વિદ્યાદીપ વીમા યોજના ગુજરાત : સરકાર દ્વારા રાજ્યની પ્રજાની સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે, જે લોકોને તેમના જીવન ધોરણમાં સુધાર કરવામાં તેમજ આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. પરંતુ ઘણા લોકો આવી યોજનાઓથી અજાણ હોવાને લીધે તેનો લાભ લઈ શકતા નથી. અહીં આ www.rdrathod.in પોર્ટલ દ્વારા અમે તમને આવી વિવિધ સરકારી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરી રહ્યા છીએ...
નમસ્કાર મિત્રો...🙏
આજે આપણે અહીં Vidyadeep Vima Yojana Gujarat વિશે જાણીશું. આજના આ લેખમાં યોજનાની શરૂઆત, યોજનાની જાણકારી, યોજનાના લાભાર્થી, જરૂરી ડોક્યુમેન્ટ અને ક્યા સંજોગોમાં આ યોજનાનો લાભ મળે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું....
વિદ્યાદીપ વીમા યોજના ગુજરાત 2024
સરકાર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી એવી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે જે પણ વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાંની આ એક મહત્વની યોજના છે. જેમાં વિદ્યાર્થીને માટે ખાસ વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેમના માતા-પિતા અથવા પાલકને આર્થિક સહાય આપવામાં આવે છે.
યોજનાનું નામ | વિદ્યાદીપ વીમા યોજના |
વિભાગ | શિક્ષણ વિભાગ ગુજરાત |
લાભાર્થી | પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો |
સહાયની રકમ | રૂ. 50,000/- |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
વિદ્યા દીપ યોજનાનો ઉદ્દેશ/હેતુ
ગુજરાત રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત એવી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાનો મુખ્ય આશય આ યોજનામાં રાખવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીના અકસ્માતે અવસાન કે કાયમી અપંગતતાના કિસ્સામાં વાલીને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.
વિદ્યાદીપ યોજના માટે પાત્રતાના ધોરણો
ક્યારેક અણધારેલ, એકાએક અને બિનઇરાદાપૂર્વકનો બનાવ હોય તેવા બાહ્ય હિંસક નિશાનો જણાય તેવા અક્સ્માતના કિસ્સામાં અવસાન/કાયમી અપંગતતા થયેલ હોય તો આ સહાય મળવાપાત્ર થાય છે.
સહાયની વિગત
આ યોજના અંતર્ગત રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ના કિસ્સામાં જો અકસ્માત મૃત્યુ થાય તો તેમને રૂપિયા 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
આવક મર્યાદા
આ યોજના અંતર્ગત કોઈ આવક-મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલ નથી. તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને યોજના અંતર્ગત આવરી લેવામાં આવે છે.
જરૂરી ડોક્યુમેન્ટનું લીસ્ટ
- એફ.આર.આઈ.ની કોપી
- પંચનામું
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ (અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં)
- અપંગતા અંગેના પ્રમાણપત્ર
- ચાલુ અભ્યાસનો દાખલો
- નિયત નમૂનાનું અરજી પત્રક
🖇️ મહત્ત્વપૂર્ણ લિંક્સ
👉 વિદ્યા દીપ યોજનાનો પરિપત્ર અને અરજી ફોર્મ માટે : અહીં ક્લિક કરો👉 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે : અહીં ક્લિક કરો
Vidyadeep Insurance Scheme; Benefits, Eligibility and Complete Information | Vidhyadeep Vima Yojana Gujarat