Search Suggest

સમગ્ર શિક્ષા અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ સંદર્ભે થતી વિવિધ કામગીરી માટે તજજ્ઞશ્રીઓના નામો મેળવવા બાબત

વિષય- સમગ્ર શિક્ષા અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ સંદર્ભે થતી વિવિધ કામગીરી માટે તજજ્ઞશ્રીઓના નામો મેળવવા બાબત

નમસ્કાર,

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ.માધ્યમિક શિક્ષણક્ષેત્રના શાલેય વિષયો તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના કાર્યક્રમો તેમજ પ્રવૃત્તિઓ માટે વિવિધ પ્રકારની તાલીમો, સેમિનાર, વર્કશોપ, શૈક્ષણિક સાહિત્ય નિર્માણ માટેની બેઠકો, જૂથચર્ચા, સ્વઅધ્યયનપોથી રચના, લેખન સમીક્ષા વર્કશોપ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. રાજ્યની તમામ સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, તેમજ અન્ય તજજ્ઞો તથા સમગ્ર શિક્ષા પ્રકલ્પમાં કાર્યરત વિવિધ સંવર્ગના કર્મચારીઓ જેઓ ભવિષ્યમાં સોંપવામાં આવે તેવી વિવિધ કામગીરીમાં જોડાઈ પોતાની આવડત તેમજ જ્ઞાનનો લાભ આપવા ઈચ્છતા હોય તેઓ આ સાથેના "વિશિષ્ટ કામગીરી પરિચય પત્રક"માં વિગતો દર્શાવી teamsskp@gmail.com ઈમેઈલ એડ્રેસ પર મોકલવા જણાવવામાં આવે છે અથવા (૧) નીરવભાઈ મિસ્ત્રી (૯૮૯૮૫૮૦૯૮૬) (૨) હેમલબેન પંડયા (૯૯૨૪૨૦૮૬૭૧) અને (૩) અતુલભાઈ પંચાલ (૯૭૨૬૪૨૪૪૬૪) પૈકી કોઈ એક નંબર પર સરળતાથી વાંચી શકાય તેવા સ્વરૂપમાં વોટ્સએપથી મોકલવા જણાવવામાં આવે છે.

આપના કાર્યક્ષેત્ર હેઠળની પ્રત્યેક સંસ્થા સુધી આ પત્ર અને "વિશિષ્ટ કામગીરી પરિચય પત્રક” પહોંચે તેમજ યોગ્ય તજજ્ઞો વિગતો દર્શાવી મોકલે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.