શૈક્ષણિક સંસ્થાઓના કિસ્સાઓમાં ફાયર સેફ્ટી સર્ટીફીકેટ માટે માર્ગદર્શન | Fire NOC Certificate Guidelines

વિષય: રાજ્યમાં આવલી શૈક્ષણિક સંસ્થાઓના કિસ્સાઓમાં ફાયર સેફ્ટી સર્ટીફીકેટ માટે માર્ગદર્શન કરવા બાબત.

સંદર્ભ: નિયામકશ્રી, રાજય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગરના તા.૨૦/૦૭/૨૦૨૪ નો પરિપત્ર.

ઉપરોક્ત વિષયનો સંદર્ભ દર્શિત પરિપત્ર આ સાથે સામેલ રાખી તેની જાણ આપની તાબા હેઠળની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચુસ્તપણે અમલ કરાવવા અર્થે મોકલી આપવામાં આવે છે.

બિડાણ : સંદર્ભ દર્શિત પરિપત્ર.

મદદનીશ નિયામક (માધ્યમિક)

ગુ.રા. ગાંધીનગર

Letter No: DSFPS/0004/07/2024

Dt: 20-07-2024

WE SERVE TO SAVE

રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી

બ્લોક નં.૧૩, ત્રીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૩૮૨૦૧૦. ઈમેલ: dir-sfps-gnr@gujarat.gov.in, ટેલીફોન નં. ૦૭૯૨૩૨-૫૭૦૨૨

सत्यमेव जयते

રાજ્યમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓના કિસ્સાઓમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટે માર્ગદર્શન કરવા બાબત.


Fire NoC સર્ટિફિકેટ માર્ગદર્શન PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 



પરીપત્ર:

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રુલ્સ, ૨૦૨૧નાં થર્ડ શીડયુલ તેમજ નેશનલ બિલ્ડીંગ કોડ ભાગ-૪ ની કલમ ૧.૨b), ૧). અને ૨). અન્વયે ૯ મીટર કે તેથી વધારે ઊંચાઈ ધરાવતા અથવા એક કે વધારે ફલોર ઉપર ૫૦૦ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતાં શૈક્ષિણક હેતુસરનાં બિલ્ડીંગને ફાયર પ્રોટેક્શનની જોગવાઈ લાગુ પડે છે. તેમજ આવી ઇમારતો માટે સ્થાનિક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનાં ફાયર સેફટી સર્ટિફિકેટની લેવાની અને લીધેલ ફાયર સેફટી સર્ટિફિકેટને રિન્યુઅલ કરવાની જરૂર રહે છે.

આ સિવાયનાં ઊંચાઈમાં ૯ મીટરથી ઓછા અથવા ક્ષેત્રફળમાં ૫૦૦ ચો.મી. થી નાના શૈક્ષિણક હેતુસરનાં બિલ્ડીંગ માટે સ્થાનિક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની જરૂર રહેતી નથી. આવા બિલ્ડીંગ માટે શાળાનાં સંચાલકોએ બી.આઈ.એસ. કોડ: ૨૧૯૦ અનુસાર પોર્ટબલ ફાયર એક્સટિંગ્યુશર રાખી સેલ્ફ સર્ટિફાઈ કરવાનું રહેશે.

(નલિનકુમાર આર.ચૌધરી) નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર

प्रति,

1. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, તમામ.

2. ચીફ ફાયર ઓફિસરશ્રી, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર મહાનગરપાલિકા.

3. ચીફ ફાયર ઓફિસરશ્રી, ગીફટ સીટી, ગાંધીનગર.

4. રીજીયોનલ ફાયર ઓફિસશ્રી, રીજીયોનલ ફાયર ઓફિસ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, વડોદરા, રાજકોટ.

નકલ સવિનય રવાના:

1. અગ્ર સચિવશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર.

2. અગ્ર સચિવશ્રી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર.

3. સચિવશ્રી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર.

4. ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી, ગાંધીનગર.

5. કમિશ્નરશ્રી (શૈક્ષણિક સંસ્થાઓ), ગાંધીનગર.

6. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર.

7. નિયામકશ્રી, ટેકનિકલ શિક્ષણની કચેરી, ગાંધીનગર.

8. કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગાંધીનગર.

9. કમિશ્નરશ્રી, મહાનગરપાલિકા- અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર. 10. પ્રાદેશિક કમિશ્નરશ્રી, પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, વડોદરા, રાજકોટ ઝોન.

11. નાયબ સચિવશ્રી(લ-૧), શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર.

12. ફાયર એડવાઇઝરશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર.

13. સિલેક્ટ ફાઇલે.

Signed by:Nalinkumar Revabhai Chaudhary

Director Date: 2024.07/20 14:33:52+05:30

File No: DSFPS/Pol/e-file/319/2024/0058/Admin

Approved By: Director, Fire, DSFPS

Open the document in Adobe Acrobat DC to verify the E-sign

Previous Post Next Post