CET વિદ્યાર્થી યોજના ફાળવણી લેટર ડાઉનલોડ 2025-26 (CET Allotment letter Download)

·

🔔  CET વિદ્યાર્થી યોજના ફાળવણી - ૨૦૨૫-૨૬ (Allotment letter Download) 🔔

📌 Common Entrance Test (CET) બેઝડ યોજના અંતર્ગત મેરીટમાં આવેલ વિદ્યાર્થીને, ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલ યોજનાની અગ્રીમતા આધારે, શાળા અથવા સ્કોલરશીપ યોજનાની નીચે મુજબની સ્કીમમાં ફાળવવામાં આવી છે જેના પ્રવેશપત્ર હવે આપ ડાઉનલોડ કરી શકશો.


🏫  જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કુલ્સ ઓફ એક્સેલન્સ

🏫  સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કુલ્સ ઓફ એક્સેલન્સ

🛡️  રક્ષા શક્તિ સ્કુલ્સ

🏕️  એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલ (EMRS)

🎓  મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

વિદ્યાર્થીઓએ 🌐 gssyguj.in વેબસાઈટ પર જઈ પોતાનું લોગિન કરીને શાળા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે અને સંબંધિત શાળામાં તા. ૧૭-૦૬-૨૦૨૫ સુધીમાં પ્રવેશ સુનિશ્ચિત કરવો જરૂરી રહેશે.

⚠️ ખાસ સુચનાઓ: ⚠️

1️⃣ 🛡️ રક્ષા શક્તિ સ્કુલ્સ માટે વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવેશ મેળવી શકશે.

2️⃣ 🎓 મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં લોગિનમાં બેંક ડીટેલ્સ અને ધોરણ -૬ ની શાળાની વિગત દાખલ કરવાની વ્યવસ્થા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

3️⃣ 🏫 રેસિડેન્શિયલ સ્કુલ્સ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓએ  તા. ૧૭-૦૬-૨૦૨૫ સુધીમાં શાળા સમય દરમિયાન પ્રવેશ મેળવી લેવો અનિવાર્ય છે.
❌ આ તારીખ પછી આપનો પ્રવેશ રદ ગણાશે અને કોઇ રજૂઆત માન્ય રાખવામાં આવશે નહિ.

4️⃣  યોજના સંબંધિત વધુ માહિતી અને લેટેસ્ટ અપડેટ્સ માટે નિયમિત gssyguj.in સાઇટ ચેક કરતા રહેશો.

🙏🏻 આભાર🙏🏻

Subscribe to this Blog via Email :