બાળ આનંદયાત્રા | Bal Anandayatra (1st to 15th November-2024)
૧૫મી નવેમ્બર એટલે બાળ ઉછેરમાં બાળ શિક્ષણ ક્ષેત્રે પાયારૂપ, અવિસ્મરણીય અને અદભુત પહેલ કરનારા અને પ્રયોગશીલ તેમજ સમગ્ર ગુજરાતમાં "મુછાળી મા"ના હુલામણા નામથી જાણીતા એવા ગિજુભાઈ બધેકા નો જન્મદિવસ. ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મ જયંતીએ ગિજુભાઈએ બાળકોના હક, શિક્ષણ અને સંસ્કાર માટે જે અથાક પ્રયતો કર્યા તેનું ઋણ અદા કરીએ...!
આગામી ૧ નવેમ્બર થી ૧૫ નવેમ્બર પખવાડીક ઉજવણીના ભાગ રૂપે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની ગિજુભાઈ બધેકા ચેર દ્વારા "બાળ આનંદયાત્રા"નું આયોજન સમગ્ર શિક્ષા ના બી.આર.સી.- સી.આર.સી. કો-ઓર્ડીનેટર, ભગિની સંસ્થાઓ, શિક્ષકો તેમજ વાલીઓના સામૂહિક પ્રયાસથી કરેલ છે. જેમાં આપને સતત ૧૫ દિવસ સુધી પીડીએફ (PDF) ફાઈલ દ્વારા બાળગીત, બાળવાર્તા, બાળપ્રવૃત્તિ, રમત અને આચમન મોકલવામાં આવશે, જેથી આપ આ પીડીએફ (PDF) ફાઈલ મહત્તમ બાળકો સુધી પહોચાડશો. શિક્ષણ બાળ ઉછેરનું એકમાત્ર ઉપચાર અને માધ્યમ હોવાથી આ "બાળ આનંદયાત્રા" સૌના સામૂહિક પ્રયાસોથી સફળ થાય તે માટે બાળકો તેમના માતા-પિતા અને શિક્ષકો સુધી પહોચાડી જાગૃતિ ફેલાવવા આપણે સૌ આ કાર્યમાં સહભાગી થઈએ તેવી નમ્ર વિનંતી છે.
ડૉ. ટી.એસ.જોશી ગિજુભાઈ બધેકા ચેર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર
Research University Children's सत्यम् ऋतम् बृहत्
Children's RESEARCH UNIVERSITY
શ્રી ગિજુભાઈ બધેકા ચેર
શ્રી ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મજયંતી નિમિત્તે
બાળ-આનંદયાત્રા
બાળગીત :
ચકા ચકીનું કથાગીત : અહીં ક્લિક કરો
બાળવાર્તા :
શ્રી કૃષ્ણનું પીછું : અહીં ક્લિક કરો
પ્રવૃત્તિ :
પાંદડાથી કલર કરીએ : અહીં ક્લિક કરો
રમત :
રિંગ પસાર કરવી : અહીં ક્લિક કરો
આચમન
સહકાર અને સ્પર્ધા
શિક્ષણમાં બે વાત એકી સાથે ચાલી શકે નહી - એક સહકાર અને બીજી સ્પર્ધા.સહકાર વ્યક્તિ પાસેથી સૌને માટે કંઈક ફાળો માંગે છે; સહકાર વ્યક્તિ-વિકાસને સંપૂર્ણ અવકાશ આપવા છતાં સમૂહનું હિત પ્રથમ ગણે છે. સ્પર્ધા વ્યક્તિનું જ હિત આગળ ધરી, વ્યક્તિને જ આગળ વધારવાનું સાધન છે. સ્પર્ધા સમૂહ, સંગઠનઅને જીવનનો વિરોધ છે.
( સૌજન્યઃ શ્રી દક્ષિણામૂર્તિ, ભાવનગર )