ઉનાળુ વેકેશન 2024 ની ફાઇનલ તારીખો
ક્રમાંક:: પ્રાશિનિ/છ-૨/સંકલન/૨૦૨૪/૮૦૨-cer પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં-૧૨/૧ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુ રા. ગાંધીનગર, તા. ૨૯/૦૪/૨૦૨૪-જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ
-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ
શાસનાધિકારીશ્રી, તમામ +
વિષયઃ- પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન નિયત કરવા બાબત.
રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે.
ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક/માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે.
ઉનાળુ વેકેશનનો સમયગાળો
✓ તા. ૦૯/૦૫/૨૦૨૪ થી તા. ૧૨/૦૬/૨૦૨૪ સુધી (૩૫ દિવસ)
✓ તા. ૧૩/૦૬/૨૦૨૪ થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે
નાયબ શિક્ષણ નિયામક (પ્રાથમિક શિક્ષણ ગુ.સા ગાંધીનગર
નકલ સવિનય રવાના જાણ સારૂ,
- નાયબ સચિવશ્રી, (પ્રા.શિ) શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
નકલ સવિનય રવાના જાણ સારૂ,
- નાયબ સચિવશ્રી, (પ્રા.શિ) શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર