ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા, સેકટર-૧૭, ગાંધીનગરના QE Sell દ્વારા પત્ર કરવામાં આવેલ છે, જે મુજબ બાલવાટિકા અને ધોરણ 1 થી 5 ના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે...
પત્રની વિગતો જોઈએ...
- NIPUN
- પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન
- समग्र शिक्षा
- ! Samagra Shiksha
પ્રતિ,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને
જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓર્ડીનેટશ્રી, તમામ
શાસનાધિકારીશ્રી, તમામ
વિષય : બાલવાટીકા, ધોરણ : ૧ થી ૫ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવા બાબત
શ્રીમાન,
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્યની સરકારી શાળાઓમાં બાલવાટીકા તેમજ ધો : ૧ થી ૫ માં અભ્યાસ કરતા બાળકોને અત્રેની કચેરી દ્વારા નીચે મુજબ શૈક્ષણિક કીટ બાળક દીઠ આપવામાં આવનાર છે.
1. પેન્સિલ બોક્ષ : 1 બોક્ષ (10 નંગ )
2. મીણીયા કલર : 1 બોક્ષ (26 રંગ)
3. કલર પેન્સિલ બોક્ષ : 1 બોક્ષ (12 રંગ)
4. રબર : 3 નંગ
5. સંચો : 2 નંગ
6. માપપટ્ટી : 1 નંગ
7. આકાર પટ્ટી (શેપ પેન્સિલ) : 1 નંગ
ઉક્ત શૈક્ષણિક કીટ ક્લસ્ટર કક્ષાએ સંબંધિત એજન્સી દ્વારા પહોચાડવામાં આવનાર છે. આથી સંબંધિત સી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રીને સામેલ યાદીમાં દર્શાવેલ સંખ્યા મુજબ યોગ્ય ચકાસણી કરી આ આ કીટ સ્વીકાર કરવા તેમજ શાળાઓને વિતરણ કરવા જરૂરી સૂચના આપવા વિનંતી છે.
સી.આર.સી.કૉ-ઓર્ડીનેટરશ્રીએ સ્વીકારેલ કીટ બદલની એક અસલ પાવતી સી.આર.સી. કો-ઓડીનેટર પાસે રાખવાની રહેશે તેમજ બે અસલ પાવતી સહી સિક્કા બાદ પરત કરવાની રહેશે.
આભાર સહ,
(શિલ્પા પટેલ)
સચિવ
સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ
સમગ્ર શિક્ષા, ગાંધીનગર
બિડાણ: ક્લસ્ટરવાર કીટની સંખ્યાનું પત્રક
નકલ સવિનય રવાના :
માન. એસ.પી.ડી.શ્રી, સદર કચેરી
માન. એ.એસ.પી.ડી.શ્રી, સદર કચેરી
અગત્યની લિંક્સ