્ર, (VSK) ના સ્ટુડિયો દ્વારા બાયસેગ નેટેવર્કના માધ્યમથી એક ટેલિકોન્ફરન્સ કરવાનું આયોજન કરેલ છે. આ ટેલિકોન્ફરન્સમાં માન.સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) દ્વારા માર્ગદર્શન આપવામાં આવનાર છે.

આથી ઉકત ટેલિકોન્ફરન્સમાં આપની તાબા હેઠળની તમામ શાળાના આચાર્યશ્રી, (ધોરણ ૫-૮ વર્ગ શિક્ષકશ્રી) ટી.પી.ઈ.ઓ., બી.આર.સી., યુ.આર.સી. તેમજ સી.આર.સી.કો.ઓ. આ ટેલિકોન્ફરન્સ નિહાળે તેવી સુચના આપની કક્ષાએથી કરવા વિનંતી છે. આ પ્રસારણ નીચેના માધ્યમોથી નિહાળી શકાશે.

1. વંદે ગુજરાત ચેનલ નંબર-૫ (બાયસેગ ડીશ અથવા JIO TV)

2. યુ ટયુબ ચેનલ (લાઇવ) GujaratEclass

આ ઉપરાંત બંને પરીક્ષાના માર્ગર્શન માટે તજનો દ્વારા આ સાથેના સમયપત્રક મુજબ ધોરણ-૮ના વિદ્યાર્થી માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે દર શુક્રવાર ૪.૦૦ થી ૫.૦૦ કલાક તથા ધોરણ-૫ના વિદ્યાર્થીઓ માટે કોમન પ્રવેશ પરીક્ષાના માર્ગદર્શન માટે દર શનિવાર ૯.૦૦ થી ૧૦.૦૦ કલાકે પ્રસારણ કરવામાં આવશે. સંબંધિત ધોરણના વિદ્યાર્થી તેમજ સંબંધિત વર્ગના શિક્ષકશ્રી આ કાર્યક્રમ નિહાળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વિનંતી છે.

કન્વીનર (VSK)

રાજય પરીક્ષા બોર્ડ

Aut નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર.
Previous Post Next Post