જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબત | Gyan Sahayak Raja Paripatra

Letter No: COS/0072/01/2024 Dt: 06-01-2024

मांड: COS/SEC/e-file/276/2023/2348/SECONDARY

પ્રતિ, 
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,

તમામ.

વિષય:- જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબત.

કમિશનર શાળાઓની કચેરી,

વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગુ.રા., ગાંધીનગર

संह:- शिक्षाय पिलाना ता. ०५/०१/२०२४ना पत्र मांड: ED/MSE/e-file/3/2023/4796/G

ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની સરકારી/બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂંક પામેલ જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શ કરતાં જ્ઞાન સહાયકોની નિમણૂક ૧૧ માસના કરારથી કરવામાં આવેલ હોય, સા.વ.વિ.ના તા. ૧૧/૧૦/૨૦૧૭ના ઠરાવ ક્રમાંક:પરચ/૧૦/૨૦૧૭/ ૫૭૬૯૮૮/ખ.-૩ (નકલ સામેલ છે.) મુજબ ૧૧ માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવેલ પરચુરણ રજા (જ્ઞાન સહાયકના કિસ્સામાં ૧૧ પરચુરણ રજા) ઉપરાંત અન્ય આકસ્મિક સંજોગો માટે ૧૧ ખાસ રજા અને મહિલા કર્મચારીઓને ૧ વર્ષ બાદના કરારના સમયગાળા પછી મહત્તમ ૯૦ દિવસની માતૃત્વ રજાના લાભો મળવાપાત્ર થાય તેમ અભિપ્રાય આપેલ છે. જે બાબત ધ્યાને લઈ આપની કક્ષાએથી નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે.

બિડાણ:- ઉપર મુજબ

નાયબ શિક્ષણ નિયામક માધ્યમિક ગુ.રા., ગાંધીનગર

Signature Not Verified

Signed by Navnitchandra M

Maheta

Deputy Directo Date: 2024.01.08 13:56:38

+05:30

File No: COS/SEC/e-file/276/2023/2348/SECONDARY

Approved By: Deputy Director, SECONDARY,COS

Open the document in Adobe Acrobat DC to verify the E-sign

જ્ઞાન સહાયક ને કેટલી CL રજાઓ મળે ?



જ્ઞાન સહાયક રજા પરિપત્ર | Gyan Sahayak Raja Paripatra

Previous Post Next Post